Get The App

જેમિનીનો નવો લોગો અપડેટ કરવાની સાથે ગૂગલે રજૂ કર્યાં આ ફીચર…

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
જેમિનીનો નવો લોગો અપડેટ કરવાની સાથે ગૂગલે રજૂ કર્યાં આ ફીચર… 1 - image


Gemini New Logo: ગૂગલ દ્વારા તેમના AI જેમિનીને અપડેટ કરવામાં આવ્યું છે. આ અપડેટમાં નવા લોગો ની સાથે એમાં કેટલાક નવા ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ નવો લોગો એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે છે. ગૂગલની અન્ય એપ્લિકેશન્સમાં જે કલરનો લોગો છે હવે જેમિનીમાં પણ એ બનાવવામાં આવ્યો છે. આથી જેમિની એક અલગ હતું, પરંતુ એને પણ હવે ગૂગલની સ્ટાઇલ પ્રમાણે બનાવી દેવામાં આવ્યો છે.

શું કર્યો બદલાવ?

જેમિનીના નવા લોગોમાં મોટા ભાગનો કલર બ્લૂ છે, પરંતુ એ સાથે રેડ, યેલો અને ગ્રીન પણ જોવા મળી રહ્યા છે. ગૂગલની દરેક એપ્લિકેશનમાં રેડ, યેલો, ગ્રીન અને બ્લૂ કલર છે. આથી જેમિનીનો કલર પણ હવે એ કલરથી જ બનાવવામાં આવ્યો છે. પહેલાં જેમિનીના ચારે બાજુ શાર્પ પોઈન્ટ હતા, પરંતુ હવે એને થોડા ગોળ બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ પહેલાં કરતાં આ લોગોને વધુ મોટું બનાવવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે નવા ફીચર્સ

લોગોને નવી રીતે રીડિઝાઇન કરવાની સાથે ગૂગલ દ્વારા જેમિની એપમાં કેટલાક નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ યુઝર્સમાં વિજેટ અપગ્રેડ કરવામાં આવ્યું છે જેમાં વીડિયો અને સ્ક્રીનશેર માટે શોર્ટકટ પણ છે. આ બદલાવ સીધો ફોન કરવા માટે અથવા તો હોમ સ્ક્રીનમાંથી સીધી સ્ક્રીન શેર કરવાનું વધુ સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ સાથે જ આઇફોન યુઝર્સને ન્યૂ કન્વર્સેશન સર્ચ ફીચર આપવામાં આવ્યું છે જેનાથી અગાઉની ચેટ્સને વધુ સરળતાથી શોધી શકાય છે.

આ પણ વાંચો: ગેલેક્સી યુઝર્સને મોબાઇલ અપડેટ કરવાની ફરજ પડાઈ, જાણો શું છે કારણ

નવા વર્ઝન વિશેની માહિતી

એન્ડ્રોઇડનું 1.0.776555963 નવું વર્ઝન હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળી રહ્યું છે. આઇફોન માટેનું 1.2025.2562103 વર્ઝન હાલમાં જ એપ સ્ટોર પર રજૂ કરવામાં આવ્યું છે. જોકે આઇફોનનું જે ફીચર છે એ હાલમાં એન્ડ્રોઇડ પર નથી. આ ફીચર હાલમાં વેબ અને આઇફોનમાં જ ઉપલબ્ધ છે. તેમ જ એન્ડ્રોઇડમાં જે શોર્ટકટ છે એ ફક્ત એન્ડ્રોઇડમાં જ છે.

Tags :