Get The App

મ્યુઝિકના શોખીન બનો પોતાના DJ, લાઇવ ટ્રાન્સલેશનથી વાત કરો કોઈપણ ભાષામાં : iOS 26માં મળશે ધમાકેદાર ફિચર્સ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
મ્યુઝિકના શોખીન બનો પોતાના DJ, લાઇવ ટ્રાન્સલેશનથી વાત કરો કોઈપણ ભાષામાં : iOS 26માં મળશે ધમાકેદાર ફિચર્સ 1 - image


Apple WWDC 2025: એપલ તેની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC)માં નવી ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરી છે. આ ઇવેન્ટનું આયોજન 9-13 જૂને રાખ્યું છે. આ ઇવેન્ટમાં ધણાં સોફ્ટવેરને રિલીઝ કરવામાં આવ્યાં છે.  જોકે, એપલમાં અત્યાર સુધી AI એટલું ખાસ કામ નથી કરતું, એટલે એમાં તેમણે વધુ ધ્યાન આપ્યું છે અને ઇન્ટેલિજન્સ એક્શનને રિલીઝ કર્યું છે.

ઓપરેટિંગ સિસ્ટમના નામકરણ

એપલ અત્યાર સુધી આઇફોન, આઇપેડ અને Mac ઓપરેટિંગ સિસ્ટમના નામ ક્રમ અનુસાર આપે છે. એટલે કે હાલમાં iOS 18 ચાલી રહી છે, તો આગામી અપડેટ iOS 19 હોવી જોઈએ. જોકે, હવે એની જગ્યાએ એપલ દ્વારા વર્ષ અનુસાર અપડેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમ નવા આઇફોન સાથે સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની હોવાથી 2026ના વર્ષને ધ્યાનમાં રાખીને iOS 26 નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે આઇપેડનું નામ પણ એ રીતે આપ્યું છે. macOS 14 હાલમાં ચાલી રહી છે અને macOS 15 ની જગ્યાએ macOS 2026 નામ આપવામાં આવ્યું છે. એપલ આ નામકરણ એટલા માટે કરી રહ્યું છે કે આ નવી અપડેટ અત્યાર સુધીની એકદમ અલગ અપડેટ હશે. આ અપડેટમાં એપલ આઇકન, ગ્રાફિક્સ, મેન્યૂ, યુઝર ઇન્ટરફેસ — દરેક વસ્તુમાં બદલાવ કરી રહ્યું છે. એને વધુ પારદર્શક બનાવવાની કોશિશ કરવામાં આવી હોવાથી એને લીક્વીડ ગ્લાસ ડિઝાઇન કહેવામાં આવી રહી છે.

યુઝર્સ બની શકશે DJ

એપલ નોટ્સમાં માર્કડાઉન ફીચર આપવામાં આવ્યું છે જેથી એમાં અન્ય ટૂલનો પણ ઉપયોગ કરી શકાશે. આ સાથે જ મ્યુઝિક એપ્લિકેશનને પણ વધુ રસપ્રદ બનાવવામાં આવી રહી છે. યુઝર માટે એમાં લિરિક્સ ટ્રાન્સલેશન ટૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. તેમ જ યુઝર જ્યારે પણ કોઈ શબ્દનો ઉચ્ચારણ શીખવા માગશે ત્યારે એ પણ શીખી શકશે. આ સિવાય એપલ મ્યુઝિકમાં સૌથી મહત્ત્વની અપડેટ ઓટોમિક્સ ફીચર છે. યુઝર કોઈ પણ સોન્ગને હવે મિક્સ કરી શકશે અને એક સોન્ગ બનાવી શકશે. DJની જેમ યુઝર્સ પણ હવે આ એપ્લિકેશનની મદદથી તેમના માટે ઓટોમિક્સ સોન્ગ બનાવી શકશે.

મ્યુઝિકના શોખીન બનો પોતાના DJ, લાઇવ ટ્રાન્સલેશનથી વાત કરો કોઈપણ ભાષામાં : iOS 26માં મળશે ધમાકેદાર ફિચર્સ 2 - image

કાર પ્લે અને વોલેટમાં કરવામાં આવ્યા અપડેટ

એપલ દ્વારા કાર પ્લેમાં નવા ફીચર્સને લોન્ચ કરવામામ આવ્યાં છે. જ્યારથી કાર પ્લે લોન્ચ થયું ત્યારથી એનો યુઝર ઇન્ટરફેઝ નહોતો બદલાયો અને હવે એમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાર પ્લે અલ્ટ્રામાં યુઝરને લેઆઉટ બદલવાનો ઓપ્શન આપવામાં આવશે. આ ફીચર હાલની કેટલીક કારમાં આપવામાં આવ્યું છે. પહેલાની કાર પ્લે સપોર્ટ કરતી કારમાં આ ફીચરનો ઉપયોગ નહીં કરી શકાય.

વોલેટમાં હવે ડિજિટલ આઇડી સપોર્ટ અને કાર ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ બોર્ડિંગ પાસ માટેની વિન્ડોને હવે અપગ્રેડ કરવામાં આવી છે. એનો પણ લૂક બદલી કાઢવામાં આવ્યો છે.

લાઇવ ટ્રાન્સલેશન ફીચર

એપલ દ્વારા લાઇવ ટ્રાન્સલેશન ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ હાલમાં ફોન, મેસેજ અને ફેસટાઇમમાં કરી શકાશે. ફોન પર વાત કરતાં સમયે અલગ ભાષામાં બોલતા હોય તો પણ એનું લાઇવ ટ્રાન્સલેશન થશે. મેસેજમાં પણ હવે વાતચિત દરમિયાન એ જોવા મળશે. ફેસટાઇમ કરતાં હોય ત્યારે વીડિયો કોલ દરમ્યાન સ્ક્રીન પર કેપ્શનના રૂપમાં ટ્રાન્સલેશન જોવા મળશે. આ ફીચર ધીમે-ધીમે મોબાઇલની અન્ય એપ્સમાં પણ આપવામાં આવશે. બની શકે સોશિયલ મીડિયા એનો તરત સમાવેશ કરી દે.

આ પણ વાંચો: નાસા અને પેન્ટાગોન હવે મુશ્કેલીમાં: મસ્ક સાથે મતભેદ બાદ સ્પેસએક્સનો વિકલ્પ મળવો મુશ્કેલ

ક્યાં અને કેવી રીતે WWDC 2025 જોઈ શકશો?

આ ઇવેન્ટ 9 જૂને રાતે 10:30 વાગ્યે લાઇવ કરવામાં આવી છે. એને એપલ TV, એપલ ની વેબસાઇટ અને એપલ ની YouTube ચેનલ પર જોઈ શકાશે. આ સાથે જ એપલ Developer એપનો ઉપયોગ કરનાર પણ આ ઇવેન્ટ ત્યાં જોઈ શકશે. આ ઇવેન્ટું રેકોર્ડિંગ મળી રહશે.

Tags :