Get The App

ગૂગલે જેમિની માટે કરાવી નવી પેટન્ટ, ચહેરાની નજીક ફોન જતાં એક્ટિવેટ થશે જેમિની

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલે જેમિની માટે કરાવી નવી પેટન્ટ, ચહેરાની નજીક ફોન જતાં એક્ટિવેટ થશે જેમિની 1 - image


Google File New Patent for Gemini: ગૂગલ હવે નવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આ માટે તેમણે પેટન્ટ પણ કરાવી છે. આ પેટન્ટ ગૂગલ જેમિની માટે છે. જેમિનીનો ઉપયોગ કરવા માટે યુઝર્સ દ્વારા અત્યાર સુધી બટન દબાવવું અથવા તો શબ્દ દ્વારા એક્ટિવેટ કરવામાં આવતું હતું. જોકે હવે નવી પેટન્ટ કરાવી છે એમાં એ ફીચર છે કે યુઝર મોબાઇલને ચહેરા પાસે લઈ જતાં જ જેમિની ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે. આ માટે મોબાઇલમાં અત્યારે જે હાર્ડવેર છે એ જ અને ટચસ્ક્રીનના કેપેસિટિવ સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

લેટેસ્ટ સ્માર્ટફોનમાં કેપેસિટિવ સેન્સર ગ્રીડ આપવામાં આવી છે. એના દ્વારા ટચની મદદથી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે બદલાવ થયા હોય એને ઓળખવામાં આવે છે. ગૂગલે એ શોધી કાઢ્યું છે કે આ સેન્સર તેની આસપાસની વસ્તુને પણ ડિટેક્ટ કરી શકે છે. ઉદાહરણ તરીકે યુઝર્સનો હાથ અથવા તો ચહેરો અથવા તો અન્ય કોઈ પણ ફિઝિકલ કોન્ટેક્ટ. મોબાઇલને જ્યારે યુઝર્સના ચહેરાની નજીક અથવા તો મોઢા પાસે લાવવામાં આવશે ત્યારે આ સ્ક્રીનનું સેન્સર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બદલાવ મહેસૂસ કરશે. આ પેટન્ટ માટે મોબાઇલને કમાન્ડ આપવામાં આવશે કે યુઝરનો ચહેરો મોબાઇલની સામે છે. આથી આ કમાન્ડ મળતાં જેમિનીને ઓટોમેટિક એક્ટિવેટ કરવામાં આવશે.

યુઝર્સને થશે ફાયદો

અત્યારે જેમિની એક્ટિવેટ કરવામાં યુઝર્સને થોડી તકલીફ પડી રહી છે. જે યુઝર્સ જેમિનીને કમાન્ડ દ્વારા એક્ટિવેટ કરી રહ્યાં છે તેમને આ સમસ્યા નડી રહી છે. તેમણે માસ્ક અથવા તો હેલમેટ પહેર્યું હોય ત્યારે જેમિની એક્ટિવેટ નથી થતું. તેમ જ ઘોંઘાટભરી જગ્યાએ પણ એ એક્ટિવેટ નથી થતું. આથી ચહેરો પાસે આવવાથી જેમિની ઓટોમેટિક એક્ટિવેટ થઈ જાય એનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે. આ સાથે જ આ સેન્સર ખૂબ જ ઓછી બેટરીનો ઉપયોગ કરતું હોવાથી એનાથી બેટરી જલદી પૂરી થવાની સમસ્યા પણ નહીં રહે. જેમિનીને એક્ટિવેટ કરવાની આ રીત સમયની સાથે ખૂબ જ સ્માર્ટ અને વધુ ચોક્કસ બનતી જશે.

આ પણ વાંચો: અમેરિકા VS ઇન્ડિયા : વોટ્સએપ, ગૂગલ અને માઇક્રોસોફ્ટની એપ્લિકેશનની જગ્યા લેશે હવે સ્વદેશી એપ્સ, જુઓ વિગત…

ક્યારે આવશે આ ફીચર?

ગૂગલ દ્વારા હજી એની પેટન્ટ કરાવવામાં આવી છે. આથી આ ફીચરને ક્યારે એન્ડ્રોઇડ ડિવાઇસમાં આપવામાં આવશે એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ પેટન્ટ ફાઇલ કરવાથી એ નક્કી છે કે આ ફીચરને ભવિષ્યમાં આપવામાં જરૂર આવશે. અત્યારે ઘણાં નવા આવી રહેલા સ્માર્ટફોનમાં જેમિની માટે અલગથી બટન આપવામાં આવી રહ્યું છે. તે જ એને મેન્યુઅલી એક્ટિવેટ કરવા માટે યુઝર્સ બટનને કસ્ટમાઇઝ પણ કરી શકે છે.

Tags :