ડેટા બ્રિચથી કંપનીને થાય છે ભારે નુક્સાન: ભારતમાં એક હુમલાનો સરેરાશ ખર્ચ 22 કરોડ
Date Breach Cost: 2025માં ભારતમાં ડેટા બ્રિચનો સરેરાશ ખર્ચ 22 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગયા વર્ષની સરખામણીમાં એમાં 13 ટકાનો વધારો થયો છે. IBMના એન્યુઅલ ‘કોસ્ટ ઑફ ડેટા બ્રિચ’ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં 6500 ડેટા બ્રિચના કેસને એમાં એનાલાઇઝ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો અને આ સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે જે સિક્યોરિટી માટેના પગલાં ભરવામાં આવે છે એમાં પણ ખૂબ જ તફાવત જોવા મળી રહ્યો છે.
ડેટા બ્રિચનો સરેરાશ ખર્ચ શું છે?
ડેટા બ્રિચ બાદ એને ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે એ માટેનો ખર્ચ. ત્યાર બાદ ડેટા રિકવર કરવામાં આવે છે એ માટેનો ખર્ચ, ફી અને દંડનો ખર્ચ, કસ્ટમરનો ટ્રસ્ટ તૂટ્યો હોવાથી થતું નુકસાન, ડેટા બ્રિચ બાદ સિક્યોરિટીમાં જે વધારો કરવામાં આવે છે એ ખર્ચ, આથી એક ડેટા બ્રિચ બાદ સરેરાશ 22 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
AIને રેગ્યુલેટ કરવામાં ન આવતી સિસ્ટમ બને છે ટાર્ગેટ
IBM પહેલી એવી કંપની છે જેમણે AI આધારિત સિક્યોરિટી સિસ્ટમ પર પણ રિસર્ચ કર્યું હતું. AI સિસ્ટમ પર ઓછો ટાર્ગેટ થાય છે, પરંતુ એવી જ સિસ્ટમને ટાર્ગેટ કરવામાં આવે છે જેને કંપની દ્વારા રેગ્યુલેટ કરવામાં નથી આવતી. આથી સાયબર ક્રિમિનલ દ્વારા એવી જ સિસ્ટમને ટાર્ગેટ કરવામાં આવે છે. IBM ઇન્ડિયા અને સાઉથ એશિયાના ટૅક્નોલૉજીના વાઇસ પ્રેસિડન્ટ વિશ્વનાથ રામસ્વામી કહે છે, ‘AIમાં ભારત જેટલું આગળ જઈ રહ્યું છે એને કારણે ઘણી નવી તકો ઊભી થઈ રહી છે. જોકે એની આડઅસર છે કે કંપનીઓ નવા અને ખૂબ જ વિચિત્ર સાયબર અટેકનો સામનો કરી રહી છે.’
સાયબર સિક્યોરિટી પર ધ્યાન આપવામાં નથી આવતું
IBMની સ્ટડીમાં જાણવા મળ્યું કે 60 ટકા એવી ભારતીય કંપનીઓ પર આ પ્રકારના અટેક થાય છે જેમાં સાયબર સિક્યોરિટીની પોલિસી નથી હોતી અથવા તો એને બનાવવામાં આવી રહી છે. ફક્ત 37 ટકા કંપનીઓએ AI એક્સેસ કન્ટ્રોલને અપનાવ્યું છે. આ 37 ટકા જેટલી કંપનીઓ પાસે સાયબર સિક્યોરિટીની પોલિસી છે એમાંથી ફક્ત 34 ટકા કંપનીઓ જ AI આધારિત ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે. આથી સાયબર સિક્યોરિટી વધારવા માટેની તૈયારીમાં ભારતીય કંપનીઓમાં ખૂબ જ ઓછી તૈયારી જોવા મળી રહી છે.
શેડો AIને કારણે થઈ રહ્યું છે નાણાકીય નુકસાન
આ રિપોર્ટમાં જાણવામાં આવી રહ્યું છે કે શેડો AIને કારણે પણ કંપનીઓને ખૂબ જ નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. શેડો AI એટલે કે કોઈ પણ નિયમ અનુસાર કામ કરતાં AI ટૂલ જેનો કંપનીની પોલિસી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. કંપનીઓમાં થતાં ડેટા બ્રિચના ટોચના ત્રણ કારણોમાં આ શેડો AIનો પણ સમાવેશ થાય છે. ભારતમાં શેડો AIના કારણે કંપનીને સરેરાશ 1.79 કરોડ રૂપિયાનો ડેટા બ્રિચ ખર્ચ થાય છે. ભારતમાં હજી પણ 18 ટકા ફિશિંગ અટેક કરવામાં આવે છે. ત્યાર બાદ 17 ટકા થર્ડ-પાર્ટી વેન્ડર અને સપ્લાય ચેન પર અટેક થાય છે. 13 ટકા અટેક કંપનીની સાયબર સિક્યોરિટીમાં ખામી હોવાથી થાય છે.
AI સિક્યોરિટીના ઉપયોગથી ડેટા બ્રિચ ખર્ચમાં થઈ શકે છે ઘટાડો
ઘણાં રિપોર્ટ અને રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે AI સિક્યોરિટી ટૂલનો ઉપયોગ કરવામાં આવતી કંપનીઓમાં ડેટા બ્રિચ ખર્ચ ઓછો જોવા મળી રહ્યો છે. જોકે આમ છતાં સર્વે કરવામાં આવેલી ભારતીય કંપનીઓમાં 73 ટકા કંપનીઓ AI સિક્યોરિટીના ઉપયોગ નથી કરતી. રિસર્ચ સેક્ટરમાં સૌથી વધુ સરેરાશ ડેટા બ્રિચ ખર્ચ જોવા મળ્યો છે જે 28.9 કરોડ છે. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં આ સરેરાશ ખર્ચ 28.8 કરોડ છે અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આ ખર્ચ 26.4 કરોડ રૂપિયા છે. ભારતમાં બ્રિચ લાઇફસાયકલ ટાઇમ 263 દિવસ થયો છે. ગયા વર્ષની સરખામણીમાં એમાં 15 દિવસનો વધારો થયો છે. કંપનીઓ હવે આ પ્રકારના સાયબર અટેકને ઓળખીને એની સામે પોતે પણ કામ કરી રહી હોવાથી આ લાઇફસાયકલ ટાઇમમાં વધારો થયો છે.