Musk On Old Age: Tesla અને SpaceXના CEO ઇલોન મસ્કે દાવો કર્યો છે કે વૃદ્ધાવસ્થાને ધીમું કરવી કે પાછી ફેરવવી એક દિવસ શક્ય બનશે. દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં BlackRockના CEO લેરી ફિંક સાથેની ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે આ એવી સમસ્યા છે જેને વિજ્ઞાન અંતે ઉકેલી લેશે. મસ્કે કહ્યું કે વૃદ્ધ થવું કોઈ રહસ્યમય પ્રક્રિયા નથી, પરંતુ એકવાર વિજ્ઞાનીઓ તેના મૂળ કારણને ઓળખી લે તો તે ખૂબ જ સરળ થઈ જશે.
વૃદ્ધાવસ્થા અંગે મસ્કનો દૃષ્ટિકોણ
મસ્કના જણાવ્યા મુજબ માનવ શરીર એકસરખું વૃદ્ધ થાય છે, જે દર્શાવે છે કે ટ્રિલિયન જેટલી કોષોમાં આ પ્રક્રિયાને સંકલિત કરતી કોઈ આંતરિક ઘડિયાળ હોવી જોઈએ. ઉદાહરણ આપતાં ઇલોન મસ્કે કહ્યું કે 'મેં ક્યારેય કોઈને વૃદ્ધ થઈ ગયેલો ડાબો હાથ અને યુવાન જમણા હાથ સાથે નથી જોયા.'
ડિજિટલ અમરત્વનો વિચાર
વૃદ્ધાવસ્થા પાછી ફેરવવાના દાવા કરતા થોડા દિવસો પહેલાં, મસ્કે અમરત્વ અંગે અલગ વિચાર રજૂ કર્યો હતો. X પર Grokipedia અંગેની ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે આ AI આધારિત જ્ઞાન પ્લેટફોર્મ લોકોને તેમની જીવનકથાઓ અને અનુભવોને ડિજિટલ આર્કાઇવમાં અપલોડ કરવાની મંજૂરી આપે છે, જેને સમય સાથે અંતરિક્ષમાં મોકલી શકાય. આ વિચાર મુજબ શરીર કદાચ આજીવન જીવતું ન રહે, પરંતુ વાર્તા જીવંત રહે છે.
આ પણ વાંચો: યુએસ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માટેની એપ્સ આ દેશમાં એપ સ્ટોર પર છે ટોચ પર, જાણો માહિતી…
લાંબી આયુષ્ય અને સામાજિક અસર અંગે ચેતવણી
મસ્કે દાવોસ ઇવેન્ટમાં શારીરિક આયુષ્ય વધારવા અંગે સાવચેતી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે લાંબા ગાળે વૃદ્ધાવસ્થા પાછી ફેરવવી 'ખૂબ શક્ય' છે, પરંતુ અત્યંત લાંબું જીવન જીવવું ગંભીર નકારાત્મક પરિણામો આપી શકે છે. આ વિશે પણ મસ્ક કહે છે: 'હું માનું છું કે મૃત્યુમાં પણ થોડો લાભ છે. જો લોકો અત્યંત લાંબા સમય સુધી જીવશે તો સમાજમાં બદલાવ થવાનું બંધ થઈ શકે છે. એના કારણે દુનિયા ગતિશીલ નહીં બને કારણ કે વિચારો પર એની અસર પડે છે.'


