Get The App

ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર: ફોટો એડિટ અને શેરિંગ કરવું બન્યું વધુ સરળ

Updated: May 14th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર: ફોટો એડિટ અને શેરિંગ કરવું બન્યું વધુ સરળ 1 - image


Google Launches New Feature In Photos: ગૂગલ દ્વારા હાલમાં જ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ‘ક્વિક એડિટ્સ’ કહેવામાં આવે છે. આ ફીચર ગૂગલ ફોટોઝમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ ફોટોઝને ફોટો સ્ટોરેજ અને શેરિંગ સર્વિસ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગૂગલનું આ ટૂલ ખૂબ જ ઇનોવેટિવ છે, જેની મદદથી યુઝર્સ ફોટોને ખૂબ જ સરળતાથી એડિટ અને શેર કરી શકશે. આ ટૂલની મદદથી યુઝર્સ ‘ક્વિક એડિટ’ ટૂલ્સમાં જઈને ફોટોને ક્રોપ અને ઓટો એન્હાન્સ કરી શકશે, તેમજ શેર કરતાં પહેલાં ઓરિજિનલ ફોટો સાથે સરખાવી શકશે.

એડિટ ઇમેજને સ્ટોર કરવા માટે યુઝર પાસે વિકલ્પ

‘ક્વિક એડિટ્સ’ દ્વારા એડિટ કરેલા ફોટોને સેવ કરવા માટે યુઝર પાસે બે વિકલ્પ રહશે. એડિટ કર્યા બાદ, જો યુઝર વોટ્સએપ અથવા ગૂગલ મેસેજ જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરશે, તો એડિટ કરેલો ફોટો લાઇબ્રેરીમાં સેવ નહીં થાય. એટલે કે વોટ્સએપ પર સેન્ડ કરેલો ફોટો એડિટ થયેલ હશે, પણ લાઇબ્રેરીમાં ઓરિજિનલ ફોટો જ રહેશે. જો યુઝરને એડિટ કરેલા ફોટોને લાઇબ્રેરીમાં સેવ કરવું હોય, તો એને પહેલાં ફોટોને સેન્ડ કરવું, લિંક ક્રિએટ કરવી, અથવા ગૂગલ ફોટો એપમાં ‘શેર આલ્બમ’માં સેવ કરવું પડશે.

ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર: ફોટો એડિટ અને શેરિંગ કરવું બન્યું વધુ સરળ 2 - image

ક્વિક એડિટ્સને કેવી રીતે બંધ કરશો?

જો ‘ક્વિક એડિટ્સ’ ફીચરનો ઉપયોગ ન કરવો હોય, તો એ માટે પણ ગૂગલે વિકલ્પ આપ્યો છે. હાલ આ ફીચર ઓટોમેટિકenabled છે. જો કોઈ યુઝર આ ફીચરનો ઉપયોગ ન કરવા માગતો હોય, તો તે ગૂગલ ફોટો એપમાં ‘ક્વિક એડિટ્સ’ની સ્ક્રીન પર સેટિંગ આઇકન પર ક્લિક કરીને એને બંધ કરી શકે છે.

આ પણ વાંચો: નવી કરતાં સેકન્ડ હેન્ડ કારની બોલબાલા વધી, ભારતમાં ગયા વર્ષે નવી કરતાં જૂની કાર વધુ વેચાઈ

ક્વિક એડિટ્સની મર્યાદા

‘ક્વિક એડિટ્સ’ ફીચર દરેક ફોટો પર કામ કરતું નથી. આ ફીચર માત્ર એ ફોટો પર કામ કરશે, જે પહેલાં એડિટ કરવામાં ના આવ્યા હોય. તેથી, ડોક્યુમેન્ટ્સ જેમ કે રિસીપ્ટ અને સ્ક્રીનશોટ પર આ ફીચર કામ કરવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ નવું ફીચર એન્ડ્રોઇડ 14 અને ત્યાર બાદના દરેક વર્ઝનના ગૂગલ ફોટોઝ એપમાં ઉપલબ્ધ છે.

Tags :