Get The App

ચેટજીપીટીએ વર્ષો જૂનો દુખાવો સારો કર્યો: OpenAIના બોસે કહ્યું 'AI દ્વારા હજુ ઘણું કરવાનું બાકી છે'

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ચેટજીપીટીએ વર્ષો જૂનો દુખાવો સારો કર્યો: OpenAIના બોસે કહ્યું 'AI દ્વારા હજુ ઘણું કરવાનું બાકી છે' 1 - image


ChatGPT on Backpain: ચેટજીપીટી અનેક રીતે લોકોને ઉપયોગી બની રહ્યું છે. તેની મદદથી હવે લોકોના ઘણીવાર દૈનિક કામ સરળ થયા છે. હાલમાં જ એક વ્યક્તિનો વર્ષો જૂનો દુખાવો સારો કરવામાં ચેટજીપીટીએ મદદ કરી હોવાની વાત સામે આવી છે. OpenAIના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન દ્વારા આ વિશેની માહિતી સોશિયલ મીડિયા X પર શેર કરવામાં આવી હતી. ગ્રેગે એક Reddit પોસ્ટ શેર કરી હતી, જેમાં એક વ્યક્તિએ વર્ણવ્યું હતું કે તેના વર્ષોથી ચાલી રહેલા દુખાવાને ચેટજીપીટીએ કેવી રીતે ઓળખ્યું અને કેવી રીતે સારું કરવામાં મદદ કરી.

AI બની શકે છે જીવન માટે સહાયક

ગ્રેગે આ પોસ્ટ શેર કરતાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે 'તે વ્યક્તિનો વર્ષો જૂનો દુખાવો હવે સુધરી ગયો છે. ચેટજીપીટીને હજુ લાંબો માર્ગ કાપવાનો બાકી છે. AI લોકોના જીવન માટે વધુ ઉપયોગી બને, તે માટે હજુ ઘણી પ્રગતિ કરવાની છે. આ તો માત્ર શરૂઆત છે.'

વર્ષો જૂનો દુખાવો

ચેટજીપીટીની મદદ ગ્રેગે જે પોસ્ટ શેર કરી હતી, તેમાં જણાવાયું હતું કે તે વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી એક દુખાવાથી પીડાતો હતો. ચેટજીપીટીએ તે દુખાવાની અસર અને કારણ ઓળખવામાં સહાય કરી હતી. ત્યાર બાદ, તેને દુખાવા દૂર કરવા માટે શું કરવું જોઈએ, તે માટે પણ ચેટજીપીટીએ માર્ગદર્શન આપ્યું.

ચેટજીપીટીએ વર્ષો જૂનો દુખાવો સારો કર્યો: OpenAIના બોસે કહ્યું 'AI દ્વારા હજુ ઘણું કરવાનું બાકી છે' 2 - image

કમરનો દુખાવો હતો

આ વ્યક્તિ કમરના દુખાવાથી પીડાતી હતી. આ દુખાવાની શરૂઆત અનેક કારણોસર થઈ હતી, જેમ કે લાંબા સમય સુધી બેસી રહેવું, ખોટી સ્થિતિમાં બેસવું, અથવા જિમમાં ઈજાઓ. તેણે 7-8 વર્ષ સુધી સારવાર લીધી, પરંતુ કોઈ ઠોસ પરિણામ મળ્યું નહીં. વિવિધ ડૉક્ટર અને ફિઝિશિયન તેને અલગ-અલગ કારણો અને કસરતો સૂચવતાં હતાં. તેણે વિવિધ દવાઓ પણ લીધી, છતાં દુખાવો ઓછો ન થયો.

આ પણ વાંચો: શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં રમકડાનું ડોગી કેમ લઈને જશે? જાણો એ પાછળનું કારણ...

ચેટજીપીટીએ આપી સચોટ મદદ

એક દિવસ, આ વ્યક્તિએ કંટાળીને તેના દુખાવા વિશે ચેટજીપીટીને પૂછ્યું. ત્યાર બાદ, ચેટજીપીટીએ તેને ડોક્ટર દ્વારા આપેલી સલાહ સાથે વધુ વિગતવાર માર્ગદર્શન આપ્યું, અને ચોક્કસ કસરતો કરવાની ભલામણ કરી. થોડા સમય પછી, તે વ્યક્તિએ આ કસરતો શરૂ કરી, અને થોડા સમય પછી દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો, અને અંતે આખો ગાયબ થઈ ગયો.

Tags :