સરકારનો ઇમરજન્સી એલર્ટ મેસેજ મોબાઇલ પર આવશે: આ ફીચરને ઓન કરવું જરૂરી…
Operation Sindoor Alert: ભારતની તમામ વ્યક્તિને ઇમરજન્સી એલર્ટ તેમના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ એલર્ટ ફોન સાઇલન્ટ હોય તો પણ મોકલવામાં આવશે, પરંતુ એ માટે એક સેટિંગ્સ આવશે તેને ઓન કરવાનું રહેશે. ભારત દ્વારા હાલમાં જ પાકિસ્તાનમાં 9 આતંકવાદીઓની જગ્યાઓ પર અટેક કરવામાં આવ્યો હતો. એને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ માટે સરકાર દ્વારા આજે એટલે કે સાત મેના રોજ એક મોક ડ્રિલ કરવામાં આવી રહી છે. આ ડ્રિલ હેઠળ દરેકને મોબાઇલ પર એક એલર્ટ પણ મોકલવામાં આવશે.
મોક ડ્રિલ એલર્ટ
સરકાર દ્વારા આજે મોક ડ્રિલ કરવામાં આવશે અને એ દરમ્યાન વિજળી જતી રહેશે અને સાયરન વગાડવામાં આવશે. આ માટે છ મેના રોજ પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી. સરકારનો આદેશ છે કે ભારતમાં 244 જિલ્લામાં આ મોક ડ્રિલ કરવામાં આવે. આ વિશે દરેકને માહિતી છે કારણ કે સરકાર દ્વારા એ વિશે અગાઉથી જાણ કરી દેવામાં આવી છે.
જોકે કોઇ ઇમરજન્સી આવી હોય ત્યારે શું કરશો?
આ માટે સરકાર દ્વારા એક એલર્ટ મોકલવામાં આવે છે. ફોન સાઇલન્ટ હશે તો પણ 30 સેકન્ડ સુધી આ એલર્ટ આપવામાં આવશે. જોકે સૌ પ્રથમ એને શરૂ કરવા જરૂરી છે.
એન્ડ્રોઇડમાં કેવી રીતે ચાલુ કરશો?
આ ફીચર મોટાભાગે ઓન હોય છે, પરંતુ બની શકે કે કોઈના મોબાઇલમાં એ ઓફ રહી ગયુ હોય. આ માટે એન્ડ્રોઇડ યુઝરે સૌથી પહેલાં સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાં સર્ચમાં "Emergency Alerts" શોધવાનું રહેશે. એ ઓપ્શન દેખાતા, તેના પર ક્લિક કરવું અને અંદર "Amber Alerts", "Test Alerts", "Vibration" વગેરેને ઓન કરી દેવું. જો કોઈ મોબાઇલમાં સર્ચ ઓપ્શન ન હોય, તો Safety & Emergency વિભાગમાં આ વિકલ્પ મળશે.
આઇફોનમાં કેવી રીતે ઓન કરશો?
એન્ડ્રોઇડની જેમ આઇફોનમાં પણ આ એલર્ટ ઓન હોય છે. જોકે, એ ચાલું છે કે બંધ, એ ચેક કરવા માટે સેટિંગ્સ ખોલવી. ત્યાં સર્ચમાં "Government Alerts" શોધવું. એ મળતાં ઓન પર ક્લિક કરવું. જો સર્ચ વિના શોધવું હોય, તો નોટિફિકેશન્સ વિભાગમાં એકદમ નીચે આ વિકલ્પ દેખાશે.
ઇમરજન્સી એલર્ટ શું છે?
સરકાર દ્વારા પેન-ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ National Disaster Management Authority (NDMA) સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ 2023માં બનાવવામાં આવી હતી.
• 2023ની જુલાઈ, ઓગસ્ટ, અને સપ્ટેમ્બરમાં બપોરના સમયે ઘણાં મોબાઇલમાં આ એલર્ટ સિસ્ટમ જોવા મળી હતી.
• એ સમયે ઇમરજન્સી મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો, જેને "ટેસ્ટ મેસેજ" તરીકે ઓળખવામાં આવ્યો હતો.
• 2023ની 10 ઓક્ટોબરે આઇફોનમાં પણ આ પ્રકારની ટેસ્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એન્ડ્રોઇડમાં એક બટન દબાવતા સિક્યોર થઈ જશે મોબાઇલ, હેક કરવા માટે પસીના છૂટી જશે હેકર્સના
સરકાર દ્વારા કોઈ પણ ઇમરજન્સી સમયે લોકોને સચેત કરવા આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. વરસાદ, રેલ, ભૂકંપ અને ત્સુનામી જેવી કુદરતી આફતો દરમિયાન લોકોને માહિતી પહોંચાડવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.
આ માટે સરકાર એક એલર્ટ મોકલશે અને દરેક મોબાઇલ સ્ક્રીન પર એ મળશે. પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હોવાથી લોકોને ઇમરજન્સી એલર્ટ મોકલવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.