Get The App

મસ્કની AI સેટેલાઇટ્સ કરી શકે છે પૃથ્વીને ઠંડી: ચૂકવવી પડશે આ કિંમત, જાણો…

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
મસ્કની AI સેટેલાઇટ્સ કરી શકે છે પૃથ્વીને ઠંડી: ચૂકવવી પડશે આ કિંમત, જાણો… 1 - image


Elon Musk on Earth Temperature: ઇલોન મસ્ક તેની AI સેટેલાઇટ્સ દ્વારા પૃથ્વીને ઠંડી કરી શકે છે, પરંતુ એ માટે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. કોઈ વસ્તુ જોઈતી હોય તો બીજી વસ્તુ ખોવી પડે છે અને એ જ કુદરતનો નિયમ છે. પૃથ્વી દિવસે દિવસે ગરમ થઈ રહી છે. આથી એને ઠંડી કરવી ખૂબ જ મહત્ત્વનું છે. આ શક્ય છે અને એ પણ AI સેટેલાઇટ્સની મદદથી, પરંતુ એ જોઈએ એટલું સહેલું પણ નથી.

શું છે મસ્કનો પ્લાન?

ઇલોન મસ્કનો પ્લાન છે કે સેટેલાઇટ્સનું એક મોટું ઝૂમખું (ઘણી બધી સેટેલાઇટ્સને એક બીજા સાથે કનેક્ટ કરી) અંતરિક્ષમાં મોકલવું. આ સેટેલાઇટ્સ સોલરની મદદથી ચાલતી હશે. તેમ જ એને AI દ્વારા મેનેજ કરવામાં આવશે. ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ઇલોન મસ્કનો પ્લાન થોડો અદ્વિતીય છે, પરંતુ અસરકારક પણ છે. આ વિશે ઇલોન મસ્ક કહે છે, ‘ટ્રેડિશનલ જીયોએન્જિનિયરિંગ મેથડની જગ્યાએ સેટેલાઇટ્સમાં AIની મદદથી થોડા એડજસ્ટમેન્ટ કરી પૃથ્વી પર કેટલો સૂર્યપ્રકાશ આવવો જોઈએ એને કન્ટ્રોલ કરી શકાશે.’

પૃથ્વીને ઠંડી કરવામાં છે ઘણી સાઇડ ઇફેક્ટ્સ

પૃથ્વી પર સૂર્યપ્રકાશ ઓછો પડે એ માટે હજારો AI દ્વારા કન્ટ્રોલ કરવામાં આવતી સોલર સેટેલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવશે. રિસર્ચ કરનાર વિજ્ઞાનીઓ કહે છે કે એને કારણે પૃથ્વી પરનું તાપમાન 1-2 ડિગ્રી ઓછું થઈ શકે છે. જોકે આ માટે 100 બિલિયન અમેરિકન ડૉલરનો ખર્ચ થઈ શકે છે. તેમ જ એમાં ઘણી ચેલેન્જ પણ રહેલી છે. ઉદાહરણ તરીકે આ સિસ્ટમને કોણ કન્ટ્રોલ કરશે. આ સાથે જ પૃથ્વીના કોઈ પણ ભાગમાં એની આડઅસર થશે તો એ માટે જવાબદાર કોણ વગેરે જેવા સવાલો પણ ઊભા છે.

આ પણ વાંચો: દરેક ભારતીય માટે ચેટજીપીટી ગો થયું ફ્રી, જુઓ કેવી રીતે એક્ટિવેટ કરશો ઓફર…

પર્યાવરણને લઈને ઘણાં અવરોધ નડી શકે છે સ્પેસએક્સને

ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા અંતરિક્ષને લગતાં તમામ કામ પાર પાડવામાં આવે છે. સ્પેસએક્સ પર્યાવરણને લઈને ઘણી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ટેક્સાસમાં સેટેલાઇટ લોન્ચ કરવાથી લઈને મિલિટરી ટેસ્ટને પણ અટકાવી દેવામાં આવ્યા હતા. ત્યાંની પર્યાવરણને લગતી પ્રજાતિને નુક્સાન થતું હોવાથી એ અટકાવવામાં આવ્યા હતા. આથી હજારો સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં ઘણી તકલીફ પડી શકે છે. જોકે સ્પેસમાં કોઈ પણ વસ્તુ પહોંચાડવા માટે અને કોઈ પણ મિશન ઝડપથી પાર પાડવા માટે સ્પેસએક્સ પહેલી પસંદગી છે.

Tags :