ભારતની ક્રિકેટથી લઈને સિનેમા સુધીની સિદ્ધિઓને ગૂગલે ડૂડલ દ્વારા 79 સ્વાતંત્ર્ય દિવસે સેલિબ્રેટ કરી
Google Doodle: ગૂગલ દ્વારા ભારતની ક્રિકેટથી લઈને સિનેમા સુધીની તમામ સિદ્ધિઓને ડૂડલ દ્વારા 79માં સ્વાતંત્ર્ય દિવસે સેલિબ્રેટ કરી છે. ગૂગલે આર્ટવર્ક દ્વારા ભારતની સિદ્ધિઓનો ડૂડલમાં સમાવેશ કરીને ભારતની આઝાદીને વધાવી હતી. ભારતને 1947માં બ્રિટિશ સામે આઝાદી મળી હતી.
સ્વાતંત્ર્ય દિવસની સ્પીચ
ભારતને આઝાદી મળતા જ તે એક લોકશાહી દેશ બન્યો હતો. આ દિવસને દરેક વ્યક્તિ ઝંડો ફરકાવીને સેલિબ્રેટ કરે છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ઝંડો ફરકાવીને આ દિવસને સેલિબ્રેટ કર્યો હતો. લગભગ 200 વર્ષ સુધી ભારત બ્રિટિશરોનું ગુલામ હતું. ગૂગલે ડૂડલને લઈને ડિસ્ક્રિપ્શન પણ આપ્યું હતું. આ વિશે કહ્યું કે ‘ભારતની આઝાદીની ચળવળ એવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી જેઓ અહિંસાના અનુયાયી હતા. તેમના પ્રયાસોને લઈને ભારતને આઝાદી મળી હતી અને ભારત એક સૌથી મોટી લોકશાહી બનાવતો દેશ બન્યો છે.’
સ્વાતંત્ર્ય દિવસનું સેલિબ્રેશન
સ્વાતંત્ર્ય દિવસે ભારતના લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આઝાદીને સેલિબ્રેટ કરે છે. આ દરમ્યાન ભારતના ઇતિહાસ વિશે પણ જણાવવામાં આવે છે. ગૂગલે ડૂડલ દ્વારા પણ દરેક બાબતોને આવરી લેવામાં આવી છે. ક્રિકેટથી સિનેમા સુધીની ઘણી વસ્તુઓને ભારતીય સંસ્કૃતિના આધારે ડૂડલમાં બનાવવામાં આવ્યું છે. જયપુરથી લઈને વેસ્ટ બંગાળ સુધીની સંસ્કૃતિનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વોટ્સએપનો રશિયા પર આરોપ: ઇન્ક્રિપ્ટેડ સર્વિસને બ્લોક કરવાની કોશિશ
બૂમરંગ સ્ટુડિયોના મકરંદ નારકર અને સોનલ વસાવે દ્વારા આ ડૂડલ બનાવવામાં આવ્યો છે. આ ડૂડલની દરેક ડિઝાઇન અલગ-અલગ રાજ્ય અને એની સંસ્કૃતિને રજૂ કરે છે. વિવિધતામાં એકતા એ ગૂગલના ડૂડલ દ્વારા પણ રજૂ કરવામાં આવ્યું છે. આ દરેક ડૂડલમાં ભારતની સ્પેસ સિદ્ધિ, ક્રિકેટની સિદ્ધિ, ફિલ્મો અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ વિશે રજૂ કરાયું છે. આ દિવસે ભારતના નાગરિકો તેમની ફેમિલી અને પાડોશી સાથે મળીને સેલિબ્રેટ કરે છે. તેઓ નાના-નાના નાટકો, ડાન્સ અને પર્ફોર્મન્સ દ્વારા તેમની આઝાદીને સેલિબ્રેટ કરે છે.