Get The App

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર રીલ્સ-ફર્સ્ટ : ભારતના કેટલાક યુઝર્સ દ્વારા એને સૌથી પહેલાં ટેસ્ટ કરવામાં આવશે

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર રીલ્સ-ફર્સ્ટ : ભારતના કેટલાક યુઝર્સ દ્વારા એને સૌથી પહેલાં ટેસ્ટ કરવામાં આવશે 1 - image


Instagram Reels First Feature Test in India: ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે તેમની એપ્લિકેશનના લેઆઉટમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. પહેલી વાર ઇન્સ્ટાગ્રામ દ્વારા કોઈ પણ ફીચરને ટેસ્ટ કરવા માટે ભારતીય યુઝર્સને પસંદ કરવામાં આવ્યાં છે. આ યુઝર્સ નવા ફીચરનો ઉપયોગ કરી શકશે અને તેઓ જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ઓપન કરશે ત્યારે સૌથી પહેલાં રીલ્સ જોવા મળશે. અત્યારે યુઝરને તેમની ફીડ જોવા મળે છે જેમાં પોસ્ટ અને રીલ્સ બંને હોય છે, પરંતુ હવે સીધું રીલ્સનું સેક્શન ઓપન થશે. ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે રીલ્સ અને ડાયરેક્ટ મેસેજ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

કેમ ઇન્ડિયાને પસંદ કરવામાં આવ્યું?

ભારત ઇન્સ્ટાગ્રામનું સૌથી મોટું માર્કેટ છે. ફક્ત ભારતમાં જ તેમને 400 મિલિયનથી વધુ યુઝર્સ છે. ભારતમાં જેટલા પણ યુઝર્સ છે તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ જેટલા પણ સમય માટે કરે છે એમાં 50 ટકાથી વધુ સમય ફક્ત રીલ્સ અને વીડિયો પાછળ હોય છે. ભારતમાં ખૂબ જ વિવિધ કલ્ચર છે અને વિવિધ પ્રકારના રીલ્સ બને છે. આ તમામ રીલ્સ દુનિયાના ઘણાં યુઝર્સને પસંદ આવી રહ્યાં છે. આથી તેમના માટે ભારતમાં આ ફીચરને પસંદ કરવું ખૂબ જ સારો વિકલ્પ હોવાથી એને પસંદ કરવામાં આવ્યું છે.

શું છે રીલ્સ-ફર્સ્ટ એક્સપિરિયન્સ?

યુઝર્સ હવે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામને ઓપન કરશે ત્યારે સીધું રીલ્સ સેક્શન ઓપન થશે. આથી એને રીલ્સ-ફર્સ્ટ કહેવામાં આવી રહ્યું છે. યુઝર્સને તેમના ફોલોઅર્સની સ્ટોરીઝ રીલ્સ સેક્શનમાં પણ ઉપર જોવા મળશે. ડાયરેક્ટ મેસેજને હવે નેવિગેશન બારમાં સમાવેશ કરી દેવવામાં આવ્યો છે. પહેલાં એ ફીડ પેજ પર રાઇટ-ટોપમાં હતું. જોકે હવે એને કોઈ પણ સેક્શનમાં હોઈ તો પણ એક ક્લિક કરતાં નેવિગેશન બારમાંથી ડાયરેક્ટ મેસેજમાં જઈ શકાશે. આ ફીચર ઇન્સ્ટાગ્રામ દ્વારા સૌથી પહેલાં આઇપેડમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે હવે મોબાઇલમાં પહેલી વાર ભારતમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર રીલ્સ-ફર્સ્ટ : ભારતના કેટલાક યુઝર્સ દ્વારા એને સૌથી પહેલાં ટેસ્ટ કરવામાં આવશે 2 - image

નવી ફોલોઇંગ ટેબ

ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે ફોલોઇંગ ટેબમાં પણ બદલાવ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી રીલ્સ ટેબમાં બે વિકલ્પ હતાં: ઓલ રીલ્સ અને ફોલોઇંગ રીલ્સ. ફોલોઇંગ રીલ્સમાં જે યુઝર્સને ફોલો કરતાં હોય એની જ રીલ્સ આવે છે. જોકે હવે એમાં લેટેસ્ટ ટેબનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. એ ટેબમાં જે રીલ્સ લેટેસ્ટ હશે એ પહેલાં દેખાડવામાં આવશે. આથી યુઝર્સે કેવા રીલ્સ જોવા છે એના પર તેમનું વધુ કન્ટ્રોલ હશે.

લેઆઉટને બનાવવામાં આવ્યું સિમ્પલ

અત્યાર સુધી લેઆઉટમાં એક સેક્શનમાં જવા માટે પહેલાં બીજા સેક્શનમાં જવું પડતું હતું. ઉદાહરણ તરીકે ડાયરેક્ટ મેસેજ ઓપન કરવું હોય તો એ પહેલાં યુઝરની ફીડ એટલે કે હોમ પર ક્લિક કરવું પડતું હતું, ત્યાર બાદ ડાયરેક્ટ મેસેજ સિલેક્ટ કરી શકાતું હતું. જોકે હવે લેઆઉટને સિમ્પલ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાં હજી પણ હોમ ફીડ છે. ત્યાર બાદ બીજા ક્રમે રીલ્સ છે. ડાયરેક્ટ મેસેજને પણ હવે નેવિગેશન ટેબ પર રાખવામાં આવ્યું છે. યુઝર્સ હવે રીલ્સ, સ્ટોરીઝ, ફીડ અને ડાયરેક્ટ મેસેજ માટે ખૂબ જ સરળતાથી ટેબ બદલી શકશે.

આ પણ વાંચો: ચંદ્રને બચાવવા અંતરિક્ષમાં લઘુગ્રહ પર ન્યુક્લિયર હુમલાની તૈયારીમાં નાસા! જાણો કેમ છે ખતરો

યુઝરના ઉપયોગ અનુસાર લેઆઉટમાં બદલાવ કર્યો ઇન્સ્ટાગ્રામે

ઇન્સ્ટાગ્રામ પર હાલમાં દુનિયાભરમાં 3 બિલિયન માસિક એક્ટિવ યુઝર્સ છે. એમાંથી મેટા પ્લેટફોર્મ્સ પર દરરોજ 4.5 બિલિયન રીલ્સને રીશેર કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ શેર કરવા માટે ડાયરેક્ટ મેસેજનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સ જે રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એને ધ્યાનમાં રાખીને લેઆઉટમાં બદલાવ કરવામાં આવ્યું છે.

Tags :