Science & Technology

Happy Birthday Google! 27મો જન્મદિવસ મનાવી રહ્યું છે ગૂગલ, આજે દુનિયામાં દબદબો

By GS TEAM
27 Sep 20252 mins read
TukuTouch Logo
દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાંની એક ગૂગલ 27 વર્ષની થઈ છે. 1998માં લૈરી પેજ અને સર્ગેઇ બ્રિન દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ગૂગલનું નામ પહેલાં બેકરબ હતું. એની શરૂઆત ખૂબ જ સરળ સર્ચ એન્જિન તરીકે થઈ હતી. જોકે એને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવે એ પહેલાં જ ફાઉન્ડર્સ દ્વારા એનું નામ બદલીને ગૂગલ કરી નાખવામાં આવ્યું હતું. આ સર્ચ એન્જિન આજે લોકો માટે ઇન્ટરનેટની ઓળખ બની ગયું છે. ડિજિટલ દુનિયામાં ગૂગલ આજે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયું છે. ગૂગલ સર્ચ, યુટ્યુબ, એન્ડ્રોઇડ, જીમેલ, મેપ્સ અને હવે જેમિની AI આપણાં દરેકના જીવનનો એક ભાગ બની રહ્યું છે. આ તમામ સર્વિસ ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Happy Birthday Google! 27મો જન્મદિવસ મનાવી રહ્યું છે ગૂગલ, આજે દુનિયામાં દબદબો

Google Turn 27: દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાંની એક ગૂગલ 27 વર્ષની થઈ છે. 1998માં લૈરી પેજ અને સર્ગેઇ બ્રિન દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ગૂગલનું નામ પહેલાં બેકરબ હતું. એની શરૂઆત ખૂબ જ સરળ સર્ચ એન્જિન તરીકે થઈ હતી. જોકે એને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવે એ પહેલાં જ ફાઉન્ડર્સ દ્વારા એનું નામ બદલીને ગૂગલ કરી નાખવામાં આવ્યું હતું. આ સર્ચ એન્જિન આજે લોકો માટે ઇન્ટરનેટની ઓળખ બની ગયું છે. ડિજિટલ દુનિયામાં ગૂગલ આજે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયું છે. ગૂગલ સર્ચ, યુટ્યુબ, એન્ડ્રોઇડ, જીમેલ, મેપ્સ અને હવે જેમિની AI આપણાં દરેકના જીવનનો એક ભાગ બની રહ્યું છે. આ તમામ સર્વિસ ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

ગૂગલના લોગોની સ્ટોરી છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ

ગૂગલના લોગોની સ્ટોરી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. મોટા ભાગની કંપનીઓના લોગો સિંગલ કલર અથવા તો બે કલરના જોવા મળ્યા હશે, પરંતુ ગૂગલે દરેક કરતાં અલગ જઈને તેના લોગોમાં ઘણાં બધા કલરનો સમાવેશ કર્યો હતો. ગૂગલના લોગોમાં લાલ, નિલો અને પીળો કલર હતો, પરંતુ એમાં વચ્ચે લીલા કલરના Lનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એ એટલા માટે હતું કે ગૂગલ એ દેખાડવા માગતું હતું કે તેઓ બાકીની કંપની કરતાં એકદમ અલગ રીતે વિચારે છે.

ગૂગલની શરૂઆત અમેરિકાના કેલિફોર્નિયાથી થઈ હતી. અહીં એક ગેરેજમાં સર્ચ એન્જિનને તૈયાર કરવામાં આવ્યું હતું. આ સર્ચ એન્જિન આજે દુનિયાભરના સર્ચ માર્કેટ પર રાજ કરે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટે દુનિયાને બદલી નાખી છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટની માર્કેટ વેલ્યુ 2.99 ટ્રિલિયન ડોલર છે.

લોકોના જીવનનો એક અંગ બની ગયું ગૂગલ

ઘણાં લોકો માટે ઇન્ટરનેટનો અર્થ ગૂગલ છે. કોઈ પણ વ્યક્તિને કોઈ માહિતીની જરૂર હોય તો તેઓ તરત જ બોલે છે “ગૂગલ કરી લો.” ગૂગલ કરવાનો અર્થ હવે ઇન્ટરનેટ પર સર્ચ કરવું બની ગયો છે. એનાથી એ જોવા મળે છે કે લોકોના દિમાગમાં ગૂગલની ઇમેજ કેટલી સ્ટ્રોંગ છે. આ જ કારણ છે કે સર્ચ એન્જિનના માર્કેટમાં ગૂગલને હજી સુધી કોઈ ટક્કર નથી આપી શક્યું.

આ પણ વાંચો: BSNLનું સ્વદેશી 4G નેટવર્ક લોન્ચ: સ્વદેશી ટેક્નોલોજી દ્વારા 97000થી વધુ નેટવર્ક કરવામાં આવ્યાં રજૂ

ભવિષ્ય હવે AIનું છે અને ગૂગલ એના પર પણ ખૂબ જ જોરશોરથી કામ કરી રહ્યું છે. OpenAI અને Perplexity જેવી કંપનીઓ ગૂગલને ભલે ચેલેન્જ આપી રહી હોય, પરંતુ ગૂગલનું જેમિની ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી ગયું છે. ગૂગલ દ્વારા તેની દરેક સર્વિસમાં AIનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેથી દરેક લોકોનું કામ સરળ બની જાય.