Get The App

મેટા કંપનીના એઇજ વેરિફિકેશન પ્રપોઝલને કેમ ફગાવ્યું એપલ અને ગૂગલે? જાણો કારણ...

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
મેટા કંપનીના એઇજ વેરિફિકેશન પ્રપોઝલને કેમ ફગાવ્યું એપલ અને ગૂગલે? જાણો કારણ... 1 - image


Google and Apple Reject Meta Proposal: એપલ અને ગૂગલ દ્વારા મેટા કંપનીનું એઇજ વેરિફિકેશન પ્રપોઝલ ફગાવી દેવામાં આવ્યું છે. મેટાએ પ્રસ્તાવ આપ્યો હતો કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર દ્વારા એઇજ વેરિફિકેશન કરવામાં આવે. જોકે, બન્ને કંપનીઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. યુરોપિયન યુનિયનના ડિજિટલ સર્વિસ ઍક્ટ મુજબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી કંપનીઓ માટે એઇજ વેરિફિકેશન હવે ફરજિયાત બન્યું છે.

એઇજ વેરિફિકેશન યુરોપમાં બની ગયું છે હોટ ટોપિક

ઉંમરને આધારે યુઝર માટે કન્ટેન્ટ રિસ્ટ્રિક્શન લગાવવાની ચર્ચા યુરોપમાં ચાલી રહી છે, અને તે હવે હોટ ટોપિક બની ગયું છે. ફ્રાન્સ હાલમાં પોર્ન સાઇટ્સ માટે યુઝરની ઉંમરનું વેરિફિકેશન ફરજિયાત કરવાનો પ્રસ્તાવ આગળ ધપી રહ્યો છે. સાથે જ, પેરિસ જેવા યુરોપિયન શહેરો યુરોપિયન યુનિયનના નિયમોને લાગુ કરી રહ્યા છે. આ નિયમો મુજબ, 15 વર્ષથી નાની ઉંમરના દરેક બાળક માટે રિસ્ટ્રિક્શન લાગુ કરવાની શરત છે. એડિક્શન, સાઇબર બુલિંગ અને હેટ સ્પીચ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિયંત્રણો અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાઇવસીનો ઇશ્યુ ઉઠાવ્યો ગુગલે

ગુગલનું કહેવું છે કે પ્લે સ્ટોરના ડેટાનો ઉપયોગ એઇજ વેરિફિકેશન માટે કરવાથી પ્રાયવસીનું મોટી ચિંતાઓ સર્જાઈ શકે. કંપનીના જણાવ્યા મુજબ, જે ડેવલપર્સને વ્યક્તિગત ડેટાની જરૂર નથી, તેમને પણ યુઝરની ઉંમરના ડેટા મળી શકે. ઉદાહરણ તરીકે, ફ્લેશલાઇટ જેવી સામાન્ય ઍપ્લિકેશનના ડેવલપર્સ પણ આ ડેટા એકત્ર કરી શકશે, જે ડેસ્કટોપ કમ્પ્યુટર્સ અને શેર્ડ ફેમિલી ડિવાઇસીસને ટાર્ગેટ કરવા માટે ઉપયોગ કરી શકાય. નાના બાળકો માટે આ મહત્ત્વપૂર્ણ પ્રાયવસી ચિંતાઓ ઊભી કરે છે.

મેટા કંપનીના એઇજ વેરિફિકેશન પ્રપોઝલને કેમ ફગાવ્યું એપલ અને ગૂગલે? જાણો કારણ... 2 - image

એપલની સ્થિતિ શું છે?

એપલના ઉપકરણોમાં એપ સ્ટોર પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. એપલ દ્વારા પણ મેટાના પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો છે. એપલનું કહેવું છે કે એઇજ-વેરિફિકેશન સંબંધિત સંખ્યાને ઉકેલવા માટે યોગ્ય જગ્યા એ કન્ટેન્ટ આપનારી વેબસાઇટ્સ અને ઍપ્લિકેશન્સ છે. એપલના નિવેદન પછી, એઇજ વેરિફિકેશનને કેવી રીતે મેનેજ કરવું તે અંગેની ચર્ચા વધુ તીવ્ર બની છે.

આ પણ વાંચો: ચેટજીપીટીએ વર્ષો જૂનો દુખાવો સારો કર્યો: OpenAIના બોસે કહ્યું 'AI દ્વારા હજુ ઘણું કરવાનું બાકી છે'

યુરોપમાં મેટાનું ફરજિયાત એઇજ વેરિફિકેશન

મેટા દ્વારા યુરોપિયન નિયમો અનુસાર એઇજ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કંપનીના સેફ્ટી ચીફ એન્ટીગોન ડેવિસે અગાઉ કહ્યું હતું કે “એઇજ વેરિફિકેશનને એપ સ્ટોર અથવા ઓપરેટિંગ સિસ્ટમ પર જ અપનાવવાથી યુઝર માટે વધુ સુરક્ષિત ઇકોસિસ્ટમ ઊભી થઈ શકે.” તેમણે વધુમાં કહ્યું કે આ ઇકોસિસ્ટમ ટીનએજ યુઝર્સ માટે લાભદાયી થઈ શકે.

Tags :