Get The App

ડ્રેક્યુલાઝ ચિવિટો: ગ્રહરચના કરતી વિરાટ ડિસ્કના નઝારાથી વિજ્ઞાનીઓને આશ્ચર્ય

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
ડ્રેક્યુલાઝ ચિવિટો: ગ્રહરચના કરતી વિરાટ ડિસ્કના નઝારાથી વિજ્ઞાનીઓને આશ્ચર્ય 1 - image

- આ આકાશગંગા આપણાં સૂર્યમંડળ કરતાં 40 ગણી મોટી છે

- આ પ્રોટોપ્લેનેટરી ડિસ્કનું દળ જ્યુપિટર ગ્રહ કરતાં ત્રીસ ગણું વધારે અને તેનો વ્યાસ 400 અબજ માઇલ્સ છે

હ્યુસ્ટન, યુએસ : ખગોળશાસ્ત્રીય ઘટનાનો વ્યાપ ઘણીવાર એટલો મોટો હોય છે કે તેને સમજવા માટે પણ મથામણ કરવી પડે. આવી જ એક ઘટનામાં પૃથ્વીથી એક હજાર પ્રકાશવર્ષના અંતરે આવેલી આપણાં સૂર્યમંડળ કરતાં વ્યાસમાં લગભગ ૪૦ ગણી મોટી ગ્રહરચના કરતી આકાશગંગાની તસવીરો નાસાના હબલ ટેલિસ્કોપ દ્વારા ઝડપવામાં આવી છે. આ ગોળગોળ ફરતી ડિસ્કને ડ્રેક્યુલાઝ ચિવિટો એવા લાડકા નામે ઓળખાવવામાં આવી છે. ટ્રાન્સવેનિયાના અને પેરૂના એક એક સંશોધકના લાડકા નામ પરથી ડ્રેક્યુલા અને ઉરૂગ્વેની નેશનલ ડીશ ચિવિટો નામની સેન્ડવીચ પરથી આ આકાશગંગાનું નામ ડ્રેક્યુલાઝ ચિવિટો પાડવામાં આવ્યું છે. હબલ ટેલિસ્કોપના આ નવા સંશોધનને મંગળવારે એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં મંગળવારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સની સંશોધક ક્રિસ્ટિના મોનાશે જણાવ્યું હતું કે આ પ્રોટોપ્લેનેટરી ડિસ્કની તસવીરોની વિગતો જોઇ એમ લાગે છે કે ગ્રહોનું  ક્રિડાંગણ આપણે માનીએ છીએ તેના કરતાં વધારે સક્રિય અને અંધાધૂંધીભર્યું છે. 

હબલ અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા અગાઉ અન્ય ડિસ્કમાં આવી રચનાઓ જોવા મળી છે પણ આ ડિસ્ક જેનું સત્તાવાર નામ આઇઆરએએસ ૨૩૦૭૭પ્લસ૬૭૦૭  રાખવામાં આવ્યું છે તેની રચના અસામાન્ય છે. તેની આ અસામાન્ય રચનાને કારણે તેની પેટા રચનાઓ દ્શ્યમાન પ્રકાશમાં અસામાન્ય દૃષ્ટિકોણથી જોવા મળે છે. જેના કારણે ગ્રહની રચનાનો અભ્યાસ કરવાની તે નવી લેબોરેટરી બની રહેશે. 

જ્યુપિટર ગ્રહ કરતાં આ ડિસ્કનું દળ દસથી ૩૦ ગણું વધારે છે અને તેમાં વિશાળ સૌર મંડળ  પણ હોઇ શકે છે. સહસંશોધક જોશુઆ બેનેટ લોવેલે જણાવ્યું હતું કે અમે આ ડિસ્કની રચના જોઇ ચકિત થઇ ગયા છીએ.  આ ડિસ્ક પૃથ્વીથી અંદાજે એક હજાર પ્રકાશવર્ષના અંતરે આવેલી છે અને તેનું  ૪૦૦ અબજ માઇલ્સ વિસ્તારમાં ફેલાયેલી છે. તે આપણા સૌર મંડળ કરતાં લગભગ ૪૦ ગણો વિસ્તાર ધરાવે છે.