ચંદ્ર પર જવાની ચીનની તૈયારી: મૂન મિશન માટે લોન્ચ કરશે શેનઝૂ-21 મિશન…

| AI Image |
China Moon Mission: ભારત ગગનયાન મિશનની તૈયારી કરી રહ્યું છે ત્યારે ચીન દ્વારા ચંદ્ર પર પગ મૂકવાની તૈયારી દેખાડી છે. ચીન દ્વારા 31 ઓક્ટોબરે શેનઝૂ-21 મિશનને લોન્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા તેઓ ટિઆંગોન્ગ સ્પેસ સ્ટેશનને કાર્યરત રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ મિશન હેઠળ ચીન તેના ભવિષ્યના મૂન મિશન કરશે. ચીન સ્પેસમાં તેની હાજરી રાખવા માટે ઘણાં મિશન કરી રહ્યું છે. તેઓ સ્પેસમાં પણ તેમનો દબદબો બનાવી રાખવા માંગે છે.
કોણ જશે આ મિશનમાં?
કમાન્ડર ઝેન્ગ લૂ આ મિશનમાં ભાગ લેશે અને તેમની સાથે પહેલી વાર અવકાશમાં જનાર વુ ફે અને ઝેન્ગ હોન્ગઝેન્ગ પણ જોવા મળશે. ઝેન્ગ લૂ અગાઉ શેનઝૂ-15 મિશનમાં અંતરિક્ષમાં ગયા હતા. તેમનું કામ ટિઆંગોન્ગ સ્પેસ સ્ટેશન પર જઈને માઇક્રોગ્રેવિટીમાં વિજ્ઞાનના એક્સપેરિમેન્ટ્સ કરવાનું છે. સરળ ભાષામાં જોઈએ તો સ્પેસમાં રહેવું કેવી રીતે અને લોકો પર શું અસર પડે છે એ તેમના દ્વારા રિસર્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા ચીન તેમના સ્પેસ સ્ટેશનમાં રહેલા અંતરિક્ષ યાત્રીને રોટેટ કરી રહ્યું છે.
ઉંદર પણ જઈ રહ્યા છે તેમની સાથે
આ અંતરિક્ષ યાત્રીઓ સાથે ચાર ઉંદર પણ અંતરિક્ષમાં જઈ રહ્યા છે. એમાંથી બે મેલ અને બે ફીમેલ છે. માઇક્રોગ્રેવિટીમાં તેમની શું અસર થાય છેની સાથે તેમની બાયોલોજી પર પણ શું અસર પડે છે એ વિજ્ઞાનીઓ દ્વારા જોવામાં આવશે. ટિઆંગોન્ગ સ્પેસ સ્ટેશનમાં ચીન દ્વારા સતત મિશન કરવામાં આવતા રહે છે અને એના જ ભાગરૂપે આ મિશન પણ ચાલી રહ્યું છે.
બહુ જલદી ચંદ્ર પર પગ મૂકશે ચીન
ચીન દ્વારા હવે ફક્ત લો-અર્થ ઓરબિટમાં જ મિશન કરવામાં આવે એવું નથી. તેઓ હવે 2030 સુધીમાં ચંદ્ર પર પગ મૂકશે. ચીનના હ્યુમન સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામ હેઠળ શેનઝૂ-21ને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. એના દ્વારા ચીનને ચંદ્રના મિશન માટે ખૂબ જ મદદ મળશે.
આ પણ વાંચો: રીલ્સ ફીડને હવે યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકશે, જાણો કેવી રીતે…
ચંદ્ર માટેના શૂટ બનાવવામાં આવી રહ્યા છે ચીનમાં
ચીન દ્વારા સ્પેસમાં મનુષ્યને લઈને જે પણ પ્રોગ્રામ કરવામાં આવે છે એના પ્રવક્તા ઝેન્ગ જિંગ્બો કહે છે, ‘ચંદ્ર પર પગ મૂકવા માટે જે પણ મિશન કરવામાં આવી રહ્યા છે એ તમામ મિશન ખૂબ જ સારી રીતે પાર પડી રહ્યા છે. આ પ્રોગ્રેસ માટે એક લાંબું માર્ચ 10 રોકેટ, ચંદ્ર પર લેન્ડિંગ કરવા માટેનું શૂટ અને એને એક્સપ્લોર કરવા માટેનું વાહન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. અમે 2030 સુધીમાં ચંદ્ર પર પગ મૂકીશું.’

