Get The App

ઓપરેશન સિંદૂર બાદ મોદી સરકાર કેવી રીતે સાઇબર સિક્યોરિટીને હેન્ડલ કરી રહી છે?

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ઓપરેશન સિંદૂર બાદ મોદી સરકાર કેવી રીતે સાઇબર સિક્યોરિટીને હેન્ડલ કરી રહી છે? 1 - image


CyberSecurity in India: હાલમાં સરકાર દ્વારા સાઇબર સુરક્ષાને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ભારતની ડિફેન્સ વેબસાઇટ્સ તેમજ અન્ય મહત્વપૂર્ણ વેબસાઇટ્સ પર પાકિસ્તાનથી હેકિંગ એટેક કરવામાં આવ્યો. જોકે ઓપરેશન સિંદૂર બાદ ભારતની સાઇબર સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે.

સાઇબર સુરક્ષા પર સતત હુમલો

પાકિસ્તાન દ્વારા ભારતમાં સાઇબર એટેક સતત વધી રહ્યો છે. તાજેતરમાં આર્મર્ડ વ્હિકલ નિગમ લિમિટેડ અને અન્ય ડિફેન્સ સંસ્થાઓ પર સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સાઇબર ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ ગ્રૂપે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ સહિત અનેક રાષ્ટ્રીય મહત્વની વેબસાઇટ્સ હેક કરી હતી. જોકે મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યુટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ હુમલાથી તેમની વેબસાઇટ કોમ્પ્રોમાઈઝ થઈ નથી.

આર્મી પબ્લિક સ્કૂલ પર પણ સાઇબર હુમલો

પાકિસ્તાનના સાઇબર ગ્રુપ ‘ટીમ ઇનસેન’ દ્વારા આર્મી પબ્લિક સ્કૂલની વેબસાઇટ પર સાઇબર એટેક થયો હતો. હમલાના પગલે વેબસાઇટને ઓફલાઇન કરવામાં આવી. 25 એપ્રિલે જલંધરની આર્મી કોલેજ ઓફ નર્સિંગની વેબસાઇટ પણ હેક કરવામાં આવી. હેકર્સે વેબસાઇટનો હુલિયો બદલી નાખી, અને વિચલિત કરી દે તેવા ફોટો અપલોડ કર્યા. આ પેજ પર "YOU ARE HACKED!!! TEAM INSANE PK" લખવામાં આવ્યું હતું.

ઓપરેશન સિંદૂર બાદ મોદી સરકાર કેવી રીતે સાઇબર સિક્યોરિટીને હેન્ડલ કરી રહી છે? 2 - image

ભારત દ્વારા સાઇબર સુરક્ષામાં વધારો

આર્મી, ડિફેન્સ એજન્સીઓ અને સાઇબર સુરક્ષા વિશેષજ્ઞો દ્વારા હમલા થયેલી વેબસાઇટ્સની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. સાઇબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સરકારનો ઇમરજન્સી એલર્ટ મોબાઇલ પર આવશે: આ ફીચરને ઓન કરવું જરૂરી…

ખોટી માહિતી સામે સરકારની ઝુંબેશ

સરકાર દ્વારા હાલમાં ખોટી માહિતી અને ફેક ન્યૂઝ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ સજાગતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ચીનની એક ન્યૂઝ એજન્સી દ્વારા ઓપરેશન સિંદૂરને લઈ ખોટી માહિતી પ્રસારિત કરાઈ હતી, જેના વિરોધમાં ભારત સરકારે કડક પગલાં લેવાની તૈયારી કરી છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજી નિયમો મુજબ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

Tags :