Get The App

હવે ચૂંટણીની તમામ માહિતી એક જ એપમાં, 40થી વધુ એપ કરી દેવાશે સંપૂર્ણપણે બંધ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
હવે ચૂંટણીની તમામ માહિતી એક જ એપમાં, 40થી વધુ એપ કરી દેવાશે સંપૂર્ણપણે બંધ 1 - image


ECI Working On All-In-One Application: ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી માટેની હવે તમામ માહિતી માટે એક જ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે. અત્યાર સુધી અલગ-અલગ માહિતી માટે અલગ-અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો, જોકે હવે યુઝર્સને તકલીફ નહીં પડે. મતદાતા અને ચૂંટણી અધિકારીઓ માટે ECINETનો ઉપયોગ ફરજિયાત રહેશે.

ECINET દ્વારા મળશે તમામ માહિતી

ECI મતદાતા, ચૂંટણી અધિકારીઓ અને પોલિટિકલ પાર્ટીઓ માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. ECI અત્યંત જલદી ECINET એપ્લિકેશન લોન્ચ કરશે, જે એકમાત્ર એવો પ્લેટફોર્મ હશે, જ્યાં ચૂંટણી સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ રહેશે.

ECIની હાલની મોબાઇલ અને વેબ સર્વિસ સાથે 40 જેટલી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ તમામ એપ્લિકેશન્સ એક જ જગ્યાએ જોડવામાં આવશે. ECINET યુઝર્સ માટે સરળ ઈન્ટરફેસ અને વધુ સારી અનુભૂતિ સાથે તૈયાર કરાશે, જે મતદાતા અને ચૂંટણી અધિકારીઓ માટે માહિતી મેળવવાનું વધુ સરળ બનાવી દેશે.

મોબાઇલ અને ડેસ્કટોપ પર મળશે તમામ જાણકારી

આ પ્રોજેક્ટની કલ્પના મુખ્ય ચૂંટણી અધિકારી ગ્યાનેશ કુમારે માર્ચ 2025માં તમામ અધિકારીઓની બેઠકમાં રજૂ કરી હતી, જેમાં ચૂંટણી અધિકારી ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોષી પણ હાજર હતા.

હવે ચૂંટણીની તમામ માહિતી એક જ એપમાં, 40થી વધુ એપ કરી દેવાશે સંપૂર્ણપણે બંધ 2 - image

ECINET ની મદદથી તેના યુઝર્સ મોબાઇલ અને ડેસ્કટોપ વર્ઝન દ્વારા તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે. એપ્લિકેશનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ઉપલબ્ધ માહિતી માત્ર ચૂંટણી અધિકારી દ્વારા જ અપલોડ કરવામાં આવશે, જે પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને 1951, તથા 1960ના સુધારા અને ચૂંટણી પ્રક્રિયા નિયમ 1961 અનુસાર રહેશે.

ECINETમાં સમાવેશ થશે આ એપ્લિકેશન્સ

ECINETમાં ECIની કેટલીક હેતુસર બનાવેલી એપ્લિકેશન્સ ઉમેરાશે, જેમાં વોટર હેલ્પલાઇન, વોટર ટર્નઆઉટ, cVIGIL, સુવિધા 2.0, ESMS, સક્ષમ, અને KYC સામેલ થશે.

હાલમાં આ એપ્લિકેશન્સ 5.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, અને ECINET દ્વારા તમામનો એકત્રિત ઉપયોગ વધુ સરળ બનશે.

આ પણ વાંચો: એક સમયે લોકપ્રિય વીડિયો કોલિંગ એપ Skype આવતીકાલથી ઓફિશિયલી બંધ થઈ જશે

100 કરોડથી વધુ મતદાતાઓ માટે લાભદાયક

ECINET દ્વારા 100 કરોડથી વધુ મતદાતા લાભ મેળવશે. આ સાથે 10.5 લાખ બૂથ લેવલ ઓફિસર, 15 લાખ રાજકીય એજન્ટ્સ, 45 લાખથી વધુ પોલિંગ અધિકારી, 15,597 આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, 4,123 ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, અને 767 જિલ્લા ચૂંટણી અધિકારી પણ તેમાં જોડાશે.

હાલમાં ECINET એડવાન્સ સ્ટેજ પર છે, જેમાં કાર્યક્ષમતા, પ્રયોગની સરળતા, અને સાયબર સિક્યુરિટી માટે વિવિધ ચકાસણી કરાઈ રહી છે. આ એપ્લિકેશન રાજ્યો અને યુનિયન ટેરિટરી, તેમજ ચૂંટણી સાથે સંકળાયેલા દરેક લોકોના અભિપ્રાય અને નવા આઈડિયાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

Tags :