સ્ટોક માર્કેટમાં ભાવ સરખાવવા માટે ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર: AI મોડ દ્વારા પૈસાને લગતાં ડેટા માટે ઇન્ટરએક્ટિવ ચાર્ટ બનાવવાનું સંભવ
Google New AI Mode: ગૂગલે તેના સર્ચ લેબમાં AI મોડ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે પૈસાને લગતાં ડેટા માટે ઇન્ટરએક્ટિવ ચાર્ટ બનાવી શકશે. આ ફીચર હાલમાં પરીક્ષણના તબક્કામાં છે. યુઝર્સ એડ્વાન્સ ટૂલની મદદથી ચોક્કસ સમયગાળામાં સ્ટોકની કિંમતોનો વિશ્લેષણ કરી શકે, એ માટે આ સુવિધા વિકસાવવામાં આવી છે. આ માટે યુઝર્સે સર્ચ લેબમાં AI મોડને સક્રિય કરવું પડશે.
નાણાકીય માહિતીમાં જેમિની બન્યું વધુ પ્રભાવી
AI મોડ હવે જેમિનીની તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરશે, જે નાણાકીય સંશોધનને વધુ સરળ અને સચોટ બનાવશે. કોઈ પણ કંપનીની સ્ટોક પ્રાઇઝ અલગ-અલગ જોવા કરતા, યુઝર હવે AIને કમાન્ડ આપી શકશે કે તે બ્લુ ચીપ CPG કંપનીઓના સ્ટોક પર્ફોર્મન્સને સરખાવે. યુઝર ચોક્કસ સમયગાળાનું પણ નિર્દેશન આપી શકશે. AI આ કમાન્ડના આધારે તમામ માહિતી સંકલિત કરીને યુઝરને આપશે, જેથી દરેક કંપનીનું ડેટા અલગ-અલગ ચેક કરવાની અને યાદ રાખવાની જરૂર નહીં રહે. યુઝર દરેક ડેટા એક સાથે જોઈ અને સરખાવી શકશે. ત્યાર બાદ, અન્ય સવાલ પણ કરી શકાશે, જેમ કે—કોઈ કંપની ડિવિડન્ડ આપે છે કે નહીં.
AI મોડલ કેવી રીતે કામ કરશે?
ગૂગલનું AI મોડ એડ્વાન્સ મોડલ દ્વારા કાર્યરત છે, જે યુઝર્સના સવાલો પર કેન્દ્રિત છે. ભૂતકાળ અને રિયલ ટાઇમ બન્ને પ્રકારની માહિતીના આધારે નાણાકીય માહિતી પ્રદાન કરવામાં આવશે. આ સિસ્ટમ યુઝરના સવાલને આધારે નક્કી કરશે કે માહિતી કેવી રીતે રજૂ કરવી, જેથી તે સરળ અને સમજી શકાય. ચાર્ટ એકવાર તૈયાર થયા બાદ, યુઝર તેને વિશ્લેષણ કરી શકે અને કોઈ પણ નવી ઉદભવતી શંકા માટે વધુ પ્રશ્ન કરી શકે.
AI એક્સપર્ટ કરશે માર્ગદર્શન
AI મોડમાં ગૂગલે ઇન્ટરએક્ટિવ ચાર્ટ ફીચર સાથે પોર્ટ્રેટ્સ મોડ પણ પરીક્ષણમાં મૂક્યું છે, જે યુઝરને AI એક્સપર્ટ સાથે સંવાદ કરવાની તક આપશે. AI એક્સપર્ટ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનું ડિજિટલ વર્ઝન હશે, જે AI ની સહાયથી સલાહ આપશે. ગૂગલ એક્સપર્ટ્સ સાથે ભાગીદારી કરીને તેમની માહિતીનું વિશ્લેષણ કરશે, જેથી AI એ જ રીતે માર્ગદર્શન આપી શકે, જેમ એક્સપર્ટ આપતા હોય. દરેક એક્સપર્ટનું AI અલગ પ્રકારની સલાહ આપે. હાલમાં, ગૂગલ આ માટે અમેરિકાના નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યું છે.