Get The App

ચીન દ્વારા કેમ ઇમરજન્સી સ્પેસ મિશન કરવામાં આવ્યું?, જાણો વિગત...

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ચીન દ્વારા કેમ ઇમરજન્સી સ્પેસ મિશન કરવામાં આવ્યું?, જાણો વિગત... 1 - image


China Emergancy Space Mission: ચીન દ્વારા હાલમાં જ એક સફળ ઇમરજન્સી સ્પેસ મિશન કરવામાં આવ્યું છે. ચીન દ્વારા જ નહીં, પરંતુ કદાચ દુનિયામાં આ પહેલું ઇમરજન્સી મિશન હશે. ચીન દ્વારા તેમના ટીઆંગોંગ સ્પેસ સ્ટેશનમાં શેનઝો-22 સ્પેસક્રાફ્ટને મોકલવામાં આવ્યું હતું. ચીનના સ્પેસ સ્ટેશનમાં ક્રિટિકલ સેફ્ટી રિસ્ક હતું અને એ માટે આ મિશન હાથમાં ધરવામાં આવ્યું હતું.

શું થયું હતું સ્પેસ સ્ટેશનમાં?

ચીન દ્વારા શેનઝો-22 મિશન હેઠળ સ્પેસક્રાફ્ટને 2025ની 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે નોર્થવેસ્ટ ચીનમાં આવેલા જ્યુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરમાંથી આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કર્યું હતું. આ માટે લોંગ માર્ચ-2F રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિશનમાં કોઈ વ્યક્તિનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. સેફ્ટી અને ઇમરજન્સી સપ્લાય માટે આ મિશન હાથમાં લેવામાં આવ્યું હતું. શેનઝો-20 રિટર્ન કેપ્સ્યુલની બારી પર એક ક્રેક જોવા મળ્યો હતો. આથી સ્પેસ સ્ટેશનમાં જે પણ અંતરિક્ષ યાત્રી છે તેમની રિટર્નને લઈને ચિંતાનો વિષય બન્યો હતો. આથી આ રિસ્કને દૂર કરવા માટે ચીન મૅન્ડ સ્પેસ એજન્સી દ્વારા ઇમરજન્સી લોન્ચ મિશન હાથમાં ધરવામાં આવ્યું હતું. ચીનના સ્પેસ પ્રોગ્રામમાં આ અત્યાર સુધીનું સૌથી ફાસ્ટ મિશન હતું. આ માટે તેમણે ફક્ત 16 દિવસનો સમય લીધો હતો અને એમાં તમામ તૈયારી કરીને લોન્ચ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં ચીન દ્વારા ઓછામાં ઓછા 45 દિવસ લેવામાં આવતા હતા.

મિશનનો હેતુ શું?

આ મિશનનો મુખ્ય હેતુ મેડિકલ સપ્લાય પૂરી પાડવાની સાથે જે બારીમાં ક્રેક પડ્યો હતો એ માટે સ્પેર પાર્ટ્સ મોકલવામાં આવ્યા હતા. તેમ જ ભોજન પણ મોકલવામાં આવ્યું હતું. સ્પેસમાં રહેલી ડેબ્રિસને કારણે બારીમાં ક્રેક પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી સ્પેસ સ્ટેશનની સેફ્ટી અને એ સારી રીતે કામ કરી શકે એ માટે જરૂરી સાધન પણ મોકલવામાં આવ્યા હતા. અંતરિક્ષ યાત્રીનું સ્પેસક્રાફ્ટ ડેમેજ થયું હતું અને રિપેર કરી તેમના રિટર્નની ખાતરી આપવામાં આવી હતી. આ સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક રોકેટમાંથી અલગ થઈને ઓર્બિટમાં દાખલ થઈ ગયું હતું. ચીનની એજન્સી દ્વારા આ મિશનને સંપૂર્ણપણે સફળ કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યું નવું AI: ઓફલાઇન કામ કરવાની સાથે કોમ્પ્યુટરને પણ કરશે કન્ટ્રોલ

આ કેમ મહત્ત્વનું છે?

ચીન દ્વારા આ પહેલું ઇમરજન્સી સ્પેસ મિશન હતું. અંતરિક્ષમાં થતાં કોઈ પણ અવરોધને પહોંચી વળવા માટે તેઓ કેટલી ઝડપથી કામ કરે છે આ મિશન દ્વારા તેમણે પુરવાર કરી દેખાડ્યું છે. શેનઝો-22 લોન્ચ કરીને ચીને તેમના અંતરિક્ષ યાત્રીઓને ખાતરી આપી હતી કે તેમને સહીસલામત પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. તેમને ત્યાં એકલા છોડી નહીં દેવાય. નાસા અને અન્ય સ્પેસ એજન્સી દ્વારા પણ ભૂતકાળમાં ઇમરજન્સી સ્પેસ મિશન લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે ચીન હવે તેમને દરેકને ટક્કર આપવા માટે તૈયાર છે. ચીન જે રીતે ખૂબ જ ઝડપથી મિશન લોન્ચ કરીને સપ્લાય પૂરું પાડી રહ્યું છે એ કાબિલે દાદ છે. ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ચીન એક સ્ટેપ આગળ નીકળી ગયું છે.

Tags :