Get The App

ગુરુ ગ્રહ વર્ષો પહેલાં હતો બમણો: જાણો કેમ તેની સાઇઝમાં ઘટાડો થયો…

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
ગુરુ ગ્રહ વર્ષો પહેલાં હતો બમણો: જાણો કેમ તેની સાઇઝમાં ઘટાડો થયો… 1 - image


How Jupiter Reduce Its Size?: સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ, ગુરુ (જ્યુપિટર), 1,43,000 કિલોમીટર પહોળો હોવાનું માનવામાં આવે છે. જોકે, એક સમયે તેની પહોળાઈ હાલમાં દેખાતી સાઇઝની તુલનામાં બમણી હતી. પ્રારંભિક સમયમાં ગુરુ ગ્રહનું મેગ્નેટિક ફિલ્ડ પણ આજ કરતાં ઘણું મજબૂત હતું. ગુરુ ગ્રહનો પોતાનો ચંદ્ર છે, અને તેની ઓર્બિટ પર થયેલી તાજેતરની સ્ટડીના આધારે તારણ નીકળ્યું કે ગતકાળમાં ગુરુની સાઇઝ દ્વિગુણી હતી. Nature Astronomy જર્નલમાં આ સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્ય મંડળની રચનામાં ગુરુ ગ્રહે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

ગુરુ ગ્રહના ચંદ્ર પાસેથી જાણવા મળેલા રહસ્યો

ગુરુ ગ્રહ કેવી રીતે બન્યો અને તેની શરુઆત કેવી રહી હતી, તે જાણવા માટે સંશોધકો દ્વારા તેના બે નાના ચંદ્ર—અલ્માથીયા અને થેબે—નું વિશ્લેષણ કરવામાં આવ્યું. અલ્માથીયા ગુરુ ગ્રહથી આશરે 1,81,000 કિલોમીટર દૂર પરિભ્રમણ કરે છે, જ્યારે થેબે 2,22,000 કિલોમીટર દૂર છે. તેમના ગતિચક્ર અને ભૌતિક પરિસ્થિતિઓની ગણતરી બાદ, સંશોધકો એ નિર્ણય પર આવ્યા કે 3.8 મિલિયન વર્ષ પહેલાં ગુરુ ગ્રહની સાઇઝ અત્યારે છે તેના કરતાં બમણી હતી.

ગુરુ ગ્રહની સાઇઝ અને મેગ્નેટિક ફિલ્ડ

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે પહેલા ગુરુ ગ્રહની સાઇઝ બેથી અઢી ગણી મોટી હતી, અને તેનું મેગ્નેટિક ફિલ્ડ ઘણું વધુ મજબૂત હતું. સંશોધનના સહલેખક, યુનિવર્સિટી ઑફ મિશિગનના ફિઝિક્સ અને એસ્ટ્રોનોમી પ્રોફેસર ફ્રેડ એડમ્સનું કહેવું છે કે 4.5 બિલિયન વર્ષ પછી ગુરુ ગ્રહની ભૌતિક સ્થિતિ ફરી નિર્માણ થઈ શકે છે.

ગુરુ ગ્રહ વર્ષો પહેલાં હતો બમણો: જાણો કેમ તેની સાઇઝમાં ઘટાડો થયો… 2 - image

સૂર્યમંડળનું ઇવોલ્યુશન અને ગ્રહની રચના

કેલટેક પ્લેનેટરી સાયન્સના પ્રોફેસર કોનસ્ટેન્ટિન બેટીગિન કહે છે કે ગ્રહોના વિકાસને સમજવા માટે સૌથી પહેલાં તે કેવી રીતે બન્યા એ જાણવું જરૂરી છે. Nature Astronomyમાં પ્રકાશિત આ અભ્યાસ દ્વારા અન્ય ગ્રહો અંગે પણ મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં તે કેવી રીતે વિકસ્યા અને સિસ્ટમમાં તેમની ભૂમિકા શું છે.

આ પણ વાંચો: OpenAI આઉટેજ: ચેટજીપીટી થયું ડાઉન, મોબાઇલ અને વેબ બન્ને પર અસર

ગુરુ ગ્રહની સાઇઝમાં ઘટાડો કેમ થયો?

પ્રારંભિક તબક્કે ગુરુ ગ્રહ પથ્થર અને બરફથી બનેલો હતો, પરંતુ ત્યારબાદ તેણે આસપાસના ગેસને ગ્રહણ કર્યો. આ પ્રક્રિયામાં ભારે ગરમી અને ઊર્જાનો ઉદ્ભવ થયો, જેના કારણે તેની સાઇઝ વધી. ત્યારે તે અત્યંત ગરમ હતો, પરંતુ ગેસ ગ્રહણ કરવાની પ્રક્રિયા બંધ થતાં અને ધીમે-ધીમે તે ઠંડો થવા લાગતાં, તેની અંદર રહેલી ગ્રેવિટીએ ગેસને વધુ કોમ્પ્રેસ કર્યો. આ સંઘર્ષના કારણે તેની સાઇઝ ધીરે-ધીરે ઓછી થવા લાગી, અને અબજો વર્ષોની ગતિશીલ પ્રક્રિયા બાદ, તે અગાઉ કરતાં લગભગ અડધી થઈ ગઈ છે.

Tags :