Get The App

ચીને ફરી દુનિયાને ચોંકાવી, વાવાઝોડા-પૂર જેવી આફતો માટે સૌથી શક્તિશાળી સમુદ્ર સિમ્યુલેશન સિસ્ટમ બનાવી

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
ચીને ફરી દુનિયાને ચોંકાવી, વાવાઝોડા-પૂર જેવી આફતો માટે સૌથી શક્તિશાળી સમુદ્ર સિમ્યુલેશન સિસ્ટમ બનાવી 1 - image


China New Ocean Simulation Technology: ટૅક્નોલૉજીની દુનિયામાં ચીન હવે ખૂબ જ આગળ વધી રહ્યું છે. ચાઇનીઝ રિસર્ચર્સ દ્વારા હાલમાં જ દુનિયાની સૌથી શક્તિશાળી સમુદ્ર સિમ્યુલેશન સિસ્ટમની શોધ કરવામાં આવી છે. એની અસર એક કિલોમીટરની અંદર જોવા મળશે. આ સિસ્ટમને LICOMK++ નામ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમને એક અદ્ભુત સિદ્ધિ માનવામાં આવી રહી છે. ચાઇનીઝ એકેડેમી ઑફ સાયન્સની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એટમોસ્ફેરિક ફિઝિક્સ અને કમ્પ્યુટર નેટવર્ક ઇન્ફોર્મેશન સેન્ટર ટીમ દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.

હવામાનની આગાહી માટે મહત્ત્વપૂર્ણ

LICOMK++ ને ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમમાં અલ્ટ્રા-હાઇ-રિઝોલ્યુશન ક્ષમતા હોવાથી તેને "સમુદ્રનું ટેલિસ્કોપ" પણ કહેવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમની મદદથી વિજ્ઞાનીઓ એડીસ અને ગરમીનું પરિવહન જેવી જટિલ પ્રક્રિયાઓનું અભૂતપૂર્વ સ્પષ્ટતા સાથે વિશ્લેષણ કરી શકે છે. આ પ્રકારની મહત્ત્વપૂર્ણ, સચોટ માહિતી દ્વારા તોફાન, દરિયાના ગરમ મોજાં અને પૂરના ભયાનક હવામાનની આગાહી વ્યાપક અને સચોટ રીતે જાણી શકાય છે. અમેરિકા દ્વારા જ્યારે સેમિકન્ડક્ટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ચીન ટૅક્નોલૉજીના ક્ષેત્રમાં આગળ ન વધી શકે, ત્યારે આ ઍડ્વાન્સ સિમ્યુલેશન સિસ્ટમ એ ચેલેન્જને પણ પડકાર આપી રહી છે.

આ પણ વાંચો: પ્રોજેક્ટ સિંદૂર બાદ સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામને ફાસ્ટ ટ્રેક કર્યો સરકારે: 12થી 18 મહિનામાં લોન્ચ કરવામાં આવશે 52 સેટેલાઇટ્સ

ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભર થવા તરફ ચીનનું પ્રયાણ

LICOMK++ ના ડેવલપમેન્ટ દ્વારા ચીને સાબિત કરી દીધું છે કે તે અમેરિકાની ટૅક્નોલૉજી પર નિર્ભર નથી. તેમના પર ગમે તેટલા પ્રતિબંધ મૂકવામાં આવે, તો પણ તેઓ હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગમાં આગળ વધશે અને ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભર બની રહેશે. દુનિયામાં હવામાનના સંશોધનમાં અને કુદરતી હોનારતો સમયે યોગ્ય વ્યૂહરચના માટે અને મહત્ત્વપૂર્ણ નિર્ણય ક્ષમતામાં ઉપયોગી માહિતી મેળવવા માટે, આ સિસ્ટમ ચીનની તાકાત સાબિત કરે છે. આ સિસ્ટમ દરિયાકાંઠાની સ્થિતિ સ્થાપકતા અને આયોજનને મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કરે છે. દુનિયાભરમાં ક્લાયમેટ ચેન્જના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી બની શકે છે.

દરિયો – આપણો રક્ષક

આપણી પૃથ્વીની આબોહવાની માટે અને કાર્બન ડાયોક્સાઇડ શોષણ માટે, દરિયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જે વધારાની ગરમી છે, તેનું 90% શોષણ દરિયો કરે છે. મનુષ્યની ગતિવિધિઓને કારણે ઉત્પન્ન થતાં કાર્બન ડાયોક્સાઇડનું 30% દરિયો શોષણ કરે છે.

Tags :