બોટ એકાઉન્ટ સામે લડત: Xના નવા વિશ્વાસપાત્ર ફીચર વિશે જાણો...

Elon Musk X New Feature: ઇલોન મસ્કનું સોશિયલ મીડિયા X હવે બોટ એકાઉન્ટ સામે લડવા માટે નવું ફીચર લઈને આવી રહ્યું છે. આ માટે તેમણે ‘અબાઉટ ધીસ એકાઉન્ટ’ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝરને અન્ય યુઝરની પ્રોફાઇલ વિશેની માહિતી જેમ કે લોકેશન, કેટલીવાર યુઝરનામ બદલવામાં આવ્યું છે, એકાઉન્ટ_join કરવાની ડેટ અને X એપ કેવી રીતે ડાઉનલોડ કરી છે એ વિશેની માહિતી આપશે.
યુઝરમાં વિશ્વાસ બનાવવા માટે બનાવ્યું ફીચર
Xની હેડ ઓફ પ્રોડક્ટ નિકિતા બીયર દ્વારા ઓક્ટોબરમાં સૌથી પહેલી વાર ‘અબાઉટ ધીસ એકાઉન્ટ’ ફીચર વિશે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કંપની સૌથી પહેલાં પોતાના અને અન્ય કર્મચારીઓની માહિતી જાહેર કરીને આ ફીચરને ટેસ્ટ કરશે. આ પાછળનો ઉદ્દેશ યુઝરમાં વિશ્વાસ ઊભો કરવાનો છે. આ માહિતી દ્વારા યુઝરને વિશ્વાસ થશે કે તેઓ જે એકાઉન્ટ સાથે વાત કરી રહ્યાં છે એ વિશ્વાસપાત્ર છે કે નહીં. જો કોઈ બોટ ખોટા નામથી ખોટી માહિતી ફેલાવી રહ્યું હોય તો પણ યુઝરને એ વિશે માહિતી મળી જશે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ ફીચરનો ઉપયોગ વેબ અથવા તો એપ્લિકેશન પર કરવા માટે યુઝરે જે-તે યુઝરમાં જઈને તેમની પ્રોફાઇલ પર એકાઉન્ટ ખોલવાની જે તારીખ આપી હોય એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરતાં જ યુઝરે ક્યારે પ્લેટફોર્મ_join કર્યું છે અને એ એકાઉન્ટ ક્યાનું છેથી લઈને કેટલી વાર નામ બદલવામાં આવ્યું છે દરેક માહિતી આપવામાં આવશે. છેલ્લું નામ ક્યારે બદલવામાં આવ્યું એ પણ જણાવવામાં આવશે. એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી કનેક્ટ થયા હતા એ પણ દેખાડવામાં આવશે.
યુઝર પાસે હશે કસ્ટમાઈઝ વિકલ્પ
આ માટે X દ્વારા યુઝરને એક વિકલ્પ પણ આપવામાં આવશે. આ વિકલ્પ કસ્ટમાઈઝેશનનો હશે. એના દ્વારા યુઝર નક્કી કરી શકશે કે તેમણે પોતાનો દેશ દેખાડવો છે કે જિયોગ્રાફિકલ લોકેશન. આ પહેલાં દરેક દેશ માટે નહોતું, પરંતુ હવે એને દરેક દેશના યુઝર માટે આપવામાં આવ્યું છે. અમેરિકાના યુઝર પણ હવે દેશ અથવા કોન્ટિનેન્ટને પસંદ કરી શકશે. આ પ્લેટફોર્મ દ્વારા કોઈ યુઝર VPNનો ઉપયોગ કરતાં હશે તો પણ એ જણાવી દેશે.

