એન્ડ્રોઇડમાં એક બટન દબાવતા સિક્યોર થઈ જશે મોબાઇલ, હેક કરવામાં પરસેવો છૂટી જશે હેકર્સનો
Android New Advence Protection Feature: એન્ડ્રોઇડ યુઝર્સને એડવાન્સ પ્રોટેક્શન મોડ નામનું એક ગજબનું ફીચર આપવામાં આવી રહ્યું છે. ગૂગલ હવે એન્ડ્રોઇડ 16 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમની સાથે ગૂગલ યુઝર્સને નવું ફીચર આપશે અને એ માટે એક સ્પેશ્યલ બટન પણ આપવામાં આવશે. આ બટન પર ક્લિક કરતાની સાથે જ એડવાન્સ પ્રોટેક્શન મોડ ઓન થઈ જશે અને હેકર્સ મોબાઇલ હેક પણ નહીં કરી શકે.
સેફ્ટીની જરૂર
સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિની જીવનજરૂરિયાતનું સાધન બની ગયું છે. વ્યક્તિની ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની દરેક વસ્તુ, સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની દરેક પ્રવૃત્તિ, ઓફિસથી લઈને પર્સનલ સુધીની દરેક બાબતો અને બેન્કની માહિતી—બધી જ માહિતી મોબાઇલમાં રહે છે. હેકર્સ મોબાઇલને અલગ-અલગ રીતે હેક કરવાની કોશિશ કરી રહ્યા છે, જેના કારણે યુઝર્સને હેકિંગ અને સાઇબર અટેકથી બચાવવા વધુ સેફ્ટી આપવાની જરૂર પડી રહી છે. એજ કારણથી એન્ડ્રોઇડ એડવાન્સ પ્રોટેક્શન મોડ લોન્ચ કરી રહ્યું છે.
કયા ફોનમાં આ ફીચર જોવા મળશે?
હાલમાં ગૂગલ પિક્સેલ 9 એન્ડ્રોઇડ 16નું બીટા વર્ઝન 4 ચલાવી રહ્યું છે. આ બીટા વર્ઝન અમુક યુઝર્સ પાસેથી ઓપરેટિંગ સિસ્ટમમાં શી ઘાટો છે તે જાણવા માટે લોન્ચ કરવામાં આવે છે. એન્ડ્રોઇડ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે બીટા વર્ઝનમાં એડવાન્સ પ્રોટેક્શન મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઓપ્શન સેટિંગ્સમાં સરळ રીતે દેખાશે જેથી એને શોધવા માટે અંદર સુધી જવાની જરૂર નહીં રહે.
![]() |
Android Authority |
શું છે એડવાન્સ પ્રોટેક્શન મોડ?
એડવાન્સ પ્રોટેક્શન મોડ એક એવું ફીચર છે જેનાથી હેકર્સ માટે મોબાઇલ હેક કરવો માથાનો દુખાવો બની જશે.
- 2G નેટવર્ક બંધ થઈ જશે.
- WEP Wi-Fi પણ ડિસકનેક્ટ થઈ જશે, હેકર્સ મોટાભાગે અહીંથી પ્રવેશ કરે છે.
- પ્લે સ્ટોરની બહારથી જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે, તે અટકાવાશે.
સ્કેમ થતાં અટકશે
વોટ્સએપ પર હાલમાં ઘણી સ્કેમ્સ થાય છે. મેસેજ દ્વારા એપ્લિકેશન મોકલવામાં આવે છે અથવા લિંક શૅર થાય છે, જે ક્લિક કરતાની સાથે ઇન્સ્ટોલ થઈ જાય છે. અને મોબાઇલ હેક થઈ જાય છે. આ ફીચર સાઇલોડિંગ અટકાવશે, એટલે કે આ રીતે કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં થઈ શકે. એ સિવાય, સ્પેમ કોલ અને મેસેજ પણ ઓટોમેટિક બ્લોક થશે.
બેન્કિંગ એપ્સને પણ પ્રોટેક્શન મળશે
એન્ડ્રોઇડ દ્વારા આ ફીચરનું API એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે બેન્કિંગ અને પેમેન્ટ્સ એપ્લિકેશન્સ એની સાથે સરળતાથી ઇન્ટીગ્રેટ થઈ શકશે. આ ઇન્ટીગ્રેશન બેન્કિંગ અને પેમેન્ટ એપ્સ માટે વિશેષ સુરક્ષા આપશે. ગૂગલ 2024ની ઓક્ટોબરથી આ ફીચર પર કામ કરી રહ્યું છે, અને ટૂંક સમયમાં આ લોન્ચ થશે.