Get The App

ગૂગલને એડ્સ કાઢવા માટેનું ફરમાન, જાણો ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે કેમ વાંધો ઉઠાવ્યો…

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલને એડ્સ કાઢવા માટેનું ફરમાન, જાણો ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે કેમ વાંધો ઉઠાવ્યો… 1 - image

Google Ads Removal Notice: ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા ગૂગલને અંદાજે 15 એડ્સ કાઢવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. ગૂગલના એડ્સ ટ્રાન્સપરન્સી પ્લેટફોર્મ પર કેટલીક એડ્સ એવી છે જે સામે સાઇબરક્રાઇમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એના પર કેટલાક એડવર્ટાઇઝર્સના પેજ છે જેના પર વર્ક-ફ્રોમ-હોમની સ્કીમ હેઠળ પેન્સિલ પેકિંગનું કામની એડ આપવામાં આવી છે. આ ઓફરને કાઢવા માટે 28 નવેમ્બરે તેમને નોટિસ મોકલવામાં આવી હતી. આ એડ એટલા માટે પણ મોકલવામાં આવી હતી કારણ કે આ એડમાં હિન્દુસ્તાન પેન્સિલ પ્રાઇવેટ લિમિટેડનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ એ કંપની દ્વારા કોઈ એડ્સ આપવામાં નહોતી આવી.

એડ્સમાં શું કહેવામાં આવી રહ્યું હતું?

આ એડ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે યુઝર દ્વારા વર્ક-ફ્રોમ-હોમ કરી શકાશે અને તેમને મહિનાના 30000થી 40000 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવશે. આ એક ખોટી એડ હતી. એના દ્વારા લોકોને આકર્ષવામાં આવી રહ્યાં હતાં અને ત્યાર બાદ તેમની સાથે છેતરવામાં આવતાં હતાં. આથી એ માટે ગૂગલને નોટિસ મોકલવામાં આવી હતી.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાનો ભંગ

ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એડ્સ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000નો અને ભારતીય ન્યાય સંહિતાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. આથી સરકારી એજન્સી અનુસાર આ નિયમોનું ભંગ થતાં ગૂગલને નોટિસ મોકલવામાં આવી હતી. એમાં એડ્સને 36 કલાકની અંદર કાઢી નાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: એપલ ફિટનેસ+ લોન્ચ થઈ રહ્યું છે ભારતમાં, જાણો શું છે અને કેટલા રૂપિયા ચૂકવવા પડશે…

નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હતી

ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની એડ્સ દ્વારા લોકોનો આકર્ષવામાં આવતાં હતાં. ત્યાર બાદ તેમની પાસે રજિસ્ટ્રેશનના નામે પૈસા પડાવી લેવામાં આવતાં હતાં. આ સાથે જ મોટી મોટી કંપનીઓના નામનો ઉપયોગ કરીને લોકોને લોભવવામાં આવતાં હતાં. આથી એ એડ્સ પર કોઈ પણ પ્રકારનું રિસ્પોન્ડ કરવાનું સાઇબરક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા ના પાડવામાં આવી હતી.

Tags :