Get The App

સફારીમાં AIનો સમાવેશ: એપલના આ પગલાંને કારણે ગૂગલ ચિંતામાં

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
સફારીમાં AIનો સમાવેશ: એપલના આ પગલાંને કારણે ગૂગલ ચિંતામાં 1 - image


Apple Will Integrate AI in Safari: એપલ દ્વારા હવે સફારી વેબ બ્રાઉઝરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ગૂગલ પર સીધી અસર થઈ શકે છે. સર્ચ એન્જિન ક્ષેત્રમાં ગૂગલની પકડ સઘન છે, અને તે લાખો-કરોડો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. જો સફારીમાં AIનો સમાવેશ થાય, તો આઇફોન યુઝર્સ તેનું વધારે પ્રમાણમાં ઉપયોગ કરશે, જે ગૂગલ માટે પડકારજનક બની શકે છે.

એપલના સર્વિસ ચીફ દ્વારા જાહેર કરાયેલી માહિતી

ગૂગલ હાલમાં અમેરિકા માં એન્ટી-ટ્રસ્ટ કેસ નો સામનો કરી રહ્યું છે, જેમાં વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવી રહ્યા છે. આ ટ્રાયલમાં એપલના સર્વિસ ચીફ એડી ક્યુ પણ હાજર રહ્યા, જ્યાં તેમણે જણાવ્યું કે "યુઝર્સ હવે સર્ચ માટે AI નો ઉપયોગ કરી રહ્યા છે, જેનાં કારણે સફારીના યૂઝર્સમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે."

આ પરિસ્થિતિ જોઈને એપલ દ્વારા સફારીમાં AIને સંકલિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ગૂગલ માટે નવો પડકાર ઉભો કરી શકે. ચેટજીપીટી, ડીપસીક, અને ગ્રોક સામે જેમિની AI ટકી રહ્યું છે, પરંતુ હવે એપલ પણ આ સ્પર્ધામાં ઉતરવા જઈ રહ્યું છે.

ગૂગલ-એપલ ડીલ પર અસર

ગૂગલ દર વર્ષે એપલને આશરે 20 બિલિયન અમેરિકન ડોલર ચૂકવે છે, જેથી સફારીમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલ જ રહેશે. આ ડીલ યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી હેઠળ છે, કારણ કે તે સર્ચ માર્કેટમાં મોનોપોલીની સ્થિતિ પેદા કરે છે.

એનાલિસિસ મુજબ, જો આ ડીલ તૂટી જાય, તો ગૂગલના રેવેન્યુ અને માર્કેટ પોઝિશન પર મોટી અસર થઈ શકે. હાલ ગૂગલ અને એપલ મળીને સર્ચ એડ્વર્ટાઈઝમેન્ટ માર્કેટના 90% હિસ્સાને નિયંત્રિત કરે છે, એટલે જો આ ડીલ તૂટી, તો એડ્વર્ટાઈઝમેન્ટ ઉદ્યોગ પર મોટી અસર પડશે.

સફારીમાં AIનો સમાવેશ: એપલના આ પગલાંને કારણે ગૂગલ ચિંતામાં 2 - image

ગૂગલના શેરમાં ઘટાડો

એપલના AIને સાથે જોડવાના સમાચાર આવ્યા બાદ, ગૂગલની પેરન્ટ કંપની 'આલ્ફાબેટ'ના શેર 7% ઘટી ગયા, જે સર્ચ ઉદ્યોગ માટે ચિંતાજનક સંકેત છે. બીજી તરફ, ગૂગલ દાવો કરે છે કે તેનું ઓવરઓલ સર્ચ વધુ મજબૂત થશે અને તેમાં એપલ ડિવાઈસ અને પ્લેટફોર્મનો પણ સમાવેશ થશે.

આ પણ વાંચો: સેટેલાઇટથી ચાલશે હવે ઇન્ટરનેટ, ઇલોન મસ્કની સ્ટારલિંકને મળી સરકારની મંજૂરી

એપલની AI સામે ગૂગલના પ્રતિસાદ

એપલ દ્વારા સફારીમાં AIનો સમાવેશ કરવાના પગલાને જોઈને, ગૂગલ દ્વારા પણ નવી સર્ચ ટેકનિક વિકસાવવામાં આવી રહી છે. ગૂગલ સ્વીકાર કરે છે કે AI નો સમાવેશ સર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે, અને તે વોઇસ અને વિઝ્યુઅલ સર્ચ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ગૂગલના CEO સુંદર પિચાઈ દ્વારા ગયા મહિને એન્ટી-ટ્રસ્ટ ટ્રાયલ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે તેઓ એપલ સાથે 'જેમિની AI' માટે ડીલ ફાઇનલ કરી શકે છે. હાલ એપલના ડિવાઈસોમાં ચેટજીપીટીનો સમાવેશ થાય છે, પણ હવે યુઝર્સ માટે 'જેમિની AI' નો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે, જે ગૂગલના વિસ્તરણ પર સીધી અસર કરશે.

Tags :