Get The App

હવે દિવસના સાત કલાક ચાલવા માટે હજારો રૂપિયા મળશે, દુનિયાના સૌથી ધનિક માણસની કંપનીની જાહેરાત

Updated: Aug 20th, 2024

GS TEAM


Google News
Google News
હવે દિવસના સાત કલાક ચાલવા માટે હજારો રૂપિયા મળશે, દુનિયાના સૌથી ધનિક માણસની કંપનીની જાહેરાત 1 - image


Tesla Unique Job: ઇલોન મસ્કની કંપની ટેસ્લા કર્મચારીઓને હાયર કરી રહી છે. એક દિવસના 28000 રૂપિયા સુધી પગાર કંપની ચૂકવશે અને એ પણ ફકત સાત કલાક ચાલવા માટે. જોકે ચાલવા માટેની પણ ચોક્કસ શરત છે. કંપનીએ તેના રોબોટ ઓપ્ટિમસને ચાલવાની ટ્રેઇનિંગ આપવા માટે આ જોબ બહાર પાડી છે. ટેસ્લા ઓટોમેટિક કાર બનાવ્યા બાદ હવે હ્યુમનોઇડ રોબોટ પર ફોક્સ કરી રહી છે.

આ પણ વાંચો: ભારતમાં પહેલી વાર આઇફોનના પ્રો મોડલ્સ બનાવશે એપલ, તમિલનાડુની ફેક્ટરીમાં ટ્રેઇનિંગ શરૂ કરી

એક દિવસના 28000

ટેસ્લા આ માટે એક કલાકના 48 ડોલર સુધી એટલે કે અંદાજે 4000 રૂપિયા આપવા માટે તૈયાર છે. એક દિવસના ટોટલ સાત કલાક ચાલવાનું રહેશે. એથી કંપની એક દિવસના 28000 રૂપિયા ચૂકવશે. આ જોબનું નામ ડેટા કલેક્શન ઑપરેટર છે. વ્યક્તિએ રોબોટનું શૂટ પહેરવું પડશે અને ચાલવાનું રહશે. દિવસના સાત કલાક ચાલીને ડેટા કલેક્ટ કરવાના રહેશે. આ ડેટા કંપનીને પહોંચાડવાના રહેશે. 

હવે દિવસના સાત કલાક ચાલવા માટે હજારો રૂપિયા મળશે, દુનિયાના સૌથી ધનિક માણસની કંપનીની જાહેરાત 2 - image

શું છે શરતો?

આ માટે વ્યક્તિની હાઇટ પાંચ ફૂટ સાત ઇંચથી પાંચ ફૂટ અગિયાર ઇંચ હોવી જરૂરી છે. આ માટે રોજ સાત કલાક સુધી 13.61 કિલોગ્રામનું રોબોટ શૂટ પહેરીને ચાલવું પડશે. આ સાથે જ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરવા પડશે. બની શકે કે સાત કલાક સુધી આ હેડસેટ પહેરવાથી કોઈને એની આડઅસર થઈ શકે. રોબોટ શૂટ પહેરીને વ્યક્તિએ ડેટા કલેક્ટ કરવાના રહેશે. એમાં શું ઇફેક્ટ પડે છે અને શું પ્રોબ્લેમ આવે છે દરેક વસ્તુ પર ધ્ચાન આપવાનું રહેશે. તેમ જ નાના-મોટા શૂટ અને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટને લગતાં કામ પણ કરવા પડશે.

આ પણ વાંચો: ઇલોન મસ્કના Xએ એક કર્મચારીને ખોટી રીતે જોબમાંથી કાઢયો, ચૂકવવા પડશે 5.9 કરોડ રૂપિયા

ભરપૂર બેનિફિટ્સ

એક દિવસના 28000ની સાથે કંપની પહેલા જ દિવસથી મેડિકલ, ડેન્ટલ ઇન્સ્યોરન્સ, ફેમિલી બિલ્ડિંગ સપોર્ટ અને રિયાટર્મેન્ટ બેનિફિટ્સ પણ આપશે. તેમ જ બેબીસ પ્રોગ્રામ, તમાકુની લત છોડવા માટેના પ્રોગ્રામ અને  વજન ઉતારવા જેવા ઘણા પ્રોગ્રામની સુવિધા પણ આપે છે. પર્ફોર્મન્સના આધારે કેશ અને સ્ટોક ઍવૉર્ડ્સ પણ મળશે. આ જોબ માટે કોઈ પણ સમયે કામ કરવા માટે તૈયાર રહેવું પડશે અને શનિવાર અથવા તો રવિવારમાંથી એક દિવસ કામ કરવું પડશે.

Tags :