Get The App

ભારતમાં ગૂગલ ક્રોમના યુઝર્સ પર છે ખતરો, સરકારે તરત જ અપડેટ કરવાની આપી વોર્નિંગ: જાણો કેવી રીતે કરશો?

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
ભારતમાં ગૂગલ ક્રોમના યુઝર્સ પર છે ખતરો, સરકારે તરત જ અપડેટ કરવાની આપી વોર્નિંગ: જાણો કેવી રીતે કરશો? 1 - image


Google Chrome Users At Risk: ભારતમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા તમામ યુઝર્સ પર ખતરો છે. ગૂગલ ક્રોમનો ઉપયોગ દુનિયાભરમાં સૌથી વધુ થાય છે. ભારતમાં પણ એના યુઝર વિપુલ પ્રમાણમાં છે. આથી, જો આ ખામીને દૂર કરવામાં ન આવે, તો હેકર્સ તેની મદદથી તમામ માહિતી ચોરી શકે છે.

ગૂગલ ક્રોમના યુઝર પર છે ખતરો

ગૂગલ ક્રોમનો ઉપયોગ કરનારા દરેક યુઝર્સ માટે ખતરો છે, પછી તે ઘરમાં હોય કે ઓફિસમાં. આ માટે સરકારે વોર્નિંગ પણ આપી છે કે Windows, Mac અને Linux ઓપરેટિંગ સિસ્ટમ પર ક્રોમનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે આ ખતરાની ઘંટી છે. ક્રોમમાં ખામી હોવાથી, હેકર્સ તેને ટાર્ગેટ કરીને યુઝરની ડિવાઇસ હેક કરી શકે છે. સરકારની cybersecurity ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે Windows અને Mac માં 136.0.7103.113/.114, Linux માં 136.0.7103.113 અને એ પહેલાંના વર્ઝનમાં ખામી છે. આથી, આ બ્રાઉઝર તરત જ અપડેટ કરવું જરૂરી છે.

કોના પર છે રિસ્ક?

કોઈપણ વ્યક્તિ કે ઓર્ગેનાઇઝેશન, જે આ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે, તે હેકિંગના રિસ્ક હેઠળ આવી શકે છે. જો આ ખામીને દૂર કરવામાં ન આવે, તો હેકર્સ ડિવાઇસ હેક કરી શકે છે, માહિતી ચોરી કરી શકે છે અને તેને સંપૂર્ણપણે કન્ટ્રોલ કરી શકે છે. તેથી, તમામ યુઝર્સને શક્ય હોય એટલું જલદી અપડેટ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે.

ભારતમાં ગૂગલ ક્રોમના યુઝર્સ પર છે ખતરો, સરકારે તરત જ અપડેટ કરવાની આપી વોર્નિંગ: જાણો કેવી રીતે કરશો? 2 - image

યુઝર્સે સૌથી પહેલાં શું કરવું જોઈએ?

ક્રોમનો ઉપયોગ ભારતમાં ખૂબ જ વધુ થાય છે. આથી, ભારતમાં Windows, Mac અને Linux જેટલાં પણ ડેસ્કટોપ યુઝર્સ છે, દરેક માટે જોખમ છે. સરકારની cybersecurity ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બ્રાઉઝરમાં CVE-2025-4664 ખામી છે, જેનો હેકર્સ હાલમાં દુરુપયોગ કરી રહ્યાં છે. યુઝર્સ જેવાં મોડું બ્રાઉઝર અપડેટ કરશે, તેવાં તેમના પર જોખમ વધશે. આથી, હેકર્સનો ટાર્ગેટ ન બનવા માટે આ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: શું છે ડિલિવરી બોક્સ સ્કેમ? કેવી રીતે એનાથી બચીને રહેશો...

કેવી રીતે કરશો અપડેટ?

Windows, Mac અને Linux માં ગૂગલ ક્રોમને અપડેટ કરવા માટે, નીચે જણાવેલ માહિતી જુઓ:

  • Google Chrome ઓપન કરો.
  • ત્રણ ઊભા ડોટ પર ક્લિક કરો (જમણી બાજુ, ટોચે).
  • એક મેન્યુ ઓપન થશે, તેમાં 'Help' ઓપ્શન પસંદ કરો.
  • 'About Google Chrome' પસંદ કરો.
  • Chrome નવી અપડેટ માટે ચેક કરવા માંડશે.
  • જો અપડેટ ઉપલબ્ધ હોય, તો તેને ઇન્સ્ટોલ કરો.
  • અપડેટ પછી, Chrome બંધ કરીને ફરી શરૂ કરો, જેથી નવી ફાઇલ બરાબર કામ કરી શકે.
Tags :