Get The App

આઇફોન કરતાં એન્ડ્રોઇડ સિસ્ટમ સારી, દર મહિને 10 બિલિયન સ્કેમ અટકાવતી હોવાનો ગૂગલનો દાવો

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન કરતાં એન્ડ્રોઇડ સિસ્ટમ સારી, દર મહિને 10 બિલિયન સ્કેમ અટકાવતી હોવાનો ગૂગલનો દાવો 1 - image


Android Best In Protection From Scam: ગૂગલ દ્વારા હાલમાં જ એક ખૂબ જ મોટો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે ટૅક્નોલૉજી ઇન્ડસ્ટ્રીમાં એ ચર્ચાનો વિષય બન્યો છે. ગૂગલે કહ્યું છે કે એન્ડ્રોઇડ ફોન ખાસ કરીને ગૂગલના પિક્સેલ ફોન કોલ અને મેસેજ દ્વારા કરવામાં આવતાં સ્કેમને આઇફોન કરતાં વધુ સારી રીતે બ્લોક કરી શકે છે. આ માટે ગૂગલે તેની AI સિક્યોરિટી ફીચરને ક્રેડિટ આપી છે. આ સિસ્ટમ દ્વારા ગૂગલ દર મહિને અંદાજે 10 બિલિયનથી વધુ કોમ્યુનિકેશન સ્કેમને અટકાવે છે.

AIની મદદથી કામ કરે છે એન્ડ્રોઇડ સ્કેમ ડિફેન્સ

ગૂગલ દ્વારા તેના બ્લોગ પોસ્ટમાં એક સર્વેના ડેટા પણ રજૂ કર્યા છે. આ પોસ્ટમાં ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડની સિક્યોરિટી સિસ્ટમમાં ઘણાં બધા AIની મદદ લેયરનો સમાવેશ કરવામાં આવે છે. એની મદદથી AI રિયલ ટાઇમમાં સ્કેમને અટકાવે છે. શંકાસ્પદ નંબર પરથી આવતાં કોલને સ્ક્રીન કરે છે અને ફિલ્ટર કરી એને આવતાં અટકાવે છે. ટેક્સ્ટ મેસેજ દ્વારા કરવામાં આવતાં સ્કેમને પણ આ AI અટકાવે છે. યુઝરની સાથે ફિશિંગ સ્કેમ થઈ રહ્યો હોય તો એ માટે રિયલ-ટાઇમમાં એ વિશે જણાવશે. ગૂગલનું કહેવું છે કે આ ટૂલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે યુઝર સુધી કોઈ સ્કેમ પહોંચે એ પહેલાં જ એ અટેકને દૂર કરવામાં આવે છે. એપલની સ્ક્રીન અનનોન કોલર્સ ફીચર કરતાં આ ફીચર ખૂબ જ સારી રીતે કામ કરે છે એવો ગૂગલનો દાવો છે.

સર્વે અને રિસર્ચ ડેટા શું કહે છે?

YouGov દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં અમેરિકા, ઇન્ડિયા અને બ્રાઝિલના કુલ 5000 સ્માર્ટફોન યુઝર્સ પર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે એપલના આઇફોન કરતાં એન્ડ્રોઇડ પર ખૂબ જ ઓછા સ્કેમ માટેના ટેક્સ્ટ અને ફોન આવે છે. સૌથી સારું પ્રોટેક્શન ગૂગલના પિક્સેલ ફોન આપી રહ્યાં છે. એમાં આ પ્રકારના ફોનમાં મેસેજ નહીંવત આવે છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અને લેવિએથન સિક્યોરિટી ગ્રૂપ દ્વારા પણ એક અલગથી સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં પણ ગૂગલ જે દાવો કરી રહ્યું છે એ ખરું સાબિત થયું હતું. ગૂગલ એન્ડ્રોઇડનું રિયલ-ટાઇમ સ્કેમ ડિટેક્શન આઇફોન કરતાં ખૂબ જ સારી રીતે કામ કરતું હોવાનું જાણવા મળ્યું હતું.

AI વર્સસ AI

ગૂગલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સ્કેમ કરનાર પણ હવે AIનો ઉપયોગ કરી રહ્યા છે. આથી તેઓ ખૂબ જ ચોક્કસ મેસેજ બનાવી રહ્યા છે. આ મેસેજને કારણે તેમને AIની મદદથી પણ અટકાવવામાં મુશ્કેલી આવી રહી છે. AIના કારણે હવે મોબાઇલની સિક્યોરિટીમાં ખૂબ જ હરિફાઈ જોવા મળી રહી છે. સ્કેમ કરનાર પહેલાં જે-તે પ્લેટફોર્મ દ્વારા તેમની સિક્યોરિટીમાં સતત વધારો કરવો પડી રહ્યો છે. ગૂગલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમનું AI લર્નિંગ ટૂલ છે. આથી એ સમયની સાથે આ પ્રકારના અટેકને વધુ ઓળખતું જશે અને વધુ સારી રીતે પ્રોટેક્ટ કરશે.

આ પણ વાંચો: વોટ્સએપ દ્વારા લોન્ચ કરાઈ આઇ વોચ માટે ખાસ એપ, હવે વોચથી જ કરી શકાશે મેસેજ

યુઝર્સ માટે સારા સમાચાર

પિક્સેલ 10 અને ગેલેક્સી ફોલ્ડ 7 જેવા યુઝર્સે હવે પ્રોટેક્શન માટે કોઈ થર્ડપાર્ટી ઍપ્લિકેશન પર નિર્ભર રહેવાની જરૂર નથી. તેમના મોબાઇલમાં પહેલેથી જ ઍડ્વાન્સ સિક્યોરિટી ફીચર છે. ગૂગલ આ મોબાઇલ સિવાય પણ તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે AI આધારિત ડિફેન્સ સિસ્ટમ લાવી રહી છે જેના કારણે એ દરેક યુઝર્સ માટે ખૂબ જ અસરકારક બનશે.

Tags :