ગૂગલ ડ્રાઈવમાં ફોલ્ડર સ્ટ્રક્ચર

તમે ગૂગલ ડ્રાઇવનો
ભરપૂર ઉપયોગ કરો છો? તો સાદા પીસી કે લેપટોપની જેમ જ જુદા જુદા
ક્લાયન્ટ્સ, પ્રોજેક્ટ વગેરેની ફાઇલ્સનો ભરાવો થયો હશે.
સદભાગ્યે, ગૂગલ ડ્રાઇવસમાં આપણી ફાઇલ્સને ઓર્ગેનાઇઝ કરવાનું
કામ પ્રમાણમાં વધુ સહેલું છે. એક વાર થોડો સમય કાઢી, તમારી જરૂરિયાત મુજબ
માય ડ્રાઇવમાં ક્રમબદ્ધ મેઇન ફોલ્ડર્સ બનાવી લો અને તેને અલગ અલગ કલર આપી જુઓ. આ
પછી તમારી બધી ફાઇલ્સ કે ફોલ્ડરને આ સ્ટ્રક્ચરમાં ડ્રેગ અેન્ડ ડ્રોપ કરો. ભવિષ્યમાં
ફાઇલ શોધવાનું ઘણું સહેલું બનશે. ગૂગલ ડ્રાઇવમાં સર્ચ સુવિધા છે, પણ આપણું સ્ટ્રક્ચર
વધુ વ્યવસ્થિત હશે તો કામ સહેલું બનશે.

