Get The App

જેમિની માટે ‘એજન્ટ મોડ’ લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું છે…

Updated: May 21st, 2025

GS TEAM

Google News
Google News
જેમિની માટે ‘એજન્ટ મોડ’ લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું છે… 1 - image


New Agent Mode For Gemini AI: Google I/O 2025 ઇવેન્ટ દરમિયાન, સુંદર પિચાઈ દ્વારા જેમિની AI માટે ‘એજન્ટ મોડ’ની જાહેરાત કરવામાં આવી છે. આ જેમિની માટેનું એક ફીચર છે, જેની મદદથી AI યુઝરના ટાસ્ક સંપન્ન કરશે. આ એક ફિલ્ટરની જેમ કામ કરશે, પરંતુ એ અત્યંત ચોક્કસ હશે. આ ફીચરની મદદથી યુઝરને કોઈપણ ટાસ્ક કરવામાં ખૂબ જ સરળતા રહેશે.

એજન્ટ મોડનું પ્રેક્ટિકલ ઉદાહરણ

સુંદર પિચાઈ દ્વારા આ એજન્ટ મોડ લોન્ચ કરવા સાથે, તેનું પ્રેક્ટિકલ ઉદાહરણ પણ દર્શાવવામાં આવ્યું. તેમણે ઉદાહરણ આપ્યું કે જો બે વ્યક્તિ ટેક્સાસના ઓસ્ટિનમાં એપાર્ટમેન્ટ શોધી રહ્યાં હોય, તો જેમિની AI કેવી રીતે મદદ કરી શકે. તેમણે એ બે વ્યક્તિની જરૂરિયાતો એજન્ટ મોડમાં શામેલ (ફિલ્ટર તરીકે) કરી. ત્યાર બાદ જેમિની AI દ્વારા તે વ્યક્તિઓ માટે તેમની જરૂરિયાતના આધારે યોગ્ય ઘર શોધી આપવામાં આવ્યું.



એક્સપેરિમેન્ટલ વર્ઝન થયું લોન્ચ

ગૂગલ દ્વારા હાલમાં એજન્ટ મોડનું એક્સપેરિમેન્ટલ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. સબસ્ક્રાઇબર્સ એજન્ટ મોડનો ઉપયોગ કર્યા બાદ તેમાં શું સુધારો-વધારો અથવા ફેરફાર જરૂરી છે, તે કંપનીને જાણાવી શકશે. આથી, યુઝર આ ફંક્શન કેવી રીતે ઉપયોગ કરે છે અને તેમને શેની જરૂરિયાત છે, તે જાણવા માટે ગૂગલ દ્વારા કામ કરવામાં આવશે.

આ પણ વાંચો: પાસવર્ડ ક્રોમ્પ્રોમાઇઝ થયો છે?: ગૂગલ ક્રોમ ઓટોમેટિક એને ચેન્જ કરી દેશે...

AI બન્યું વધુ એડવાન્સ

એજન્ટ મોડની સાથે, સુંદર પિચાઈ દ્વારા Project Marinara ની પણ જાહેરાત કરવામાં આવી. આ AI ટૂલ એક સાથે વેબ પર દસ ટાસ્ક સંપન્ન કરી શકશે. આ માટે ટીચ એન્ડ રિપીટ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં યુઝર એક વાર આ ટૂલને શીખવાડી દેશે કે પર્ફોર્મ અથવા ટાસ્ક કેવી રીતે કરવું. ત્યાર બાદ આ ટૂલ એ યાદ રાખશે અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ટાસ્ક પુનરાવૃત્ત કરશે.

Tags :