Get The App

AIનો ક્રાંતિકારી ઉપયોગ, હવે કફના અવાજ પરથી ટીબી છે કે નહીં તે જાણી શકાશે

Updated: Aug 20th, 2024

GS TEAM


Google News
Google News
AIનો ક્રાંતિકારી ઉપયોગ, હવે કફના અવાજ પરથી ટીબી છે કે નહીં તે જાણી શકાશે 1 - image


AI Detect TB: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે કફ પરથી શોધી શકાશે કે વ્યક્તિને શું બીમારી છે. વ્યક્તિના અવાજ, શ્વાસ અને બોડીના અવાજ પરથી હવે સ્વાસ્થ્યને લઈને શું બીમારી છે એ શોધી શકાશે. બોડીના કેટલાક પાર્ટ્સના અવાજ પરથી વ્યક્તિને શું બીમારી છે એનું નિદાન થઈ શકે છે. ટ્યૂબર્ક્યુલોસિસ એટલે કે ટીબી અને ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝિસનું નિદાન આ પ્રકારના અવાજ પરથી થઈ શકે છે. આથી ગૂગલ દ્વારા તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેની મદદથી સ્વાસ્થ્યને લગતાં સિગ્નલ મેળવી શકાય.

આ પણ વાંચો: ઇલોન મસ્કની ટેસ્લાએ યુનિક જોબની જાહેરાત કરી, દિવસના સાત કલાક ચાલવા માટે હજારો રૂપિયા ચૂકવશે

આજે સ્માર્ટફોનનો દરેક લોકો ઉપયોગ કરે છે. આ સ્માર્ટફોનમાં માઇક્રોફોન હોય છે અને એનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડેટા કલેક્ટ કરવા માટે કરી શકાય છે. આ ડેટાની મદદથી ગૂગલ દ્વારા કફના અવાજ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 100 મિલ્યન કફના અવાજ પરથી ગૂગલ દ્વારા એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. 

AIનો ક્રાંતિકારી ઉપયોગ, હવે કફના અવાજ પરથી ટીબી છે કે નહીં તે જાણી શકાશે 2 - image

ઇન્ડિયાની એક રેસ્પિરેટરી હેલ્થકેર કપંની દ્વારા આ મોડલ પરથી એક પ્રોડક્ટ બનાવવામાં આવી છે જેનું નામ શ્વાસ રાખવામાં આવ્યું છે. આ પ્રોડક્ટ ગૂગલના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કફના મોડલનો ઉપયોગ કરીને કફના અવાજનું એનાલિસિસ કરે છે. આ એનાલિસિસ પરથી કફના અવાજ પરથી જ ટીબી થવાનું હોય તો પણ એની જાણ થઈ શકે છે.

આ પણ વાંચો: ભારતમાં પહેલી વાર આઇફોનના પ્રો મોડલ્સ બનાવશે એપલ, તમિલનાડુની ફેક્ટરીમાં ટ્રેઇનિંગ શરુ કરી

ટીબીનો ઇલાજ થઈ શકે છે. જો કે દર વર્ષે લાખો લોકોનું આ બીમારીનું નિદાન પણ કરી શકાતું કારણ કે તેમને હેલ્થકેર સર્વિસની સુવિધા પણ નથી મળતી. ટીબીને દૂર કરવા માટે એનું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. આથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદતી લોકોને આ સુવિધા પણ પૂરી પાડી શકાશે અને એ સસ્તી હોવાથી લોકો તેને અફોર્ડ પણ કરી શકશે. ટીબીનો કેસ મિસ થવો એ એક ટ્રેજડીથી ઓછું નથી. એવી તમામ બીમારી જેનો ઇલાજ થઈ શકે છે અને એમ છતાં એનો ફાયદો લોકોને ન મળે તો એ ટ્રેજડી છે.

ગૂગલ આ માટે યુનાઇટેડ નેશન્સ સાથે મળીને ટીબીને 2030 સુધીમાં દુનિયામાંથી દૂર કરવાની કોશિશ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ માટે ગૂગલ હવે છાતી અને ફેંફસાને લગતી અન્ય બીમારીઓ પર ફોકસ કરી રહ્યું છે.

Tags :