Get The App

સરકારની ચેતવણી: ડાર્ક પેટર્નથી બચો, નહીંતર થશે મોટું નુકસાન

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
સરકારની ચેતવણી: ડાર્ક પેટર્નથી બચો, નહીંતર થશે મોટું નુકસાન 1 - image


Dark Pattern On Online Platform: આજના સમયમાં ઓનલાઇન શોપિંગ ખૂબ જ સામાન્ય છે. મોટાભાગના લોકો હવે દરેક વસ્તુ ઓનલાઇન ખરીદી કરે છે. કપડાંથી લઈને શાકભાજી સુધી દરેક વસ્તુની ઓનલાઇન ખરીદી થતી હોય છે. ઓનલાઇન ખરીદી કરતી વખતે સામાન ઘણી વાર સસ્તા હોય છે, પરંતુ પેમેન્ટ કરતી વખતે એની કિંમત અચાનક વધી જાય છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ઘણી વાર ઓરિજિનલ કિંમતને છુપાવવા માટે ઘણા નુસખાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘણી વાર પ્રોડક્ટ સસ્તી હોવાથી યુઝર્સ એનું બુકિંગ કરી દે છે. ત્યાર બાદ યુઝર જેમ ફાઇનલ પેજ પર જઈને પેમેન્ટ કરવા જાય કે એની કિંમતમાં વધારો થઈ જાય છે. આ રીતે કિંમતમાં વધારો કરવામાં આવે એને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે. એને લઈને સરકારી એજન્સી દ્વારા વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, તેમજ એક હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જેના પર ફોન કરીને ફરિયાદ કરી શકાય છે.

કન્ઝ્યુમર અફેર્સ દ્વારા શેર કરવામાં આવી જાણકારી

ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કન્ઝ્યુમર અફેર્સ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડાર્ક પેટર્નના કારણે યુઝર્સ ચોક્કસ વસ્તુની ખરીદી પણ નથી કરી શકતા. આથી જે યુઝર્સને આ ડાર્ક પેટર્ન નજરમાં આવે, તે તરત જ હેલ્પલાઇન નંબર પર ક્લિક કરવું.

સેલ દરમ્યાન આવે છે આવા કેસ

ઓનલાઇન દરેક પ્લેટફોર્મ પર સમય સમયે સેલ આવતાં હોય છે. આ સેલ દરમ્યાન મોટા-મોટા ફોન, ટીવી અને અન્ય વસ્તુઓ પર સેલ હોય છે. ગ્રાહકોને ઘણી લોભામણી એડ્સ પણ આવામાં મળે છે. સેલના બેનર પર લખવામાં આવ્યું હોય છે કે જે-તે મોબાઇલને ₹49,999માં લિસ્ટેડ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ એના પર ક્લિક કરવામાં આવે તો એની કિંમત વધી જાય છે. ઓનલાઇન પ્લેટફોર્મ એમાં નાના અક્ષરે લખે છે કે “તમામ બૅન્ક ઓફર્સ અને અન્ય ઓફર્સ દ્વારા આ કિંમત છે.” જોકે યુઝર્સને એ વંચાય એટલા મોટા અક્ષરે નથી હોતું.

ડાર્ક પેટર્નના ઘણાં પ્રકાર છે

ડાર્ક પેટર્ન ઘણી રીતના છે અને જુદી-જુદી રીતે કામ કરે છે. ટાઇમર, ફોર્સ કન્ટિન્યુઇટી, હિડન કોસ્ટ વગેરે પ્રકારના ડાર્ક પેટર્ન હોય છે. આ ડાર્ક પેટર્નને ઓળખવું સરળ છે. જો કોઈ પ્લેટફોર્મ ટાઇમર લગાવીને પેમેન્ટ કરવા કહે કે “આટલી સેકન્ડમાં પેમેન્ટ કરી દેવું,” તો એ ડાર્ક પેટર્ન છે. ઘણી વાર એક પેજ પરથી બીજા પેજ પર જતાં કિંમતમાં પણ બદલાવ આવી જાય છે.

આ પણ વાંચો: મસ્કની AI સેટેલાઇટ્સ કરી શકે છે પૃથ્વીને ઠંડી: ચૂકવવી પડશે આ કિંમત, જાણો…

ડાર્ક પેટર્નથી બચવા માટે સૌથી જરૂરી છે કે યુઝર દ્વારા કોઈ પણ ઉતાવળમાં પેમેન્ટ કરવામાં ન આવે. દરેક શરતો અને ઓફરને સમજ્યા બાદ એ યોગ્ય લાગે તો ત્યાર બાદ પેજ પર આગળ વધવું અને ત્યાર બાદ પેમેન્ટ કરવું. જો કોઈ ફ્રીમાં ટ્રાયલ ઓફર હોય, તો એમાં પેમેન્ટ ઇન્ફોર્મેશન નાખવા કહે છે. આથી પેમેન્ટ ઇન્ફોર્મેશન નાખ્યા બાદ ટ્રાયલ એક્ટિવેટ કર્યા બાદ ઓટો પેમેન્ટ મોડને બંધ કરી દેવું.

Tags :