Get The App

OpenAIના GPT-5ને પડકાર આપશે ગૂગલ: જેમિની 3 શું લાવશે ખાસ?, જાણો...

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
OpenAIના GPT-5ને પડકાર આપશે ગૂગલ: જેમિની 3 શું લાવશે ખાસ?, જાણો... 1 - image


Google New Gemini Model: ગૂગલ દ્વારા હાલમાં તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ જેમિનીના નવા મોડલ જેમિની 3ને લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. કંપનીના AI સ્ટુડિયોમાં જેમિની 3નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પ્લેટફોર્મના A/B ટેસ્ટ્સમાં નવા મોડલના રેફરન્સ ડેવલપર્સને જોવા મળી રહ્યા છે. આ માટે ઘણાં સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. કોડિંગ અને ઇમેજ જનરેશન ટાસ્કમાં ખૂબ જ સુધારા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

ટેસ્ટમાં ક્લોડ 4.5 કરતાં જેમિની 3નું સારું પર્ફોર્મન્સ

જેમિની 3 એક નવું મોડલ છે. આ મોડલનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે એમ છતાં તેણે તેના હરિફ ક્લોડ 4.5ને વેક્ટર ગ્રાફિક્સ અને સ્ટ્રક્ચર આઉટપુટમાં પાછળ છોડી દીધું છે. ટેસ્ટિંગ કેટાલોગ અને અન્ય ડેવલપર્સ દ્વારા આ વિશે X પર કહેવામાં આવી રહ્યું છે. ગૂગલ ક્લાઉડના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા ઓક્ટોબર 9ની લાઇવસ્ટ્રીમ વિશે ટીઝ કરવામાં આવતાં આ ન્યૂઝ ચર્ચાનું કારણ બન્યું છે. ગૂગલ દ્વારા #GeminiAtWork હેશટેગનો ઉપયોગ કર્યો હોવાથી એ ચર્ચાનો વિષય બન્યો છે કે ગૂગલ દ્વારા જેમિની 3 પબ્લિક માટે લોન્ચ કરવામાં આવી શકે છે.

OpenAIના GPT-5ને ગૂગલનો જવાબ

જેમિની 3ને ગૂગલની 2025ની સૌથી મોટી AI અપડેટ ગણવામાં આવી રહી છે. આ નવા મોડલમાં રીઝનિંગ, કોડિંગની એક્યુરેસી અને ક્રિએટિવ જનરેશનમાં પણ ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. AIના પર્ફોર્મન્સની વાત હોય તો OpenAIના GPT-5 અને એન્થ્રોપિકનું ક્લોડ 4.5 ખૂબ જ આગળ છે. જોકે હવે આ બન્ને મોડલને ગૂગલ કરારો જવાબ આપી રહ્યું હોય એવી રિપોર્ટ પરથી ચર્ચા છે. જનરેટિવ AIમાં ટોપ સ્પોટ મેળવવા માટે ગૂગલનું આ જેમિની મોડલ ખૂબ જ મદદ કરી શકે છે. આ મોડલનો સમાવેશ વર્કસ્પેસ, ક્રોમ અને એન્ડ્રોઇડમાં કરવામાં આવ્યો તો અન્ય મોડલને ખૂબ જ માર પડી શકે છે.

આ પણ વાંચો: સ્પોટિફાય યુઝર્સ માટે ચેટજીપીટી બનશે હવે પર્સનલ DJ, જાણો કેવી રીતે…

જેમિની AI પાસેથી શું આશા રાખવામાં આવી રહી છે?

જેમિની 3ને ખૂબ જ ફાસ્ટ બનાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ડેવલપર્સ માટેના કોન્ટેક્સ્ટ-અવેર કોડ જનરેશનમાં પણ એ ખૂબ જ આગળ છે. બ્રાઉઝર-લેવલના ઓટોમેશન માટે એમાં એજન્ટ મોડનો પણ સમાવેશ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે. ટેક્નોલોજીની દુનિયામાં આ એક મોટી ઇવેન્ટ બની શકે છે જો ગૂગલ 9 ઓક્ટોબરે #GeminiAtWork લાઇવસ્ટ્રીમ ઇવેન્ટમાં નવું મોડલ લોન્ચ કરે. જો ગૂગલ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં એને AI સ્ટુડિયો અને વર્કસ્પેસમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Tags :