18 વર્ષથી ગર્ભવતી ન થતી મહિલાએ AIની મદદથી બાળકને આપ્યો જન્મ, જાણો કેવી રીતે…
AI Helps in Pregnancy: એક કપલ છેલ્લા 18 વર્ષથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ મહિલાને ગર્ભ રહેતો ન હતો. જોકે AI ની મદદથી હવે તેણે બાળકને જન્મ આપ્યો છે. આ કપલે ઘણી વાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન(IVF)ની પણ મદદ લીધી હતી. તેમણે એ દુનિયાના ઘણાં ડૉક્ટરો પાસે કરાવ્યું હતું. જોકે તેમને સફળતા નહોતી મળી કારણ કે તેમને અઝૂસ્પર્મિયા નામની એક ભાગ્યે જોવા મળતી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. એમાં સ્પર્મ કાઉન્ટ ખૂબ ઓછો હોય છે.
AI એ કરી મદદ
આ કપલ કંટાળી ગયું હતું અને છેલ્લે તેમણે કોલમ્બિયા યુનિવર્સિટીના ફર્ટિલિટી સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીંના ડૉક્ટરે નવી ટૅક્નોલૉજી સ્પર્મ ટ્રેકિંગ એન્ડ રીકવરી મેથડનો ઉપયોગ કર્યો હતો. આ ટૅક્નોલૉજીમાં AIનો ઉપયોગ થાય છે. અઝૂસ્પર્મિયાવાળા પુરુષમાં છુપાયેલા સ્પર્મને શોધવાનું કામ AI કરે છે. એને શોધીને રીકવર કર્યા બાદ એના સેમ્પલને AI સિસ્ટમ દ્વારા ફર્ટિલિટી સેન્ટર દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યો હતો. એમાં ત્રણ સ્પર્મ શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સ્પર્મનો ઉપયોગ IVF દ્વારા પત્નીના ઇંડાને ફર્ટિલાઇઝ કરવા માટે થયો હતો. ત્યાર બાદ આ મહિલા સફળતાપૂર્વક પ્રેગ્નન્ટ થઈ હતી.
સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
સ્પર્મ ટ્રેકિંગ એન્ડ રીકવર સિસ્ટમને હાઇ-સ્પીડ કેમેરાવાળા માઇક્રોસ્કોપ સાથે કનેક્ટ કરવામાં આવ્યું હોય છે. એમાં ઍડ્વાન્સ ઈમેજિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સીમેન સેમ્પલને સ્કેન કરે છે. આ માટે એક સ્પેશ્યલ ચીપ બનાવવામાં આવી છે એના પર મૂકીને માઇક્રોસ્કોપ દ્વારા સ્કેન કરવામાં આવે છે. એક કલાકની અંદર 80 લાખ ફોટા ક્લિક કરવામાં આવે છે અને એની મદદથી સ્પર્મ સેલ તરીકે ઓળખાતા સ્પર્મને શોધવામાં આવે છે. એક વાર ઓળખાઈ ગયા બાદ એને અલગ કરવામાં આવે છે જેને રીકવર સેલ કહેવામાં આવે છે.
નવી ટૅક્નોલૉજી અને રીત
કોલમ્બિયા યુનિવર્સિટીના ફર્ટિલિટી સેન્ટરના ડિરેક્ટર ડૉક્ટર ઝેવ વિલિયમ્સ અને તેમની ટીમ દ્વારા પાંચ વર્ષના સમય બાદ આ મેથડ શોધવામાં આવી છે. ખૂબ જ એક્સપર્ટ અને ટ્રેઈન્ડ ટેક્નિશિયનને બે દિવસ બાદ પણ સ્પર્મ સેલ ન મળે એવા સેમ્પલને આ ટૅક્નોલૉજી એક કલાકની અંદર 44 સ્પર્મ સેલ શોધી આપે છે. અઝૂસ્પર્મિયાથી પીડિત કપલની ટ્રીટમેન્ટ માટે આ ટૅક્નોલૉજી ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. અઝૂસ્પર્મિયા વાળી વ્યક્તિની ટ્રીટમેન્ટ ખૂબ જ ગંભીર પણ હોઈ શકે છે. કેટલાકને સર્જરી કરાવવી પડે છે તો કેટલાકને હોર્મોન્સની દવા આપવામાં આવે છે. જોકે એમ છતાં એ સફળ રહે એ જરૂરી નથી.
કેટલો ખર્ચ થાય છે?
અઝૂસ્પર્મિયાથી પીડાતા પુરુષ એટલે કે કપલ માટે આ ટૅક્નોલૉજી ખૂબ જ આશીર્વાદરૂપ બની શકે છે. આ ટૅક્નોલૉજી હાલમાં કોલમ્બિયા યુનિવર્સિટીના ફર્ટિલિટી સેન્ટરમાં જ ઉપલબ્ધ છે. જોકે ડૉક્ટર ઝેવ વિલિયમ્સ તેમના કામને અન્ય ફર્ટિલિટી સેન્ટરના લોકો સાથે પણ શેર કરવા માંગે છે. આ ટૅક્નોલૉજીની મદદથી સ્પર્મને શોધી, આઇસોલેટ કરી એને ફ્રીઝ કરવામાં આવે છે. આ માટે અંદાજે 3000 અમેરિકન ડૉલર એટલે કે ₹2.56 લાખ રૂપિયાની આસપાસ થાય છે.
આ પણ વાંચો: શુંભાશું શુક્લાએ મારી સેન્ચુરી: પૃથ્વીની ફરતે 113 ફેરા પૂરા કર્યા
AIનો ઉપયોગ ફર્ટિલિટી દવામાં
આ ટૅક્નોલૉજી માટે AIનો ઉપયોગ થાય છે, પરંતુ ફર્ટિલિટીની દવા માટે પણ AIનો ઉપયોગ થઈ રહ્યો છે. કેટલીક અલ્ગોરિધમ બનાવવામાં આવી છે જેનાથી કઈ દવાની મદદથી જલદી રિઝલ્ટ મળી શકે છે અને કઈ દવા વધુ હેલ્ધી છે એ જણાવે છે. CHLOE પણ એક ટૂલ છે જેની મદદથી મહિલાના ઇંડાની ક્વોલિટી કેવી છે એ ચેક કરી શકાય જેથી તે ભવિષ્ય માટે એને ફ્રીઝ કરી શકે. આથી AIનો ઉપયોગ હવે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે અને પ્રેગ્નન્સી માટે એનો ઉપયોગ કરવામાં આવતાં રિઝલ્ટ પણ સારું મળી રહ્યું છે.