Get The App

ચીન દ્વારા લોન્ચ કરવામાં આવી ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ સર્વિસ: જાણો શું છે અને કેવી રીતે કામ કરશે, તેમ જ ભારત માટે કેમ છે મહત્વનું…

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ચીન દ્વારા લોન્ચ કરવામાં આવી ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ સર્વિસ: જાણો શું છે અને કેવી રીતે કામ કરશે, તેમ જ ભારત માટે કેમ છે મહત્વનું… 1 - image


China Direct-to-Phone Service: ચીન દ્વારા હાલમાં જ તેમના દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ યુનિકોમને ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ સર્વિસ માટે લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. ચીનની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા આ ખૂબ જ મહત્વનો ચુકાદો અને લાયસન્સ આપવામાં આવ્યું છે. તેઓ આ દ્વારા તેમના દેશના નાગરિકોને એક અલગ પ્રકારની સર્વિસ આપવા જઈ રહ્યા છે જે ક્યારેય ડિસકનેક્ટ નહીં થાય, પરંતુ એ સાથે જ અન્ય દેશની સર્વિસને ટક્કર આપવા માટે પણ જઈ રહ્યા છે. એમાં ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકનો સમાવેશ થાય છે.

ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ કનેક્ટિવિટી શું છે?

હાલમાં જેટલા પણ સેટેલાઇટ ફોન છે એમાં ખૂબ જ વજનદાર હાર્ડવેર આવે છે. જોકે હવે નવી ટેક્નોલોજી આવી છે જે હાલમાં જ સ્માર્ટફોન છે એ સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ થશે. એ માટે કોઈ વધારાની ડિવાઇસ અથવા તો પૃથ્વી પર નેટવર્ક સ્ટેશનની પણ જરૂર નહીં પડે. લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સની મદદથી આ શક્ય છે. આ સેટેલાઇટ્સ પૃથ્વીની ખૂબ જ નજીક પરિભ્રમણ કરે છે અને ખૂબ જ ફાસ્ટ અને વિશ્વસનીય કનેક્શન આપે છે.

કેવી રીતે કામ કરશે આ સર્વિસ?

લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ: ચીનની કંપની યુનિકોમ દ્વારા ચાર લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવી છે. એમાં એડવાન્સ નેરોબેન્ડ ટેક્નોલોજી છે જે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે મદદરૂપ બની રહેશે. ડાયરેક્ટ-ટૂ-ફોન સર્વિસની કરોડરજ્જૂ આ સેટેલાઇટ છે.

સિગ્નલ ટ્રાન્સમિશન: યુઝરનો મોબાઇલ જ્યારે રેગ્યુલર નેટવર્ક કનેક્શનની બહાર હશે. ઉદાહરણ તરીકે દરિયામાં, રીમોટ ગામમાં અથવા પર્વતિયાળ વિસ્તારમાં, ત્યારે યુઝરનો મોબાઇલ ઓટોમેટિક સેટેલાઇટ્સ સાથે કનેક્ટ થઈ જશે.

કઈ ડિવાઇસમાં કામ કરશે?: આ માટે કોઈ અલગ સ્માર્ટફોનની જરૂર નહીં પડે. હાલમાં ઘણાં એવા સ્માર્ટફોન છે જેમાં સેટેલાઇટ-કનેક્ટિવિટી ચીપસેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે અન્ય ડિવાઇસ લેવાની જરૂર નહીં પડે.

ચીન દ્વારા લોન્ચ કરવામાં આવી ડાયરેક્ટ-ટૂ-ફોન સેટેલાઇટ સર્વિસ: જાણો શું છે અને કેવી રીતે કામ કરશે, તેમ જ ભારત માટે કેમ છે મહત્વનું… 2 - image

કેવા સમયે કામ આવી શકે આ સર્વિસ?

આ સર્વિસનો ઉપયોગ ખાસ કરીને ઇમરજન્સીના સમયે ખૂબ જ થઈ શકે છે. પાણી ભરાઈ ગયા હોય, ભૂસ્ખલન થયું હોય, વાવાઝોડું આવ્યું હોય કે કોઈ પણ કુદરતી આફત દરમિયાન આ સર્વિસનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે એ માટે વિજળી અથવા અન્ય સુવિધાની જરૂર નથી. આ સાથે જ દરિયામાં અને એવિએશનમાં કોમ્યુનિકેશન માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. નાના-નાના ગામડાઓને દુનિયા સાથે કનેક્ટ કરવા અને પર્વતિયાળ વિસ્તારમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આ સર્વિસ ખૂબ જ કામની છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેની જેટલી પણ એપ્લિકેશન્સ છે એ માટે આ સર્વિસ ખૂબ જ સારી છે. એગ્રિકલ્ચર અને લોજિસ્ટિક્સનો પણ એમાં સમાવેશ થાય છે.

ચીન કેમ આ તરફ જઈ રહ્યું છે?

ચીનની સરકાર દ્વારા આ પહેલી વાર લાયસન્સ આપવામાં આવ્યું છે. તેઓ અન્ય કંપનીઓને પણ આ તરફ પ્રેરિત કરી રહી છે. ચીન નથી ઇચ્છતું કે તેમની કંપની ફક્ત વોઇસ અને મેસેજ પૂરતી સીમિત રહે. તેઓ હવે હાઇ-સ્પીડ ડેટા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને એ માટે સરકાર તેમને તમામ મદદ કરી રહી છે. આ પગલાં દ્વારા ચીનની તમામ સેટેલાઇટ કોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધશે અને નવી નવી ટેક્નોલોજીનો પણ વિકાસ થશે. તેમ જ આ દ્વારા હવે સેટેલાઇટ સર્વિસને કમર્શિયલ કરવામાં આવી રહી છે જેથી ચીનનો દરેક નાગરિક એનો ઉપયોગ કરી શકે.

આ પણ વાંચો: ભારતમાં રોકાણ કરશે OpenAI: રિલાયન્સ સાથે મળીને દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર જામનગરમાં બનાવે એવી ચર્ચા

કેમ ભારત માટે આ ખૂબ જ મહત્વનું છે?

ભારતમાં ઘણાં ગામડા એવા છે જેમાં હજી પણ ઇન્ટરનેટ નથી પહોંચ્યું. ટ્રેકિંગ દરમિયાન ઘણી જગ્યા એવી આવે છે જ્યાં ઇન્ટરનેટ વગર રહેવું પડે છે. આથી આ પ્રકારની સર્વિસ દ્વારા ભારતના દરેક ગામડામાં ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. આ સાથે જ ભારત પોતાના દેશનું નેટવર્ક એટલું જોરદાર બનાવી શકે છે કે સ્ટારલિંક જેવી સર્વિસ પર તેમને નિર્ભર નહીં રહેવું પડે. ચીન આજ કરી રહ્યું છે અને ભારતે પણ એ કરવું જોઈએ.

Tags :