mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આઈફોન- એન્ડ્રોઈડમાં આવી રહ્યો છે એપિકનો ગેમ સ્ટોર

Updated: Mar 27th, 2024

આઈફોન- એન્ડ્રોઈડમાં આવી રહ્યો છે એપિકનો ગેમ સ્ટોર 1 - image


તમને યાદ હોય તો થોડા સમય પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં ઇન્ટરનેટ પર અત્યંત પોપ્યુલર એપિક ગેમ્સ અને એપલ/ગૂગલ વચ્ચેની કાયદાકીય લડાઈ વિશે વાત કરી હતી. એપલ અને ગૂગલ બંને કંપની તેના એપ સ્ટોરમાં મુકાતી ગેમ્સ તથા અન્ય એપમાંથી જ્યારે ડિજિટલ કન્ટેન્ટની ખરીદી કરવામાં આવે ત્યારે તેના પર ૩૦ ટકા જેટલું તગડું કમિશન વસૂલ કરે છે. ‘ફોર્ટનાઇટ’ તથા તેના જેવી અન્ય પોપ્યુલર ગેમ્સથી જબરી કમાણી કરતી એપિક ગેમ્સ કંપનીને આટલા આકરા કમિશન સામે વાંધો હતો. તેથી તેણે આ બંને કંપની સામે કોર્ટનું શરણું લીધું હતું. કોર્ટે આ કેસમાં ઘણે અંશે એપિક ગેમ્સની તરફેણમાં ચુકાદા આપ્યા છે.

હવે સમાચાર છે કે એપિક ગેમ્સ કંપની આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર પોતાનો ગેમ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે.

વિન્ડોઝ પ્લેટફોર્મ પર એપિકનો ગેમ સ્ટોર છે જ અને હવે સ્માર્ટફોન માટે પણ તેનો ગેમ સ્ટોર આવી રહ્યો છે. એપિકના ચાહકો માટે આ ખરેખર મોટા અને ખુશીના સમાચાર છે. અત્યારે પીસી માટેના એપિક સ્ટોરમાં ગેમ્સ ડેવલપરને જે આવક થાય તેમાંથી એપિક માત્ર ૧૨ ટકા કમિશન લે છે. કમિશનનું એ જ ધોરણ સ્માર્ટફોન માટેના એપ સ્ટોરમાં જાળવવામાં આવશે. મતલબ કે સરવાળે એપિક ગેમ્સના ચાહકો ફાયદામાં રહેશે.

Gujarat