Science & Technology

આઇફોનના ભાવમાં થઈ શકે છે વધારો: આઇફોન 17ની કિંમતમાં ₹7000 વધવાની શક્યતા

By GS Team
27 Nov 20252 mins read
TukuTouch Logo
એપલ દ્વારા બહુ જલ્દી ભારતમાં આઇફોન 17ની કિંમતમાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે. આ કિંમત આઇફોનની ડિમાન્ડ અને એની સપ્લાય ચેન વચ્ચેના તફાવતને કારણે ભાવ વધારવામાં આવશે એવી ચર્ચા છે. આથી એપલ હવે આઇફોન 17ની કિંમતમાં અંદાજે ₹7000 રૂપિયાનો વધારો કરવાનું વિચારી રહ્યું છે. આથી આઇફોન 17 256 GBની કિંમત ₹89,900 અને 512 GBની કિંમત ₹1,09,900 થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઇફોનના ભાવમાં થઈ શકે છે વધારો: આઇફોન 17ની કિંમતમાં ₹7000 વધવાની શક્યતા

iPhone Price Hike: એપલ દ્વારા બહુ જલ્દી ભારતમાં આઇફોન 17ની કિંમતમાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે. આ કિંમત આઇફોનની ડિમાન્ડ અને એની સપ્લાય ચેન વચ્ચેના તફાવતને કારણે ભાવ વધારવામાં આવશે એવી ચર્ચા છે. આથી એપલ હવે આઇફોન 17ની કિંમતમાં અંદાજે ₹7000 રૂપિયાનો વધારો કરવાનું વિચારી રહ્યું છે. આથી આઇફોન 17 256 GBની કિંમત ₹89,900 અને 512 GBની કિંમત ₹1,09,900 થઈ જશે.

બેંક ઓફર આપવામાં આવશે?

એપલ દ્વારા કિંમત વધારવામાં આવી રહી છે, પરંતુ એ માટે એપલ હવે અન્ય બેંક સાથે મળી ઓફર વિશે પણ ચર્ચા કરી રહ્યું છે. સેલ દરમિયાન બેંક દ્વારા વધુ ઓફર આપવામાં આવે એવી કોશિશ કરવામાં આવી રહી છે જેથી વધેલી કિંમતની સામે બેંક ઓફર મળી રહે. એપલ પાસે હાલમાં આઇફોન 17નો સ્ટોક ખૂબ જ ઓછો છે. જોકે એપલ દ્વારા એ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે સ્ટોક ઓછો હોવાથી ભાવ વધી રહ્યા છે કે પછી પાર્ટ્સના ભાવ વધ્યા હોવાથી કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

દુનિયાભરમાં છે ચિપની અછત

એપલ માટે જ નહીં, પરંતુ દુનિયાભરમાં હાલમાં ચિપની ખૂબ જ અછત છે. આ અછતને કારણે મેમરી ચિપની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. મોબાઇલ અને કોમ્પ્યુટરમાં ઉપયોગમાં આવતી DRAMsની પણ અછત વર્તાઈ રહી છે. આ અછતને કારણે ચિપમાં 20થી 50 ટકાનો વધારો નોંધાયો છે. સેમસંગ દ્વારા ચિપની કિંમતમાં 60 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એના કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં પાર્ટ્સની કિંમતમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: ઇન્ડિયા, જપાન અને અમેરિકા મળીને એલિયન લાઇફ શોધશે, જાણો કેવી રીતે અંતરિક્ષમાં કરવામાં આવશે મિશન…

કિંમતની અસર દરેક કંપની પર

આ ચિપની કિંમતમાં વધારો થતાં દરેક કંપનીના મોબાઇલ પર એની અસર જોવા મળી છે. ભારતમાં હાલમાં જ વનપ્લસ 15 લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત ₹72,999 છે. વનપ્લસના આ ફ્લેગશિપ મોબાઇલના અગાઉના વર્ઝનને ₹69,999માં લોન્ચ કરવામાં આવ્યું હતું. iQOO 15ને ₹72,999માં લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે એના અગાઉના વર્ઝનને ₹54,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. iQOO કંપનીના મોબાઇલની કિંમતમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એટલે કે આ કિંમત દરેક કંપનીના મોબાઇલ પર વધી રહી છે.