ગૂગલ ભારતમાં 526 અબજનું રોકાણ કરશે, એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર કરાશે
(IMAGE - IANS) |
Google to invest $6 billion in India: સરકારી સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ગૂગલ આંધ્રપ્રદેશમાં 1 ગીગાવોટ ડેટા સેન્ટર અને તેના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માટે $6 બિલિયન (લગભગ રૂ. 526.5 કરોડ)નું રોકાણ કરશે, જે ભારતમાં આલ્ફાબેટ યુનિટ દ્વારા આ પ્રકારનું પ્રથમ રોકાણ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ડેટા સેન્ટર વિશાખાપટ્ટનમમાં બનાવવાની તૈયારી થઈ રહી હોવાથી, કંપની નવીનીકરણીય ઉર્જા પર $2 બિલિયનનું રોકાણ કરશે, જે આ ડેટા સેન્ટરને પાવર આપશે.
એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર
ગૂગલનું એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ભારતમાં બનવા જઈ રહ્યું છે. ક્ષમતા અને રોકાણના કદની દ્રષ્ટિએ આ ડેટા સેન્ટર એશિયામાં સૌથી મોટું હશે. આ પ્રોજેક્ટ સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં તેના ડેટા સેન્ટર પોર્ટફોલિયોના અબજો ડોલરના વિસ્તરણનો એક ભાગ છે.
અગાઉ એપ્રિલમાં, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં, તેઓ આ વર્ષે ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે આશરે $75 બિલિયન (અબજ ડોલર) ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે. જોકે, કંપનીએ ભારતમાં રોકાણ અંગેની માહિતી પર કોઈ ટિપ્પણી કરી નથી. આંધ્રપ્રદેશ સરકારે પણ આ બાબતે કોઈ માહિતી આપી નથી.
આ રોકાણ શા માટે મહત્ત્વપૂર્ણ છે?
જો ગુગલ ભારતમાં આ રોકાણ કરે છે, તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પ્રત્યે આક્રમક વલણ જાળવી રહ્યા છે. તેમજ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતીય એન્જિનિયરને નોકરી પર ન રાખવા કહ્યું હતું. આ ઉપરાંત, ટ્રમ્પ સતત અમેરિકામાં રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પૃથ્વીનો સચોટ નકશો બનાવવા નિસાર સેટેલાઇટ તરતો મૂકાયો
ટ્રમ્પે એપલને પણ ધમકી આપી છે. એપલે તાજેતરમાં ભારતમાં તેનું ઉત્પાદન વધાર્યું છે. બ્રાન્ડ હવે અહીં તેના લેટેસ્ટ આઇફોનનું ઉત્પાદન કરી રહી છે. એવામાં એપલને પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.