Get The App

લોકેશન સેવ કરવુ બન્યુ સરળ: ગૂગલ મેપ્સ હવે આઇફોનના સ્ક્રીનશોટને સ્કેન કરી શકશે

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
લોકેશન સેવ કરવુ બન્યુ સરળ: ગૂગલ મેપ્સ હવે આઇફોનના સ્ક્રીનશોટને સ્કેન કરી શકશે 1 - image


Google Maps New Feature For iPhone: ગૂગલ મેપ્સ દ્વારા હાલમાં નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આઇફોન યુઝર્સ માટે જ છે. આ ફીચરની મદદથી આઇફોન યુઝર્સના સ્ક્રીનશોટને ગૂગલ મેપ્સ સ્કેન કરી શકશે અને લોકેશન મેપ્સની અંદર જ સેવ પણ કરી દેશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા માટે આ ફીચર ખૂબ જ મહત્ત્વનું છે. કોઈ સારી જગ્યા અથવા રેસ્ટોરાંનો ફોટો સોશિયલ મીડિયા પર જોયો હોય, અને સ્ક્રીનશોટ લઈ લીધા બાદ એ જગ્યા શોધવા માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ બની જશે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

ગૂગલ મેપ્સમાં જેમિની AIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી આઇફોનમાં જે પણ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો હોય, એને મેપ્સમાં અપલોડ કરવામાં આવતાં, જેમિની દ્વારા એને એનલાઇઝ કરવામાં આવશે. ત્યાં બાદ એ જગ્યાને શોધી, ગૂગલ મેપ્સમાં એને સેવ પણ કરી દેવામાં આવશે, જેથી યુઝરે જ્યારે એને શોધવું હોય, ત્યારે એ શોધી શકે. પહેલા આ જગ્યા શોધવા માટે યુઝર્સે મેન્યુઅલી સર્ચ કરવું પડતું હતું, ત્યાર બાદ લોકેશનનું નામ દાખલ કરવું પડતું હતું, જેથી ડિરેક્શન મળી શકે. જોકે હવે AIની મદદથી આ તમામ કામ ગૂગલ મેપ્સ દ્વારા કરી લેવામાં આવશે.

લોકેશન સેવ કરવુ બન્યુ સરળ: ગૂગલ મેપ્સ હવે આઇફોનના સ્ક્રીનશોટને સ્કેન કરી શકશે 2 - image

આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરના આઇફોનમાં લેટેસ્ટ વર્ઝનનું ગૂગલ મેપ્સ હોવું જરૂરી છે. ત્યાં બાદ ગૂગલ મેપ્સ ઓપન કરવું અને ત્યાર બાદ ‘યૂ’ ટેબમાં જવું. ત્યાં બાદ ત્યાં પ્રાઇવેટ લિસ્ટ જોવા મળશે, જેનું નામ સ્ક્રીનશોટ છે. એના પર ક્લિક કરતાંની સાથે જ ગૂગલ દ્વારા આ ફીચરનો ઉપયોગ કેમ કરવો એનો ડેમો દેખાડવામાં આવશે. જો સ્ક્રીનશોટ પર નામ અને સરનામું હશે, તો એને અપલોડ કરી દેવું, જેથી એ જગ્યા ઓટોમેટિક સેવ થઈ જશે. જો આ સ્ક્રીનશોટ લિસ્ટ જોવા ન મળે, એનો મતલબ એ છે, કે ગૂગલ દ્વારા હજી એ યુઝર માટે આ સર્વિસ શરૂ કરવામાં નથી આવી. ગૂગલ દ્વારા હજી એની જાહેરાત કરવામાં આવી છે, અને ધીમે ધીમે દરેક યુઝર્સ સુધી એ પહોંચી જશે.

આ પણ વાંચો: સફારીમાં AIનો સમાવેશ: એપલના આ પગલાંને કારણે ગૂગલ ચિંતામાં

લોકેશન માટેનું લિસ્ટ

એક વાર ફોટો અપલોડ થઈ ગયા બાદ, ગૂગલ મેપ્સ પોતે જ લોકેશન શોધશે, અને એ અનુસાર જગ્યાને સેવ કરી દેશે. યુઝરને રીવ્યુ ઓપ્શન પણ પૂછશે, જેથી સેવ કરવું છે કે નહીં, એનો અંતિમ નિર્ણય યુઝર લઈ શકે. આ સાથે જ ગૂગલ મેપ્સ દ્વારા ઓટો સ્કેન ફીચર પણ આપવામાં આવ્યું છે. આ દ્વારા ગૂગલ મેપ્સ યુઝરની ગેલેરીને સ્કેન કરશે, અને એમાં જેટલા પણ સ્ક્રીનશોટ હશે, એને સ્કેન કરશે. આ તમામને રીવ્યુ ઇન્ટરફેસમાં દેખાડવામાં આવશે, જેથી યુઝર નક્કી કરી શકે કે કઈ લોકેશન સેવ કરવી અને કઈ નહીં.

Tags :