Get The App

ભારતમાં ગૂગલ અને મેટાની મુશ્કેલીમાં થયો વધારો: જાણો ED એ કયા કેસમાં મોકલ્યા ફરી સમન્સ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં ગૂગલ અને મેટાની મુશ્કેલીમાં થયો વધારો: જાણો ED એ કયા કેસમાં મોકલ્યા ફરી સમન્સ 1 - image


Google And Meta Under Radar: ભારતમાં ગૂગલ અને મેટાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ED દ્વારા તેમને ફરી સમન્સ મોકલવામાં આવ્યાં છે. ગૂગલ અને મેટા પર ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્લિકેશનની એડ્સ ચલાવવા માટે બંને કંપનીઓને 28 જુલાઈએ ED દ્વારા હાજરી આપવા માટે સમન્સ મોકલવામાં આવ્યાં છે. આ પહેલાં ગૂગલ અને મેટાએ કાયદાકીય દસ્તાવેજો ચોક્કસ ન હોવાથી હાજરી આપવા માટે તૈયારી નહોતી દેખાડી અને નવી તારીખની માગણી કરી હતી. આથી હવે તેમને જરૂરી પેપરની સાથે 28 જુલાઈએ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ખોટી બ્રાન્ડના પ્રમોશન માટે પ્લેટફોર્મનો કરવામાં આવતો હતો ઉપયોગ

EDને તેમની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગૂગલ અને મેટાનો ઉપયોગ ખોટી બ્રાન્ડના પ્રચાર અને ઓનલાઇન સટ્ટાબાજી ચલાવનાર એપ્લિકેશનની એડ્સ માટે કરવામાં આવતો હતો. આ એપ્લિકેશન પ્રતિબંધ હોવા છતાં દેશભરના કરોડો યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. સટ્ટાબાજીની આ એપ્લિકેશન યુવાનોમાં નશાની જેમ કામ કરી રહી છે અને તેમને એની લત લાગી ગઈ છે.

22 કરોડ લોકો ઉપયોગ કરે છે આ એપ્સનો

ભારતમાં કુલ 22 કરોડ લોકો આ પ્રકારની સટ્ટાબાજીની એપ્લિકેશન સાથે જોડાયેલા છે. એમાંથી 11 કરોડ લોકો રોજના એના પર રમતા જોવા મળે છે. 2025ના પહેલાં ત્રણ મહિનામાં આ એપ્લિકેશન પર લગભગ 1.6 અરબ વાર લોકોએ વિઝિટ કરી હતી. ભારતમાં સટ્ટાબાજીનું બજાર હવે 100 અરબ ડોલર સુધી પહોંચી ગયું છે. દર વર્ષે હવે ₹27000 કરોડ રૂપિયાનો ટેક્સ પણ બચાવવામાં આવે છે. આ કેસમાં ભારતની જુદી-જુદી ઇન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઝને પણ સમન્સ મોકલવામાં આવ્યાં છે. આ સેલિબ્રિટીઝે પૈસાની લાલચમાં આ એપ્લિકેશનની એડ્સમાં કામ કર્યું છે જે સીધું યુવાનો અને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

આ પણ વાંચો: 250 કરોડ, રોજના આટલાં સવાલોના જવાબ આપે છે ચેટજીપીટી

માનસિક રોગ માટેનું બની રહ્યું છે કારણ

કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે આ પ્રકારની એપ્લિકેશન માનસિક રોગનું કારણ બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ આ પ્રકારની એપ્લિકેશનને માનસિક રોગને નોતરતી કહેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ એપ્લિકેશનની લતનો શિકાર બનેલા હજારો લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. આત્મહત્યા કરનારામાં વિદ્યાર્થી, ગૃહિણીઓ અને બેરોજગાર યુવાનોનો સમાવેશ થાય છે. તેલંગાનામાં કરવામાં આવેલી એક અરજી અનુસાર ફક્ત આ એક રાજ્યમાં ઓનલાઇન સટ્ટાબાજીને કારણે અત્યાર સુધી 1023 થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે.

ગૂગલ અને મેટા પર તવાઈ

આ ખૂબ જ ગંભીર વિષય હોવાથી ગૂગલ અને મેટા પર તવાઈ આવી છે. તેમણે હવે કોઈ પણ એપ્લિકેશનની એડ્સ રજૂ કરવા પહેલાં કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જો તેઓ હવે આવી એડ્સને દેખાડશે તો તેમના વિરુદ્ધ સરકાર દ્વારા સખત પગલાં લેવામાં આવશે.

Tags :