Google Search 2025 in India: ગૂગલ દ્વારા હાલમાં જ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 2025માં ભારત દ્વારા શું સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. એમાં ક્રિકેટ, કલ્ચર, ટૅક્નોલૉજી અને બોલીવૂડ જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. IPLથી લઈને AI ટૂલ, મહા કુંભથી લઈને સેલિબ્રિટી ન્યૂઝ વગેરે જેવી બાબતોને વર્ષ દરમ્યાન ખૂબ જ સર્ચ કરવામાં આવી હતી. આ તમામ સર્ચ વિશે ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ભારતમાં 2025માં શું સૌથી વધુ સર્ચ થયું?
દર વર્ષે ડિસેમ્બરમાં ગૂગલ દ્વારા ‘યર ઇન સર્ચ’ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. આ રિપોર્ટમાં દુનિયાભરના લોકો શું સર્ચ કરે છે એ રજૂ કરવામાં આવે છે. દરેક દેશના લોકો અલગ-અલગ સર્ચ કરે છે. ભારત માટે પણ અલગથી આ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટમાં દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
સૌથી વધુ સર્ચ થયું ક્રિકેટ
ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને એ ફરી એક વાર સાબિત થયું છે. આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ ક્રિકેટ વિશે સર્ચ કરવામાં આવ્યું હતું. એમાં IPL, વુમન ક્રિકેટ વર્લ્ડ કપ, તેમ જ ખેલાડીઓ વિશે જેમાં જેમિમા રોડ્રિગ્સ, વૈભવ સુર્યવંશી, વિરાટ કોહલી અને રોહિત શર્મા વગેરેનો સમાવેશ થાય છે. આથી 2025માં ક્રિકેટ ટ્રેન્ડિંગમાં રહ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્માની રિટાયરમેન્ટ પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. હજી પણ સાઉથ આફ્રિકાની સિરીઝ વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે.
ફિલ્મો અને મ્યુઝિક
બોલીવૂડમાં આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં અને ટ્રેન્ડમાં કોઈ ફિલ્મ રહી હોય તો એ ‘સૈયારા’ છે. આ સાથે જ એમાં કામ કરનાર અહાન પાંડે અને અનીત પડ્ડા વિશે પણ ખૂબ જ સર્ચ કરવામાં આવ્યું છે. ‘કાંતારા’નો બીજો પાર્ટ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. ધર્મેન્દ્રનું મૃત્યુ તેમ જ પોપ-સોંગ ‘કાંટા લગા’માં જોવા મળેલી શેફાલી જરીવાલાનું પણ મૃત્યુ ટોપ ટેન સર્ચમાં હતું. આ વર્ષના સૌથી લોકપ્રિય સોંગનું ટાઇટલ ‘સૈયારા’ ટાઇટલ ટ્રેકને મળ્યું હતું.
ટૅક્નોલૉજી અને AI
ગૂગલ સર્ચમાં ટૅક્નોલૉજી પણ ચર્ચામાં રહ્યું છે. ટોપ ટ્રેન્ડિંગ સર્ચમાં બીજા ક્રમે ગૂગલ જેમિનીનો સમાવેશ થાય છે. AI આધારિત મીમ માટે લોકોએ નાનો બનાનાનો પણ ખૂબ જ ઉપયોગ કર્યો છે અને એ માટે પણ જેમિની ચર્ચામાં હતું. રિયલ-ટાઇમ સેફ્ટી ઇન્ફોર્મેશન માટે જેમકે ‘એર ક્વોલિટી નીયર મી’ અને ‘અર્થક્વેક નીયર મી’ માટે પણ લોકોએ ગૂગલનો સહારો લીધો છે.
મહાકુંભ પણ ચર્ચામાં
ફિલ્મો, મ્યુઝિક, ક્રિકેટ અને ટૅક્નોલૉજીની વચ્ચે મહાકુંભ પણ ચર્ચાનો વિષય રહ્યું હતું. કિલોમીટરની દૃષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ અંદાજે 300 કિમી કુંભમેળા દરમ્યાન થયો હતો. સમયની દૃષ્ટિએ સૌથી લાંબો ટ્રાફિક જામ ચીનમાં હતો. કુંભમેળાની સાથે થેકુઆ અને મોદકની રેસિપી પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. દુનિયાભરના લોકોએ એને સર્ચ કરી હતી. યોર્કશાયર પુડિંગ વિશે પણ ભારતમાં સર્ચ કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયાને કારણે સર્ચ કર્યું
હલ્દી વોટર ચેલેન્જ, ’67 મીમ’ અને અર્જુન કપૂર-વિશાલ મેગા માર્ટ મૂમેન્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી છે. રણવીર અહલાબાદિયાની કન્ટ્રોવર્સી પણ ખૂબ જ મોટી ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. રણવીરની સાથે સમય રૈના અને રેબલ કિડ પણ ચર્ચામાં હતા.
આ પણ વાંચો: OpenAIએ ચેટજીપીટીમાં સમાવી કન્ફેશન સિસ્ટમ, ખરાબ વર્તન કરશે તો સ્વીકારશે
આ ટ્રેન્ડિંગમાં શું જાણવા મળ્યું?
ભારતીયો માટે ક્રિકેટ અને બોલીવૂડથી મોટું કોઈ વાત નથી એ ગૂગલના યર લિસ્ટમાં જોવા મળે છે. આ લિસ્ટમાં એ પણ જોવા મળ્યું કે હવે AI કેવી રીતે ભારતીયોના જીવનનો એક ભાગ બની રહ્યું છે. ફેસ્ટિવલ અને ફૂડ ભારતીય કલ્ચરને હજી પણ જીવંત રાખી રહ્યું છે. સેલિબ્રિટીને લઈને હજી પણ ભારતીયો ખૂબ જ સેન્સિટિવ છે. ટૂંકમાં ગૂગલના આ લિસ્ટમાં લોકોને હસતાં, રડતાં, સેલિબ્રેટ કરતાં અને દુખી થતી હોય એવી દરેક ઇવેન્ટ વિશે જાણવા મળશે.


