Get The App

ટેક જગતમાં ભૂકંપ: OpenAI અને માઇક્રોસોફ્ટ પર મસ્કનો કેસ, 11.65 લાખ કરોડ રૂપિયા માંગ્યા!

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ટેક જગતમાં ભૂકંપ: OpenAI અને માઇક્રોસોફ્ટ પર મસ્કનો કેસ, 11.65 લાખ કરોડ રૂપિયા માંગ્યા! 1 - image


Elon Musk Legal Fight Against Openai And Microsoft : ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઇલોન મસ્કે OpenAI અને Microsoft વિરુદ્ધ કાયદાકીય કેસ કરતાં ટેક જગતમાં હડકંપ મચ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મસ્કે બંને કંપનીઓ વિરુદ્ધ 79 અબજ ડૉલર(લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા)થી લઈને 134 અબજ ડૉલર (લગભગ 11 લાખ કરોડ રૂપિયા) સુધીના વળતરની માંગ કરી છે. મસ્કે આક્ષેપ કર્યો છે કે, ચેટજીટીપી બનાવનારી કંપની OpenAIએ બિન-લાભકારી ઉદ્દેશ્યો છોડીને માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને તેમની સાથે છેતરપિંડી કરી છે.

મસ્કના વકીલોએ કોર્ટમાં અરજી દાખલ કરી

રિપોર્ટ મુજબ, મસ્કના વકીલોએ શુક્રવારે કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં વળતરનો ઉલ્લેખ કરાયો છે. મસ્કે આ પગલું ત્યારે ભર્યું છે, જ્યારે એક સંઘીય ન્યાયાધીશે OpenAI અને માઇક્રોસોફ્ટની તે અપીલને રદ કરી હતી, જેમાં બંને કંપનીઓએ એપ્રિલના અંત સુધીમાં થનારી સુનાવણી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મસ્કે 500 અબજ ડૉલર મૂલ્યાંકનની માંગ કરી

અરજીમાં કહેવાયું છે કે, મસ્ક OpenAIના વર્તમાન 500 અબજ ડૉલર મૂલ્યાંકનના એક ભાગના હકદાર છે. મસ્કનું કહેવું છે કે, 2015માં કંપનીની સહ-સ્થાપના કર્યા બાદ તેમણે 38 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું, તે આધારે તેમને આટલી રકમ મળવી જોઈએ.

આ પણ વાંચો : ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર

મસ્કના વકીલે શું કહ્યું?

મસ્કના વકીલ સ્ટીવલ મોલોએ ફાયલિંગમાં કહ્યું છે કે, ‘જે રીતે એક સ્ટાર્ટઅપમાં શરુઆતના રોકાણથી પોતાના મૂળ રોકાણથી અનેક ઘણો લાભ થાય છે, તે જ રીતે OpenAI અને માઇક્રોસોફ્ટ જે ગેરકાયદે રીતે લાભ મેળવ્યો છે અને જેને હવે મિસ્ટર મસ્ક પરત મેળવવા હકદાર છે.’

OpenAIએ શું જવાબ આપ્યો?

OpenAIએ મસ્કના દાવા પર પ્રતિક્રિયા આપતાં નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું છે કે, ‘મિસ્ટર મસ્કનો કેસ પાયાવિહોણો છે. અમે કોર્ટમાં તેને સાબિત કરવા માટે તૈયાર છીએ.’ કંપનીએ રોકાણકારોને ચેતવણી આપતાં કહ્યું છે કે, કાયદાકીય પગલાં જેમ જેમ આગળ વધશે તેમ તેમ મસ્ક વધુ ચોંકાવનારા દાવા કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મસ્કે વર્ષ 2018માં OpenAIના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. 2022માં ચેટજીટીપી લોન્ચ થયા બાદ મસ્ક કંપનીની અવાર નવાર ટીકા કરતાં રહે છે. ત્યારબાદ મસ્કે પોતાનું એઆઇ સ્ટાર્ટઅપ xAI શરુ કર્યું છે, જે ગ્રોક ચેટબોટનું નિર્માતા છે.

આ પણ વાંચો : 'પાપ'માં ભાગીદાર ન થનારા દેશોને ટ્રમ્પની ધમકી! ગ્રીનલૅન્ડ મુદ્દે સાથ આપો નહીંતર ટેરિફ ઝીંકીશું