OpenAIએ AI બ્રાઉઝર એટલાસમાં લોન્ચ કર્યુ એક નવું ફીચર: ચેટજીપીટ હવે સાઇડબારમાં, યુઝરનું કામ થયું વધુ સરળ...

New Feature in ChatGPT Atlas: OpenAI દ્વારા હાલમાં જ તેમનું નવું ઇનોવેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ઇનોવેશન એટલે કે AI આધારિત બ્રાઉઝર ચેટજીપીટી એટલાસ. કંપની હાલમાં આ નવી પ્રોડક્ટની વિવિધ અપડેટ્સ પર કામ કરી રહી છે. OpenAIના એટલાસના હેડ એડમ ફ્રાય દ્વારા X પર આગામી ફીચર્સ વિશે પોસ્ટ કરી જાહેરાત કરવામાં આવી હતી. તેમની આ પોસ્ટ દ્વારા લોકોમાં એનું કૂતૂહલ પણ વધ્યું છે. આ બ્રાઉઝરમાં હવે યુઝરની પ્રોફાઇલ, ટેબ ગ્રુપ અને એડ બ્લોકર જેવા વિવિધ ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે.
શું છે આગામી ફીચર્સ?
એટલાસમાં ઘણાં ફીચર્સમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. એના કારણે એની ક્વોલિટીમાં પણ વધારો થઈ રહ્યો છે. બુકમાર્ક મેનૂ અને શોર્ટકટમાં પણ ઘણો સુધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ચેટજીપીટી પ્લસ અને પ્રો યુઝર્સ પાસે જે AI એજન્ટ છે એનો સમાવેશ બ્રાઉઝરમાં પણ કરવામાં આવ્યો છે. આ AI એજન્ટ બ્રાઉઝરનું મુખ્ય ફીચર છે અને એમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. આ બ્રાઉઝરમાં આસ્ક ચેટજીપીટી સાઇડબારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
AI ફીચર્સમાં કરવામાં આવેલા સુધારા
OpenAI દ્વારા AI એજન્ટના રિસ્પોન્સ ટાઈમમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. એ પહેલાં કરતાં જલદી જવાબ આપશે. આ સાથે જ એમાં પોઝ ફંક્શન પણ આપવામાં આવ્યું છે. ગૂગલ ડ્રાઇવ અને ક્લાઉડ એક્સેલનું ખૂબ જ સારું ઇન્ટિગ્રેશન પણ આપવામાં આવ્યું છે. બ્રાઉઝરને બંધ કર્યા વગર હવે યુઝર્સ આસ્ક ચેટજીપીટીનો ઉપયોગ સાઇડબાર દ્વારા ખૂબ જ સારી રીતે કરી શકશે. આથી યુઝર્સને ચેટજીપીટી અને બ્રાઉઝર એક જ જગ્યાએ ઉપયોગ કરવા મળશે. આ ફીચરની મદદથી યુઝર અલગ પ્રોજેક્ટ અથવા તો AI મોડલનો ઉપયોગ પણ કરી શકશે.
અન્ય સુધારા માટે યુઝર્સ પાસે માગી મદદ
એડમ ફ્રાય દ્વારા તેમના બ્રાઉઝરમાં વધુ સુધારા કરવા માટે યુઝર્સની મદદ માગવામાં આવી છે. યુઝર્સને જે ફીચરની જરૂર હોય એ હવે તેઓ જણાવી શકશે. આ સાથે જ યુઝર્સ હવે આસ્ક ચેટજીપીટીમાંથી સીધું કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ પણ કરી શકશે. આ સાથે જ OpenAI એના પર પણ કામ કરી રહ્યું છે જેમાં યુઝર દ્વારા જો કોઈ ટેબને પિન કરવામાં આવી હશે તો જ્યારે પણ બ્રાઉઝરને બંધ કર્યા બાદ ફરી ચાલુ કરવામાં આવશે અથવા તો રિસ્ટાર્ટ થશે ત્યારે એ ટેબ ઓટોમેટિક ઓપન થશે.
આ પણ વાંચો: ISROના ચીફે કહ્યું ગગનયાન 90 ટકા પૂરું થયું, પહેલી ફ્લાઇટ 2025માં થશે…
સિક્યોરિટીમાં વધારો
OpenAIમાં પાસવર્ડ મેનેજર આપવામાં આવ્યું છે અને એમાં કેટલાક જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે. આ સુધારા શું છે એ OpenAI દ્વારા જણાવવામાં નથી આવ્યું, પરંતુ એ સિક્યોરિટીને લઈને છે એ ચોક્કસ છે. આ સુધારામાં તેમના કેટલાક પાર્ટનરનો પણ સમાવેશ થતો હોવાથી તેમણે એ વિશે વધુ માહિતી નથી જણાવી. જોકે એ વાત ચોક્કસ છે કે OpenAI તેમના એટલાસ વેબ બ્રાઉઝરની સિક્યોરિટી અને યુઝર્સની પ્રાઇવસીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.

