સેટેલાઇટથી ચાલશે હવે ઇન્ટરનેટ, ઇલોન મસ્કની સ્ટારલિંકને મળી સરકારની મંજૂરી
Starlink Gets Approval From India: ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે ઇલોન મસ્કની સ્ટારલિંકને સરકારની મંજૂરી મળી ગઈ છે. એક રિપોર્ટ મુજબ સ્ટારલિંકને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ આપી દેવામાં આવ્યો છે. જોકે આ લેટરમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે હજી તેમને ફાઇનલ લાઇસન્સ આપવામાં નથી આવ્યું. એ પરવાનગી ત્યારે જ આપવામાં આવસે ત્યારે લાયસન્સ માટેની તમામ શરતો પૂરી કરવામાં આવશે.
બહુ જલદી આપવામાં આવશે ફાઇનલ લાયન્સ
એક સરકારી ઓફિસર દ્વારા મની કન્ટ્રોલને કહેવામાં આવ્યું હતું કે સ્ટારલિંકને GMPCS, VSAT અને ISP લાયસન્સ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ આપી દેવામાં આવ્યું છે. ફાઇનલ લાયન્સ તમામ શરતો પૂરી છયા બાદ આપવામાં આવશે અને બહુ જલદી આપી દેવામાં આવે એવું બની શકે છે. વોશિંગટન પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઇલોન મસ્કની સ્ટારલિંકને પરવાનગી આપવાની પ્રોસેસને ઝડપી બનાવી દેવામાં આવી છે. આ પાછળનું કારણ અમેરિકા સાથેની ટ્રેડ વોરમાં વાતચીત કરવામાં ભારતને વધુ મદદ મળી શકે એમ છે.
અરબો ડોલરનો થઈ શકે છે ખર્ચ
સ્ટારલિકંની સર્વિસને ભારતમાં શરૂ કરવા માટે અરબો ડોલરનો ખર્ચ થઈ શકે છે. ભારતમાં કંઝ્યૂમર બ્રોડબેન્ડ માર્કેટને એક ટકા કવર કરવાથી સ્પેસએક્સને દર વર્ષે એક બિલિયન ડોલરની કમાણી કરી શકે છે. સ્ટારલિંકને લેટર મળી ગયો હોવાથી એ બહુ જલદી ભારતમાં સર્વિસ શરૂ કરશે. સ્ટારલિંક સેટેલાઇટ સર્વિસ એક રીતે જોવા જઈએ તો વનવેબની સર્વિસ છે એ જ મૂજબ સર્વિસ આપશે. વનવેબ દ્વારા ભારતમાં પહેલેથી જ સેટેલાઇટ સર્વિસ આપવામાં આવી રહી છે અને એરટેલ કંપનીમાં એની ખૂબ જ મોટી ભાગીદારી પણ છે.
જિયો અને એરટેલે કરી પાર્ટનરશિપ
સ્પેસએક્સની સ્ટારલિંક સાથે જિયો અને એરટેલ બન્નેએ પાર્ટનરશિપ કરી છે. તેઓ સ્ટારલિંક સાથે મળીને પોતાની સર્વિસ લઈને આવશે. 2025ની શરૂઆતમાં આ પાર્ટનરશિપ વિશે જાહેરાત કરવામાં આવી હતી. જોકે હજી સુધી સ્ટારલિંક દ્વારા આ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ મોદી સરકાર કેવી રીતે સાઇબર સિક્યોરિટીને હેન્ડલ કરી રહી છે?
શું છે સ્ટારલિંક?
- સ્ટારલિંક એ ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીની સેટેલાઇટ પર આધારિત ઇન્ટરનેટ સર્વિસ છે.
- લો-અર્થ ઓરબિટમાં હજારો સેટેલાઇટ્સની મદદથી આ સર્વિસ કામ કરે છે.
- આ સર્વિસનો હેતું રિમોટ અને ગ્રામ્ય વિસ્તારમાં અને એવી દરેક જગ્યાએ જ્યાં ઇન્ટરનેટ ન પહોંચી શકતું હોય ત્યાં પણ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનું છે.
- યુઝર્સને એક સેટેલાઇટ ડિશ અને રાઉટરની મદદથી કનેક્ટિવિટી મળે છે.
- આ ઇન્ટરનેટ સર્વિસ 25 Mbpsથી લઈને 220 Mbps સુધિની ડાઉનલોડ સ્પીડ ઓફર કરે છે.
- લો લેટેંસી (20-40 ms)ને સપોર્ટ કરતી હોવાથી સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં ઉત્તમ પર્ફોર્મન્સ જોવા મળશે.
- ડોયરેક્ટ-ટૂ-સેલ ફીચરની મદદથી મોબાઇલ ફોનને પણ કનેક્ટ કરવાની યોજના છે.
- સ્ટારલિંક હાલમાં 100થી વધુ દેશોમાં આ સર્વિસ પ્રોવાઇડ કરી રહી છે.
- સ્ટારલિંકને બ્રોડબેન્ડ પણ કહેવામાં આવે છે કારણ કે એ હાઇબેન્ડવિથ પર કામ કરે છે.
- ભારતમાં લોન્ચ કરવા માટે ફાઇનલ લાયસન્સની રાહ જોવામાં આવી રહી છે.