ભારતીય નૌસેનાનું પ્રથમ સ્વદેશી 3ડી એર સર્વિલાન્સ રડાર LANZA-N, જાણો ખાસિયતો
3D Air Surveillance Radar (3D-ASR) - LANZA-N: ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડે સ્પેનની ડિફેન્સ કંપની ઈન્દ્રા સાથે મળી ભારતીય નૌસેના માટે પહેલા 3D એર સર્વિલાન્સ રડાર (3D-ASR)- લાન્ઝા N લોન્ચ કર્યું છે. આ રડાર એક ભારતીય નૌસેનાએ યુદ્ધ જહાજ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. જે ભારતના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભરતા તરફ લઈ જતું મહત્ત્વનું પગલું છે.
લાન્ઝા-એન રડાર શું છે?
લાન્ઝા-એન એ ઈન્દ્રાના લાન્ઝા 3D રડારનું નૌકાદળ એડિશન છે, જે વિશ્વના સૌથી અદ્યતન લાંબા અંતરના હવાઈ સંરક્ષણ અને એન્ટી-મિસાઈલ રડાર પૈકી એક છે. આ રડાર 3Dમાં હવા અને જમીન બંને લક્ષ્યોને ટ્રેક કરે છે. તેની રેન્જ 254 નોટિકલ માઈલ (લગભગ 470 કિમી) છે. તે ડ્રોન, સુપરસોનિક ફાઇટર જેટ, એન્ટી-રેડિયેશન મિસાઈલ અને નૌકાદળ પ્લેટફોર્મને કેપ્ચર કરી શકે છે. ખરાબ હવામાનમાં પણ તે કામ કરે છે. અને દુશ્મનના હુમલા રોકવામાં નિપુણ છે.
સ્પેન બાદ ભારતમાં તૈનાત
પહેલીવાર લાન્ઝા-એન રડાર સ્પેનની બહાર તૈનાત કરવામાં આવશે. ઈન્દ્રાએ હિંદ મહાસાગરની ઊંડાઈ અને ગરમીને અનુકૂળ સજ્જ બનાવી છે. રડારને યુદ્ધ જહાજની તમામ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. જે ચુસ્ત દરિયાઈ પરિક્ષણો બાદ સ્વીકારવામાં આવી છે. પરીક્ષણોમાં વિવિધ નૌસૈનિક અને હવાઈ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. આ તૈનાતી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ઈન્દ્રા વચ્ચે 2020માં થયેલા કરારનું પરીણામ છે. કરાર હેઠળ 23 રડારની ડિલિવરીની જોગવાઈ છે. જેમાં ત્રણ ઈન્દ્રા તરફથી આવશે, જ્યારે બાકીના 20 ભારતમાં ટાટા દ્વારા એસેમ્બલ કરવામાં આવશે. ટાટાએ કર્ણાટકમાં એક રડાડ એસેમ્બલી, ઈન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ સુવિધા બનાવી છે.
ભારતીય નૌકાદળ માટે મહત્ત્વનું
આ રડાર ભારતીય નૌકાદળના ફ્રિગેટ્સ, ડિસ્ટ્રોયર અને એરક્રાફ્ટ કેરિયર્સ પર સ્થાપિત કરવામાં આવશે. પહેલું રડાર યુદ્ધ જહાજ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. બાકીના ટૂંક સમયમાં આવશે. તે નૌકાદળની મોનિટરિંગ ક્ષમતાને મજબૂત બનાવશે. ઈન્દ્રાના લાન્ઝા-એન રડાર મોડ્યુલર, સોલિડ-સ્ટેટ અને પલ્સ્ડ ટેક્ટિકલ રડાર છે. જે તમામ પ્રકારના હવાઈ અને જમીન લક્ષ્યોને ટ્રેક કરે છે.