પ્રોજેક્ટ સિંદૂર બાદ સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામને ફાસ્ટ ટ્રેક કર્યો સરકારે: 12થી 18 મહિનામાં લોન્ચ કરવામાં આવશે 52 સેટેલાઇટ્સ
Government Fast Track Satellite Project: પાકિસ્તાન સાથેના મતભેદ બાદ ભારત હવે કોઈ પણ ચાન્સ લેવા નથી માગતું. આથી ભારતે તેના સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ-3 પ્રોગ્રામને ફાસ્ટ-ટ્રેક કરી દીધો છે. મિન્ટમાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારત સરકારે આ માટે ત્રણ પ્રાઇવેટ કંપનીઓને પણ પસંદ કરી છે જેઓ ઇસરો સાથે મળીને સેટેલાઇટ્સ તૈયાર કરશે. આ માટે અનંત ટેક્નોલોજીસ, સેન્ટ્રમ ઇલેક્ટ્રોનિક્સ અને આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસને પસંદ કરવામાં આવી છે.
શું છે સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામ?
સરકાર દ્વારા અંતરિક્ષમાં 52 સેટેલાઇટ્સને મોકલવામાં આવશે. આ તમામ સેટેલાઇટ્સ દ્વારા પાકિસ્તાન અને ચીન પર નજર રાખવામાં આવશે. બોર્ડર પર તેઓ શું કરી રહ્યાં છે અને તેમના દ્વારા કોઈ મુસિબત ઊભી કરવામાં આવી રહી હોય તો એના પર પહેલેથી નજર રાખી શકાશે. આ સાથે જ કુદરતી હોનારત માટે પણ આ સેટેલાઇટ્સ ખૂબ જ મદદગાર બની શકશે.
ક્યારે તૈયાર થશે આ સેટેલાઇટ્સ?
આ પ્રોજેક્ટ પહેલાં ચાર વર્ષમાં પૂરો કરવાની તૈયારી હતી, પરંતુ હવે એને 12-18 મહિનામાં પૂરો કરવા માટે કહીં દેવામાં આવ્યું છે. આથી 2026ના અંત સુધીમાં તમામ સેટેલાઇટ્સ તૈયાર થઈ જશે. હાલમાં અનંત ટેક્નોલોજીસ દ્વારા એક સેટેલાઇટ તૈયાર કરવામાં આવી રહી છે અને આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. ઇસરોના લોન્ચ વ્હીકલ માર્ક-3 અથવા તો ઇલોન મસ્કના સ્પેસએક્સ સાથે કરવામાં આવી રહેલાં જોઇન્ટ મિશનમાંથી એક દ્વારા આ સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવે એ પહેલાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા આ એડ્વાન્સ સેટેલાઇટ્સ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.
નેશનલ સિક્યોરિટી માટે મહત્ત્વનો પ્રોગ્રામ
કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી દ્વારા આ સ્પેસ-બેઝ્સ સર્વેલન્સ-3 પ્રોગ્રામને ગયા વર્ષે ઓક્ટોબરમાં અપ્રૂવ કરવામાં આવ્યો હતો. એ માટે ત્રણ બિલિયન અમેરિકન ડોલરનું બજેટ આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ 52 સર્વેલન્સ સેટેલાઇટ્સ બનાવવામાં આવશે એમાંથી ત્રણ પ્રાઇવેટ કંપનીઓ મળીને 31 સેટેલાઇટ્સ બનાવશે. બાકીની તમામ સેટેલાઇટ્સ ઇસરો દ્વારા બનાવવામાં આવશે.
ઇન્ડિયાના સ્પેસ મિશન માટે પ્રાઇવેટ કંપનીઓ પણ છે મહત્ત્વની
અમંત ટેક્નોલોજી, સેન્ટ્રમ ઇલેક્ટ્રોનિક્સ અને આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસ છેલ્લા ઘણાં વર્ષથી ઇસરો સાથે મળીને કામ કરી રહ્યાં છે. ચંદ્રયાન-3 મિશન માટે અનંત ટેક્નોલોજીસ મહત્ત્વના કમ્પોનેન્ટ સપ્લાઇ કરતું હતું. 2024માં આ કંપનીનું રેવેન્યું 270 કરોડ રૂપિયા હતું. સેન્ટ્રમ અને આલ્ફા ડિઝાઇનનું રેવેન્યુ અનુક્રમે 632 કરોડ રૂપિયા અને 536 કરોડ રૂપિયા હતું.