એરપોડ્સને હાર્ટ રેટ મોનિટર બનાવવા માંગે છે એપલ: AIની મદદથી આ શક્ય થશે
Airpods Turn Into Heart Rate Monitor: એપલ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી એરપોડ્સને હાર્ટ રેટ મોનિટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. એપલ ઈચ્છે છે કે તેનું એરપોડ્સ હવે એક કરતાં વધુ રીતે કામ કરે. અત્યાર સુધી સાંભળવામાં અસમર્થ વ્યક્તિ માટે એ ઉપયોગી સાબિત થયું છે. જોકે હવે તેને હાર્ટ રેટ મોનિટર બનાવવામાં માટે તૈયારી કરવામાં આવી રહી છે. કંપનીની રિસર્ચ ટીમ દ્વારા એક પેપર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટ રેટ કેવી રીતે મોનિટર કરી શકાય.
હાર્ટ રેટ માટે AIનો ઉપયોગ
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એરપોડ્સ કેવી રીતે હાર્ટ રેટ મોનિટર કરી શકે. રિસર્ચ અનુસાર, એરપોડ્સ દરેક અવાજને મોનિટર કરશે, તેમ જ બોલતી વખતે હાર્ટનો અવાજ પણ મોનિટર કરશે. આ અવાજના આધારે નક્કી કરવામાં આવશે કે હાર્ટ રેટ કેટલી છે. એ એક અંદાજિત આંકડો હશે, પરંતુ શક્ય છે. જેમ ડોક્ટર ધબકન સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, તેમ જ એરપોડ્સ પણ ઉપયોગી બની શકે. આ માટે એપલની રિસર્ચ ટીમ દ્વારા છ મોડલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં HuBERT, wav2vec2 અને તેમના દ્વારા વિકસિત કોન્ટ્રાસ્ટિવ લેન્ગ્વેજ-ઓડિયો પ્રીટ્રેઇનિંગ મોડલનો સમાવેશ થાય છે. આ મોડલ દ્વારા એરપોડ્સ હાર્ટનો અવાજ કેટલી સારી રીતે પારખી શકે છે, એ ચકાસવામાં આવ્યું હતું.
અદ્ભુત પરિણામ પ્રાપ્ત થયું
AI મોડલ હજી સુધી હેલ્થકેર માટે ડિઝાઇન કરવામાં આવ્યા નથી, છતાં તેનો પરીક્ષણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણમાં પરિણામ આશ્ચર્યજનક રીતે ઉત્તમ આવ્યું. સ્ટેથોસ્કોપ કરતા પણ એરપોડ્સ વધુ સારી રીતે કાર્ય કરતા જણાયા. એપલની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડ કરાયેલા હાર્ટના અવાજ પર પરીક્ષણ કર્યું. આudio ક્લિપને પાંચ-પાંચ સેકન્ડના સેગમેન્ટમાં વિભાજિત કરવામાં આવી. AI દ્વારા એનાલિસિસ કરીને, પાંચ સેકન્ડમાં કેટલો હાર્ટબીટ છે, તે પરથી એક મિનિટ માટેનો અંદાજ કાઢવામાં આવ્યો.
હાર્ટ સિગ્નલને કેવી રીતે પારખવામાં આવશે?
AI મોડલ જે હાર્ટ સિગ્નલને ઓળખવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો, તેમાં મિડ-લેવલનું લેયર સૌથી અસરકારક હોવાનું બહાર આવ્યું. આ મોડલમાં આંતરિક લેયર સ્પીચને ફાઇન-ટ્યુન કરવા માટે વધુ ઉપયોગી સાબિત થાય છે. હાર્ટબીટ માટે આ આંતરિક લેયર કોઈ ઉપયોગી નીવડે નહીં, તેથી એપલ ચોક્કસ પાર્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો: AIને કારણે પાંચ વર્ષમાં ખતમ થઈ જશે તમામ નોકરીઓ? ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓનો ચોકાવનારો ખુલાસો
ભવિષ્યમાં એરપોડ્સ માટે સંકેત
આ રિસર્ચ પછી, એપલ દ્વારા કોઈ પણ કમર્શિયલ પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવી નથી. જોકે, એપલએ સંકેત આપ્યો છે કે તેના એરપોડ્સમાં આ ટેક્નોલોજીનો સમાવેશ થઈ શકે. એપલના એરપોડ્સ પ્રો, પ્રો મેક્સ અને બીટ્સ પાવરબીટ્સ પ્રો 2માં આ ટેક્નોલોજી ઉમેરવામાં આવી શકે.