ગૂગલ મેપ્સનો નવો પાવર સેવિંગ મોડ: લાંબા પ્રવાસમાં કલાકો ચાલે એટલી મોબાઇલ બેટરી બચશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google Maps Power Saving Mode: ગૂગલ મેપ્સ દ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર છે પાવર સેવિંગ મોડ. મોબાઇલમાં પાવર સેવિંગ મોડ આવે છે, પરંતુ હવે ગૂગલ મેપ્સમાં પણ એક પાવર સેવિંગ મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરને ધીમે ધીમે દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. લૉંગ ડ્રાઇવ દરમ્યાન આ ફીચર કલાકો સુધીની મોબાઇલની બેટરી બચાવશે. હાલમાં લાંબા પ્રવાસે ગયા હોય તો એક મોબાઇલ કેબલ સાથે કનેક્ટ કરીને મેપ માટે રાખવો પડે છે. જોકે આ ફીચર દ્વારા હવે એનાથી રાહત મળશે.
કેવી રીતે કામ કરશે પાવર સેવિંગ મોડ?
આ નવું ફીચર ઓલવેઝ-ઓન-ડિસ્પ્લે મોડમાં કામ કરશે. આથી ગૂગલને ફુલ સ્ક્રીનમાં ઓલવેઝ-ઓન-ડિસ્પ્લે મોડમાં ચાલુ કરવું. ત્યાર બાદ એ મોબાઇલની બ્રાઇટનેસને ઓછી કરી નાખશે. તેમ જ એનિમેશન અને કલરને કાઢી નાખશે અને એને મોનોક્રોમ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ સિમ્પલ ઇન્ટરફેસમાં દેખાડશે. આ મોડમાં ફક્ત મહત્ત્વની માહિતી જેમ કે આગામી ટર્ન, પહોંચવાનો સમય, ટ્રાફિકમાંથી નીકળવા માટે લાગતો સમય, રોડ અને સ્ટ્રીટ નામ દેખાશે. એ સિવાયની તમામ માહિતી કાઢી નાખશે. મેપમાં રોડની આજુબાજુની તમામ વિગત જોવા નહીં મળે.
કેવી રીતે એક્ટિવેટ કરશો?
પાવર સેવિંગ મોડને એક્ટિવેટ કરવા માટે ફક્ત પાવર બટન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ એ સીધું ચાલુ થઈ જશે. આ બટન પર ક્લિક કરતાં જ મોબાઇલ લો-પાવર મોડ પર જતી રહેશે. આથી જેટલી જરૂરી માહિતી હોય એટલી જ ઉપયોગ થતાં ઘણી બેટરીનો બચાવ થશે. ગૂગલનો દાવો છે કે લાંબી ટૂર આ ફીચરને કારણે ચાર કલાક સુધીની બેટરીનો બચાવ કરી શકાય છે. રોડ ટ્રિપ દરમ્યાન મેપ પર નિર્ભર રહેતાં લોકો માટે આ ફીચર ખૂબ જ કામનું છે.
આ પણ વાંચો: આઇફોનના ભાવમાં થઈ શકે છે વધારો: આઇફોન 17ની કિંમતમાં ₹7000 વધવાની શક્યતા
કોણ કરી શકશે ઉપયોગ?
ગૂગલ દ્વારા આ ફીચર હાલમાં પિક્સેલ 10 યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. પિક્સેલ 10માં આ ફીચર પહેલેથી એનેબલ હોય છે. જો યુઝરને કલરફુલ અને ફુલ નેવિગેશન વ્યૂ જોઈતો હોય તો આ પાવર મોડને બંધ કરી શકે છે. એ માટે ગૂગલ મેપ્સના સેટિંગ્સમાં જઈને એને બંધ કરી શકાય છે.




