Get The App

જો ChatGPTનું સબસ્ક્રિપ્શન જોઈએ તો ખર્ચવા પડશે રૂપિયા, OpenAI શરૂ કર્યો નવો પ્લાન

હવેથી ભારતીય યુઝર્સ પણ ChatGPT Plus પર સબસ્ક્રાઈબ કરી શકશે

આ સિવાય યુઝર્સ વધારે ડિમાન્ડ પછી પણ AI ચેટબોટનો ઉપયોગ કરી શકશે

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
જો ChatGPTનું સબસ્ક્રિપ્શન જોઈએ તો ખર્ચવા પડશે રૂપિયા, OpenAI શરૂ કર્યો નવો પ્લાન 1 - image


ChatGPT દિવસેને દિવસે તેની પ્રસિદ્ધિમાં વધારો કરી રહ્યું છે તેમજ તેના સોફ્ટવેરમાં પણ અપડેટ કરતું રહે છે. એવામાં ChatGPT નું વધુ એક અપડેટ આવ્યું છે. જેમાં હવેથી ભારતીય યુઝર્સ પણ ChatGPT Plus પર સબસ્ક્રાઈબ કરી શકશે. OpenAIએ ટ્વીટ આ અંગેની જાહેરાત આપી હતી. પ્લસ સેવા દ્વારા, વપરાશકર્તાઓ વધુ સારી અને નવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. આ સિવાય યુઝર્સ વધારે ડિમાન્ડ પછી પણ AI ચેટબોટનો ઉપયોગ કરી શકશે. આ સિવાય OpenAI ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Koo સાથે પણ કામ કરી રહી છે.

ChatGPT પ્લસ સબ્સ્ક્રિપ્શન કિંમત

OpenAIએ ફેબ્રુઆરીમાં ChatGPT Plus સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું હતું. તેની કિંમત દર મહિને $20 એટલે આશરે 1,650 રૂપિયા  છે. હાલમાં, કંપનીએ તેના ટ્વિટમાં ભારત માટે કિંમતોનો ઉલ્લેખ કર્યો નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કંપનીએ ભારત માટે કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, યુઝર્સને આ માટે USDમાં ચૂકવણી કરવી પડશે.

પેમેન્ટમાં સમસ્યા ઉદ્ભવી શકે 

કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે, ભારતમાં ChatGPT Plus સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ થયા પછી પણ પેમેન્ટમાં સમસ્યા છે. જેનું કારણ છે RBIના નવા નિયમો કે જે ઓટો-ડેબીટની મંજૂરી આપતા નથી.

તમે મફતમાં GPT-4 નો પણ ઉપયોગ કરી શકો છો

જો તમે મફતમાં GPT-4 ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માંગતા હો, તો તે કરવાની પણ એક રીત છે. માઇક્રોસોફ્ટે તાજેતરમાં જાહેર કર્યું છે કે, તેની બિંગ ચેટ GPT-4 સાથે ચાલી રહી છે. Bing ચેટ ભારતમાં વાપરવા માટે મફત છે. આ સોફ્ટવેરનું એપ વર્ઝન પણ ઉપલબ્ધ છે.

Bing Chat શું છે?

Bing Chat વૈશ્વિક સ્તરે ગયા મહિને લોન્ચ કરવામાં આવી હતી. જોકે અગાઉ તે માત્ર મર્યાદિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ હતું. પરંતુ એક રિપોર્ટ અનુસાર, હવે માઇક્રોસોફ્ટ તેને તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી રહ્યું છે. તેનો ઉપયોગ બિલકુલ ફ્રી રહેશે.

કેવી રીતે ઉપયોગ કરી શકાશે?

  • કોઈપણ બ્રાઉઝર પર Bing ખોલો અને ઉપર ડાબી બાજુએ ચેટ વિકલ્પ ઓપન કરો.
  • બાદમાં જોઇન ધ વેઇટલિસ્ટ પર જાઓ અને માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ ઇન કરો.
  • જો તમે ક્રોમ અથવા અન્ય કોઈ બ્રાઉઝર પર છો તો તમને બીજા પેજ પર રીડાયરેક્ટ કરી શકાય છે.
  • આ પછી, જ્યારે તમે એજ પર જશો, ત્યારે Bing ચેટ GPT-4 સાથે શરુ થઈ જશે.
Tags :