Get The App

ભારત સરકાર દ્વારા ફ્રી AI સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવ્યા લોન્ચ : જાણો કેવી રીતે લેશો લાભ…

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ભારત સરકાર દ્વારા ફ્રી AI સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવ્યા લોન્ચ : જાણો કેવી રીતે લેશો લાભ… 1 - image


Government Launch AI Course: મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા IndiaAI મિશન હેઠળ કેટલા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. AIના આ કોર્સ માટે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એ ફ્રીમાં હશે. આ એક શોર્ટ-ટર્મ કોર્સ છે જેને ‘યુવા AI ફોર ઓલ’ નામ આપવામાં આવ્યું છે. ભારતના લોકોને ખાસ કરીને યુવાનોને AIની બેસિક ટ્રેનિંગ આપવા માટે આ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સ 4.5 કલાકનો છે અને એમાં રિયલ-લાઇફના ભારતના જ ઉદાહરણો આપવામાં આવશે, જેથી સરળતાથી શીખી શકાય.

એક કરોડ લોકોને સશક્ત બનાવવાનો લક્ષ્ય

‘યુવા AI ફોર ઓલ’ કોર્સમાં AIના પાવર દ્વારા કેવી રીતે વધુ સારી રીતે કામ કરી શકાય છે એને હાઇલાઇટ કરવામાં આવ્યું છે. તેમ જ વિદ્યાર્થીઓ અને ઓફિસના કર્મચારીઓ એના દ્વારા કેવી રીતે તેમની પ્રોડક્ટિવિટી વધારી શકે એ સમજાવવામાં આવશે. આ દ્વારા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક કરોડ લોકોને AIની બેસિક સ્કિલ વિશે શીખવવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ભારતના કર્મચારીઓને ભવિષ્યની AI ચેલેન્જ માટે તૈયાર કરવામાં આવી રહી છે.

કોર્સમાં શેનો સમાવેશ કરવામાં આવશે?

આ કોર્સમાં છ નાના-નાના મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ દરેકમાં અલગ અલગ ટોપિક હશે. એમાં AIના ઇન્ટ્રોડક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એજ્યુકેશન અને ઓફિસમાં એની શું અસર પડે છે એ પણ જણાવવામાં આવશે. આ દ્વારા તેઓ ડિજિટલ ઉપયોગ તેમ જ AIનો જવાબદારી ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જણાવવામાં આવશે. આ કોર્સમાં ભારતને લગતી બાબતો અને ઉદાહરણનો સમાવેશ કરવામાં આવશે. આ કોર્સને FutureSkills Prime અને iGOT Karmayogi જેવા અન્ય પ્લેટફોર્મ પર પણ શીખી શકાશે.

આ પણ વાંચો: સામાન્ય સિક્યોરિટી ખામીને કારણે 3.5 બિલિયન વોટ્સએપ નંબર થયા લીક

કોર્સ માટે પ્રોસેસ કેવી રીતે કરશો?

‘યુવા AI ફોર ઓલ’ માટે ઓફિશિયલ લિંક પર જઈને એનરોલ પર ક્લિક કરવું. આ માટે ગૂગલ મેલ અથવા તો લિંક્ડઇન એકાઉન્ટનો ઉપયોગ કરવો. પર્સનલ માહિતી જેવી કે એજ્યુકેશન અને નોકરી વિશેની માહિતી આપ્યા બાદ યુઝર તેના કોર્સને પોતાની રીતે ભણી શકશે. એક વાર આ કોર્સ પૂરો થયા બાદ ભારત સરકાર દ્વારા આ કોર્સ માટેનું સર્ટિફિકેટ આપવામાં આવશે.

Tags :